SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] તાપક્ષેત્ર, પ્રજ્ઞાપક અને ભાવદિશાનું સ્વરૂપ. હવે તાપક્ષેત્રદિશા પ્રજ્ઞાપકદિશા અને ભાવદિશાનું સ્વરૂપ કહે છે :जेसिं जत्तो सूरो उएइ तेसिं तई हवइ पुव्वा । तावक्खित्तदिसाओ पयाहिणं सेसियाओ सिं ॥ २७०१ || पण्णवओ जदभिमुो सा पुव्वा सेसिया पयाहिणओ । अट्ठारस भावदिसा जीवस्स गमागमो जेसु ॥ २७०२॥ પુવિ-ગલ-ગતળ-વાયા મૂળાબંધ-૫-પોરવીયા હૈં । વિ-તિ-૨૩-પંવિત્રિય-તિરિય-ના-તેવસંઘાર ||૨૭૦॥ संमुच्छिम-कम्मा -ऽकम्मभूमगनरा तहंतरद्दी वा । भावदिसा दिस्सइ जं संसारी निययमेयाहिं ॥ २७०४॥ ભરતાદિ ક્ષેત્રમાં રહેનારા જે મનુષ્યોને જે દિશામાંથી સૂર્ય ઉદય પામે છે, તે તેમની પૂર્વદિશા કહેવાય છે. (સૂર્યોદયની અપેક્ષાએ પૂર્વદિશાનો વ્યવહાર પ્રવર્તે છે, તેથી તેને તાપક્ષેત્ર દિશા કહેવાય છે.) શેષ દક્ષિણાદિ દિશાઓ એ તાપક્ષેત્ર દિશાની પ્રદક્ષિણાથી જાણવી. (સૂર્ય સન્મુખ ઉભા રહેતાં જમણી બાજુએ દક્ષિણ દિશા, પાછળ પશ્ચિમદિશા, અને ડાબી તરફ ઉત્તર દિશા છે.) જે દિશાની સન્મુખ રહીને વ્યાખ્યાતા સૂત્રાર્થનું કથન કરે, તે પ્રજ્ઞાપક પૂર્વદિશા કહેવાય, અને શેષ દક્ષિણાદિ (ઉપર મુજબ) તેની પ્રદક્ષિણાએ જાણવી. જે પૃથ્વી આદિ સ્થાનોમાં કર્મની પરાધીનતાથી જીવની ગતિ-આગતિ થાય, તે ભાવદિશા કહેવાય છે. તેના અઢાર ભેદ છે. પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ-વનસ્પતિ (કમળ-કન્દ વગેરે) મૂળબીજ, સ્કંદબીજ (શલ્લકી વગેરે), અગ્રબીજ (કોરંટક વગેરે) પર્વબીજ (શેરડી વગેરે) તથા (કૃમિ વગેરે) બે ઇન્દ્રિય, (કીડી વગેરે) તેઇન્દ્રિય (ભ્રમરાદિ) ચૌરિદ્રિય, પંચેદ્રિયમાં (જળચર-થલચર-ખેચર આદિ તિર્યંચ, નારકી, દેવસમૂહ, તેમજ કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તરદ્વીપના સંમૂચ્છિમ મનુષ્યો આ અઢાર પ્રકારે ભાવદિશા છે. કેમકે એ પૃથ્વી આદિ પર્યાયોવડે સંસારી જીવ નિયતપણે જણાય છે. (તેથી તેને પરમાર્થથી ભાવદિશા કહેવાય છે.) ૨૭૦૧ થી ૨૭૦૪. અહીં પ્રસ્તુતમાં કઇ દિશાનું પ્રયોજન છે ? તે જણાવીને ક્ષેત્રદિશાનું જે પ્રયોજન છે તે કહે છે ઃखेत्तदिसासुं पयं सेसदिसाओ पसंगओऽभिहिया । संभवओ वा वच्चं सामइयं जत्थ जं हुज्जा ॥२७०५ | (૨૮૩) પુવાડ્યાસુ મહાવિસાસુ પરિવઝ્ઝમાળો હોર્ । पुव्वपडिवण्णओ पुण अण्णयरीए दिसाए ये उ ।।२७०६।।८१०।। Jain Education International [૩૭૯ छिण्णावलि - रुयगागिइदिसासु सामाइयं न जं तासु । सुद्धा नावगाहड़ जीवो ताओ पुण फुसिज्जा ॥२७०७ || અહીં દિગ્બારમાં ક્ષેત્રદિશાથી પ્રયોજન છે, (નામસ્થાપનાદિ) શેષદિશાઓ તો પ્રસંગથી કહી છે. અથવા શેષદિશાઓની અંદર જ્યાં જે સામાયિક સંભવે, તે વિચારીને કહેવું, (અથવા મૂળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy