SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ઉધ્વદિ ક્ષેત્રની અપેક્ષાએ સમ્યકત્વાદિની પ્રાણી. [૩૭૫ હવે “ક્યું સામાયિક ક્યાં હોય ?” તે જણાવવાને ત્રણ દ્વાર ગાથાઓ કહે છે. (રૂ૦૬) ઐત-રિરિર---મરચ-સન-સાર-મિહિરે | પwત્ત-સુત્ત-ગમ્મ-દૃિ ય-સULTI-સાયા-55% રરરીદ રૂા. (३७७)* जीवो पमायबहलो बहसोऽवि अ बहुविहेसु अत्थेसु । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ।।८०४।। (રૂ૦૮) ના નાજુ-વડને રરર-રશંસાપ-સંઘ-માણે लेसापरिणामं वेयणा य समुग्धयकम्मे य ॥२६९३।।८०५।। (३७९) निव्वेट्टणमुव्बट्टे आसवकरणं तहा अलंकारं । सयणासण?णढे चंकंमते य किं कहियं ॥२६९४॥८०६।। ક્ષેત્ર-દિશા-કાળ-ગતિ-ભવિક-સંજ્ઞિ-ઉશ્વાસ-દૃષ્ટિ-આહારક-પર્યાપ્ત-સુત-જન્મ-સ્થિતિ-વેદ સંજ્ઞાકષાય-આયુષ-જ્ઞાન-યોગ-ઉપયોગ-શરીર-સંસ્થાન-સંઘયણનું પ્રમાણ, તથા વેશ્યાના પરિણામવેદના-સમુદ્દઘાત કર્મ-નિર્વેષ્ટન-ઉદ્વર્તન-આશ્રવકરણ-અલંકાર-શયન-આસન અને એક સ્થાનેથી બીજે સ્થાને જતાં, ક્યાં ક્યું સામાયિક કહ્યું છે ? (તે કહીશું) ૨૬૯૨ થી ૨૬૯૪. પ્રથમ ક્ષેત્રદ્વારની અપેક્ષાએ ઉર્ધ્વલોકાદિમાં ક્યું સામાયિક ક્યાં હોય ? તે કહે છે. (३८०) सम्मसुयाणं लाभो उड्डे य अहे य तिरियलोए य । विरई मणुस्सलोए विरयाविरई य तिरिएसु ॥२६९५।।८०७॥ (३८१) पुवपडिवण्णाया पुण तीसुवि लोएसु नियमओ तिण्हं । चरणस्स दोसु नियमा भयणिज्जा उड्ढलोगम्मि ॥२६९६॥८०८॥ સમ્યકત્વ સામાયિક અને શ્રુતસામાયિકનો લાભ ઉર્ધ્વ-અધો-અને તિછલોકમાં થાય છે. (ચારિત્ર સામાયિકમાંથી) સર્વવિરતિ મનુષ્યલોકમાં જ પ્રાપ્ત થાય છે, અને દેશવિરતિ તિર્યચોમાં પણ થાય છે. ત્રણે સામાયિક પૂર્વે પ્રાપ્ત થયા હોય એવા જીવો તો ત્રણે લોકમાં અવશ્ય હોય છે. ચારિત્ર સામાયિકવાળા અધોલોક અને તિછલોકમાં અવશ્ય હોય છે, ઊર્ધ્વલોકમાં તો હોય પણ ખરો અને ન પણ હોય. ૨૬૯૫-૨૬૯૬. વિવેચન - સમ્યકત્વ સામાયિક અને શ્રુતસામાયિક, અધો-ઉર્ધ્વ-અને તિછલોકમાં પ્રાપ્ત થાય છે તેમાં મેરૂપર્વત તથા દેવલોકાદિ ઉર્ધ્વલોકમાં નિસર્ગથી અથવા અધિગમથી સમ્યકત્વ સામાયિકનો લાભ થાય છે. અને તે જ વખતે શ્રુતઅજ્ઞાન શ્રુતજ્ઞાનરૂપે પરિણમતું હોવાથી શ્રુતજ્ઞાનનો લાભ થાય છે. અધોલોકની અંદર અધોગામમાં તથા નરકોમાં જેઓ સમ્યકત્વ પામે છે, તેમને યથોક્ત બે સામાયિકની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે તિલોકમાં પણ ઉપરોક્ત બે સામાયિકનો લાભ થાય છે. એ ત્રણે લોકમાં ઉપરોક્ત બે સામાયિકની પ્રાપ્તિ થાય છે જ, પણ એમ ન સમજવું # જીવ ઘણા પ્રકારના શબ્દાદિ અર્થોમાં વારંવાર પ્રમાદી બને છે, તે કારણથી વારંવાર સામાયિક કરવું. ૮૦૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy