________________
૩૭૮]
દશ પ્રદેશી દ્રવ્યદિશા ન હોય.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
બીજા કેટલાક વ્યાખ્યાતાઓ દશ દિશાઓમાં એકેક પરમાણુ સ્થાપીને જઘન્યથી દસ પરમાણુવાળા દ્રવ્યને દ્રવ્યદિક્ કહે છે, તે યોગ્ય નથી. કેમકે દદિશાના આકારવાળા દ્રવ્યને વિશેષજ્ઞ પુરૂષોએ ચતુષ્કોણ રૂપે જોયું છે. તે પૂર્વે બતાવેલ સ્થાપનાના અનુસારે જોવાથી જણાશે, તથા જે તે દદિશામાં સ્થાપેલું દશપરમાણુવાળું દ્રવ્ય વૃત્તાકાર જ થાય છે. આથી અચતુષ્કોણ હોવાથી તે દ્રવ્યદિગ્ ન થાય. વળી મધ્યમાં એક પરમાણુ ન મુકવામાં આવે, તો તેની અપેક્ષા સિવાય દિશાઓની કલ્પના જ ન કરી શકાય, જો તે પરમાણુ મધ્યમાં મૂકવામાં આવે તો અગીયાર પરમાણુ થવાથી દશની સંખ્યાની હાનિ થાય, માટે આ માન્યતા ઉપેક્ષા કરવા યોગ્ય છે.
મેરૂના મધ્યમાં અષ્ટપ્રદેશી રૂચકથી બીજી ક્ષેત્રદિક્ થાય છે. તિńલોકના મધ્ય ભાગમાં લંબાઇ-પહોળાઇ વડે એક રાજ પ્રમાણ, સર્વ પ્રતરોમાંના બે ક્ષુલ્લક આકાશ પ્રદેશના પ્રતર છે. તે બન્ને પ્રતરો મેરૂના મધ્યપ્રદેશમાં મધ્યભાગ પામે છે. તે મધ્યભાગમાં ઉપરના પ્રતરના ચાર આકાશપ્રદેશ અને નીચેના પ્રતરના ચાર આકાશપ્રદેશ એ આઠે પ્રદેશને સિદ્ધાંતની પરિભાષાથી રૂચક કહેવામાં આવે છે. સમસ્ત તિńલોકના મધ્ય ભાગમાં રહેલ આ અષ્ટ પ્રદેશી રૂચક છે, તે ક્ષેત્રથી છએ દિશા અને ચાર વિદિશાઓનું ઉત્પત્તિ સ્થાન છે. જેમકે યથોક્તરૂચકથી બહાર ચારે દિશાઓમાં પ્રથમ બબ્બે આકાશપ્રદેશ હોય છે. તેની આગળ ચાર ચાર પ્રદેશો હોય છે, તેની આગળ છ છ પ્રદેશો હોય છે, અને તેની આગળ આઠ આઠ પ્રદેશો હોય છે, એ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેણીવડે ચાર દિશાઓમાં પૃથક્ પૃથક્ સમજવું. એ પ્રમાણે કરવાથી ગાડાની ઉધીના આકારે પૂર્વાદિ ચાર મહાદિશાઓ થાય છે, અને એ ચાર દિશાઓના ચાર અન્તરાલ ખૂણાઓમાં ઉપર કહેલ વૃદ્ધિ રહિત છેદાયેલી મુક્તાવલિના આકારે ચાર વિદિશાઓ થાય છે. તથા ઉપરની દિશા તરફ ચાર આકાશ પ્રદેશોથી આરંભીને, ઉપરોક્ત વૃદ્ધિ રહિત હોવાથી માત્ર ચાર પ્રદેશી અને રૂચક જેવી ચાર ખૂણાવાળી દંડાકાર એક ઊર્ધ્વ દિશા થાય છે. એજ પ્રમાણે નીચેની તરફ પણ અધો દિશા થાય છે.
૦
Jain Education International
હ
..
10 | | ૦
૭
O
.
°°
૦૫૦
૭
.
૦
d
એ પૂર્વાદિ દસ દિશાઓનાં નામ આ પ્રમાણે છે. શૃંગેરૂં નમ્મા ય નેરૂં વાળીચ વાચવા सोमाइसाणा च्चिय विमला य तमा य बोधव्वा ||१|| इंदा विजयदाराणुसारओ सेसिया पयक्खिणओ अट्ठवि तिरिय दिसाओ उढं विमला तवाचाहो ॥२॥
For Private & Personal Use Only
www.jainelibrary.org