________________
ભાષાંતર] દ્રવ્યદિશાનું સ્વરૂપ.
[૩૭૭ હોવાથી તે દ્રવ્યદિગુ કહેવાય છે. ઉદાહરણ તરીકે એક પરમાણુ મધ્યમાં અને ચાર પરમાણુ ચાર વિદિશામાં સ્થાપવા, તથા ચાર દિશાઓમાં બે બે દીર્ઘપણે સ્થાપવા. એમ તેરપ્રદેશાવગાહી સ્કંધરૂપે એક પરિણામ પામેલું જે દ્રવ્ય, તેને જઘન્યથી દ્રવ્યદિગુ કહેવાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે :
| 0 | 0 |
૦ ૦
0 | ૦
૦ | ૦
| 0
|
૦
| ૦ | ૦
એક પરમાણુને સ્થાને જો બેથી માંડીને અનંત પરમાણુ સુધીની અવગાહના કરવામાં આવે, તો પણ તે દશ દિશાઓના ઉત્થાનનો હેતુ હોવાથી દ્રવ્યદિફ થાય છે. આ કારણથી ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી દ્રવ્ય કહ્યું છે. તેનો પણ જઘન્યથી તેર પ્રદેશમાં અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત પ્રદેશમાં અવગાહ હોય છે.
શિષ્ય - જે દ્રવ્યથી દસ દિશાઓનું ઉત્થાન થાય છે, તે દ્રવ્યને આપ દ્રવ્યદિશા કહો છો. તેમાં જઘન્યથી તેર પ્રદેશો વડે જ તે થાય છે, ચૂનાધિક પ્રદેશો વડે નથી થતું. એમ કહેવામાં કંઇ યુક્તિ છે ?
આચાર્ય :- મધ્યમાં એક પરમાણુ સ્થાપવો જોઇએ. તે સિવાય દિશાઓની વ્યવસ્થા કરી શકાય નહિ. તે પછી મધ્ય-પરમાણુની ચારે દિશામાં એકેક પરમાણુની સ્થાપના કરીએ, એટલે છ દિશાઓનું ઉત્થાન થાય, પણ ચાર વિદિશાઓનું ઉત્થાન ન થાય. કેમકે એક પરમાણુથી વિદિશા ન ઉત્પન્ન થાય. “Wપાસ માટું સતપUસા ય સે પુરસTT” એકપ્રદેશાવગાહી પરમાણુને સાત આકાશ પ્રદેશની સ્પર્શના હોય છે. એ વચનથી એક પરમાણુનો છ દિશાઓ સાથે જ સંબંધ હોય છે. જો પરમાણુનો વિદિશાઓની સાથે સંબંધ હોય, તો તેને અગીયાર આકાશ પ્રદેશની સ્પર્શના થાય, પણ સાત પ્રદેશની ન થાય. એ કારણથી બીજા પણ ચાર પરમાણુ ચાર દિશાઓમાં સ્થાપવા એટલે બધા મળીને નવ થાય. આ નવ પરમાણથી પણ વિદિશાઓનું ઉત્થાન ન થાય. કેમકે વિદિશાઓમાં જે બીજા ચાર પરમાણુઓ સ્થાપ્યા છે, તેથી પણ દિશાઓનું જ ઉત્થાન થાય છે. તે કારણથી વિદિશાઓના ઉત્થાન માટે બીજા પણ ચાર પરમાણુ ચાર ખુણામાં સ્થાપીએ એટલે દશ દિશાઓના ઉત્થાનનું ક્ષેત્ર જઘન્યથી તેર પ્રદેશવાળું થાય, ન્યૂનાધિક ન થાય. આની સ્થાપના જે બતાવી છે, તે મુગ્ધ શિષ્યજનને સમજાવવા માટે માત્ર કહી છે યથાર્થપણે તો તે બતાવી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org