SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સામાયિકના પ્રકારનું દ્વારા [૩૭૧ જો પર્યાયો વાસ્તવિક નથી અને કલ્પિત છે, તો પછી ખરશૃંગનો પણ એવો કલ્પિત પર્યાય કેમ નથી માનતા. ત્યાં પણ કલ્પના કરતા કોઈ રોકી શકે એમ નથી. એ પ્રમાણે પૂછવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે દ્રવ્યનો વિશિષ્ટ પરિણામ તે જ પર્યાય છે, બીજાં કંઇ નથી. અને તે પર્યાય દ્રવ્યથી જુદો જણાતો નથી, માટે કલ્પિત છે. તેવી રીતે ખરશૃંગનો પરિણામ થતો નથી કે જેથી તેના પર્યાયની કલ્પના કરી શકાય, કેમકે ખરશંગ દ્રવ્ય જ નથી. આ જ કારણથીખરશંગ દ્રવ્ય ન હોવાથી પર્યાયરહિત છે. તેથી કેવલીવડે જાણી શકાતું નથી. (તેમના જ્ઞાનનો વિષય થતું નથી.) કેમકે તે અભાવરૂપ છે. ૨૬૬૮ થી ૨૬૭૨. હવે સામાયિકના પ્રકારનું દ્વાર કહે છે :(३६९) सामाइयंपि तिविहं सम्मत्तं सुयं तहा चरित्तं च । दुविहं चेव चरित्तं अगारमणगारियं चेव ॥२६७३।।७९६।। अज्झयणंपि य तिविहं सुत्ते अत्थे अ तदुभए चेव । सेसेसुवि अज्झयणेसु होइ एसेव निज्जुत्ती ॥२६७४॥ સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક અને ચારિત્ર સામાયિક એમ સામાયિક ત્રણ પ્રકારે છે. તેમાં ચારિત્રસામાયિક દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારે છે. તથા શ્રત સામાયિક પણ સૂત્રથી-અર્થથી અને સૂત્રાર્થથી એમ ત્રણ પ્રકારે છે. (અપી શબ્દથી સમ્યકત્વ સામાયિક પણ ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એમ ત્રણ પ્રકારે છે.) આ સામાયિક-અધ્યયન સિવાય શેષ ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનોમાં પણ (ઉદ્દેશ નિર્દેશાદિ ઉપોદ્ઘાતરૂપ આ જ નિયુક્તિ હોય છે.) ૨૬૭૩ - ૨૬૭૪. હવે ભાષ્યકાર મહારાજ સમ્યકત્વાદિ સામાયિકના ભેદ જણાવે છે. सम्मं निसग्गओऽहिगमओ य दसहा तप्पमेयाओ । कारय-रोयग-दीवगमहवा खड्याइयं तिविहं ॥२६७५।। सुत्त-त्थ-तदुभयाइं बहुहा वा सुत्तमक्खरसुयाइं। खड्याइ तिहा सामाइयाइ वा पंचहा चरणं ॥२६७६॥ दुविह-तिविहाइणाणुब्बयाइ बहुएगदेसचारितं । वीसुं सब्वाइं पुण पज्जयओऽणंतभेयाइं ॥२६७७॥ चउवीसयत्थयाइसु सब्बज्झयणेसु याणुओगम्मि । एस च्चिय निज्जुत्ती उद्देसाइ निरुत्तंता ॥२६७८।। નિસર્ગથી અને અધિગમથી એમ સમ્યકત્વ બે પ્રકારે છે અને તેના ઉત્તરભેદથી દશ પ્રકારે છે, અથવા કારક-રોચક-ને દીપક એમ ત્રણ પ્રકારે, અથવા ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે સમ્યકત્વ સામાયિક છે. સૂત્ર અર્થ અને સૂત્રાર્થ એમ ત્રણ પ્રકારે અથવા અક્ષર શ્રુતાદિ ત્રણ પ્રકારે મૃત સામાયિક છે, અને ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે અથવા સામાયિકાદિ પાંચ પ્રકારે ચારિત્રસામાયિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy