________________
૩૭૬] દ્રવ્ય દિશાદિનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કે એ બે સામાયિકની જ પ્રાપ્તિ થાય છે, કેમકે તિલોકમાં અઢી-દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યલોકની અંદર ત્રીજું ચારિત્ર સામાયિક પણ પ્રાપ્ત થાય છે. આ ચારિત્ર સામાયિક તિછલોકમાં જ પ્રાપ્ત થાય છે. અન્યત્ર પ્રાપ્ત નથી થતું, કેમકે તેના અધિકારી મનુષ્યો જ છે, બીજા નથી. એ સંબંધી ક્ષેત્રનો નિયમ તો વિશેષજ્ઞ જાણે. અને દેશવિરતિ સામાયિકનો લાભ તિર્યંચ તથા મનુષ્યોને થાય છે.
ઉપરોક્ત ત્રણે સામાયિક પૂર્વ-પ્રતિપન્ન (પૂર્વે પામેલા) જીવો તો અવશ્ય ત્રણે લોકમાં હોય છે, પણ ચારિત્ર સામાયિકવાળા પૂર્વપ્રતિપન્ન જીવો અધોલોક અને તિચ્છલોકમાં અવશ્ય હોય છે, ઉર્ધ્વલોકમાં ભજન હોય છે, એટલે કે કોઈ વખત હોય, અને કોઈ વખત ન પણ હોય. ૨૬૯૫-૨૬૯૬. - હવે દિગ્વાર કહેવાને માટે સાત પ્રકારની દિશાઓ જણાવીને, નામ-સ્થાપના દિશાનું સ્વરૂપ સુગમ હોવાથી તે કહ્યા સિવાય પ્રથમ દ્રવ્યદિશાનું અને ક્ષેત્રદિશાનું સ્વરૂપ કહે છે. (३८२) नामं ठवणा दविए खेत दिसा तावनेत पण्णवए ।
सत्तमिया भावदिसा परुवणा तस्स कायव्वा ॥२६९७।।८०९॥
तेरसपएसियं जं जहण्णओ दसदिसागिई दब्बं । उक्कोसमणंतपएसिय च सा होइ दबदिसा ॥२६९८।। एक्केक्को विदिसासु मज्जे य दिसासमायया दो दो । बिंति दसाणुगमण्णे दसदिसमेकेक्कयं काउं ॥२६९९॥ तं न दसदिसागारं जं चउरस्संति तन्न दवदिसा ।
खेतदिसठ्ठपएसियरुयगाओ मेरुमज्झम्मि ॥२७००।। નામદિસ્થાપનાદિદ્રવ્યદિક-ક્ષેત્રદિતાપક્ષેત્રદિક્ષ્મજ્ઞાપકદિ અને સાતમી ભાવદિ– એ સાત દિશા છે તેની પ્રરૂપણા કરવી, જઘન્યથી તેર પ્રદેશના અવગાઢવાળું અને તેરપ્રદેશવાળું તથા ઉત્કૃષ્ટથી અસંખ્યાત પ્રદેશાવગાઢવાળું અને અનન્તપ્રદેશવાળું, દશદિશાની આકૃતિવાળું જે દ્રવ્ય, તે (દશદિશાની ઉત્પત્તિનું કારણ હોવાથી) દ્રવ્યદિગુ કહેવાય છે. વિદિશાઓમાં એકેક અને મધ્યમાં એક તથા દિશાઓમાં બે બે દીર્ઘ. (એમ જઘન્ય તર પ્રદેશિક, દ્રવ્યદિફ થાય છે.) કેટલાક બીજાઓ વળી એમ કહે છે કે દસદિશામાં એકેક પરમાણું સ્થાપીને દસદિશાકારવાળું જે દ્રવ્ય થાય, તે દ્રવ્યદિગૂ. પણ તે દશ પ્રદેશવાળું દ્રવ્ય દસદિશાકારવાળું નથી, કેમકે તે ચોખંડુ થાય છે. તેથી તે દ્રવ્યદિ ન કહેવાય, મેરૂમધ્યે આઠરૂચક પ્રદેશથી ક્ષેત્રદિક કહેવાય છે. ૨૬૯૭ થી ૨૭૦૦.
નામદિસ્થાપનાદિદ્રવ્યદિક્ષેત્રદિક્ષ્મજ્ઞાપકદિકતાપક્ષેત્રદિફ અને સાતમી ભાવદિ આ સાત પ્રકારમાંથી પ્રથમના બે પ્રકાર સુગમ હોવાથી, તેનો વિસ્તાર કર્યા સિવાય પ્રથમ દ્રવ્યદિશાનું સ્વરૂપ કહીએ છીએ, દ્રવ્ય જ દસ દિશાઓના ઉત્થાનનો હેતુ હોવાથી તેને દ્રવ્યદિક કહેવાય છે. અથવા દ્રવ્યપ્રધાન-દ્રવ્યસંબંધી દિશા તે દ્રવ્યદિક કહેવાય છે. તેમાં જઘન્યથી તેર પ્રદેશ અને ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી એવું દસ દિશાની આકૃતિવાળું દ્રવ્ય, સંપૂર્ણ દસદિશાઓના ઉત્થાનનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org