SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ગતિ અને સંજ્ઞાની અપેક્ષાએ સમ્યકત્વની પ્રાપ્તિ. [૩૮૧ ચોથો આરો વર્તે છે. આ ચારે સ્થળે ઉત્સર્પિણી-અવસર્પિણી કાળનો અભાવ હોવાથી ત્યાં નોઉત્સર્પિણી-અવસર્પિણી કાળ કહેવાય છે. સુષમસુષમાદિકાળ વિશેષની સાથે ત્યાંના કાળની સમાનતા હોવાથી એ ચારે સુષમસુષમાદિ આરા કહેવાય છે, એવા સ્વરૂપવાળા નોઉત્સર્પિણીઅવસર્પિણી કાળની અંદર પ્રથમ ત્રણ આરામાં એટલે દેવકુફ અને ઉત્તરકુરૂમાં, હરિવર્ષ અને રમ્પકમાં, હૈમવંત અને એરણ્યવંતમાં જીવ સમ્યકત્વસામાયિક તથા શ્રુતસામાયિક પ્રાપ્ત કરે છે, અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. જ્યાં દુઃષમ સુષમાના જેવો કાળ વર્તે છે એવા મહાવિદેહ ક્ષેત્રની અંદર ચારે પ્રકારના સામાયિક પ્રાપ્ત થાય છે, અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. જ્યાં ઉપરોક્ત સ્વરૂપવાળા કાળનો અભાવ છે એવા બહારના દ્વિીપ-સમુદ્રોમાં ચારિત્ર સામાયિક સિવાય પ્રથમનાં ત્રણ સામાયિકને મસ્યાદિ જીવો પ્રાપ્ત કરે છે, અને નંદીશ્વરાદિદ્વીપમાં વિદ્યાચારણાદિ મુનિઓના ગમનથી પૂર્વપ્રતિપન્ન ચારિત્ર-સામાયિક પણ હોય છે. તથા દેવ વગેરેના સંહરણની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તો સર્વ-ચારે પ્રકારના સામાયિક સર્વ કાળની અંદર હોય છે. ર૭૦૮ થી ૨૭૧૦. હવે ગતિદ્વાર અને સંશિદ્વારથી સામાયિકનો વિચાર જણાવે છે કે :(३८५) चउसुवि गईसु नियमा सम्मत्तसुयस्स होइ पडिवत्ती। मणुएसु होइ विरई विरयाविरई य तिरिएसु ॥२७११॥८१२।। (३८६) भवसिद्धीउण जीवो पडिवज्जइ सो चउण्हमएण्णयरं । पडिसेहो पुण असण्णि-मीसए सण्णि पडिवज्जे ॥२७१२।।८१३॥ पुणसदओऽसण्णी सम्म-सुए होज्ज पुब्बपडिवन्नो । मीसो भवत्थकाले सम्मत्त-चरित्तपडिवन्नो ॥२७१३॥ ચારે ગતિમાં શ્રુતસામાયિક અને સમ્યકત્વસામાયિકની પ્રતિપત્તિ=પ્રાપ્તિ અવશ્ય હોય છે, મનુષ્યોમાં સર્વવિરતિ અને તિર્યંચોમાં દેશવિરતિ સામાયિકની પ્રતિપત્તિ થાય છે. જે ભવ્ય સિદ્ધિ સિદ્ધિક જીવ છે, તે ચાર સામાયિકમાંથી કોઈપણ એક સામાયિક પામે છે. પણ અસંજ્ઞી અને મિશ્રસિદ્ધ આત્મા કોઇપણ સામાયિક પામતા નથી. પરતું સંશી જીવ તો ચારમાંથી કોઈપણ એક સામાયિકને પામે છે. પુનઃશબ્દથી અસંજ્ઞજીવ સમ્યકત્વ અને શ્રુતસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે, તથા મિશ્રકાત્મા (ભવસ્થકેવલિ) ભવસ્થ કાળમાં સમ્યકત્વ અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૧૧ થી ૨૭૧૩. વિવેચન - નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકની પ્રતિપત્તિ અવશ્ય થાય છે. પરંતુ તેની પ્રતિપત્તિ સદૈવ થાય છે એમ ન સમજવું, કોઈ વખત તેનું અત્તર પણ પડે છે. એ વાત આગળ કહેવાશે. આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય એવા જીવો તો સદૈવ હોય છે. સર્વવિરતિ સામાયિકની પ્રતિપત્તિ મનુષ્યોમાં જ થાય છે, અન્યગતિમાં નથી થતી આ સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય એવા જીવો તો આ ગતિમાં સદૈવ હોય છે. તથા તિર્યચોમાં દેશવિરતિ સામાયિકની પ્રતિપત્તિ સંભવથી હોય છે, અવશ્ય સર્વને હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy