SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦] સામાયિકના શ્રુત સામાયિકાદિ ભેદો. जइ वा दव्वादन्ने गुणादओ नूण सप्पएसत्तं । होज्ज व रुवाइणं विभिन्न देसोवलंभो वि || २६७०|| जड़ पज्जवोवयारो लय- प्पयासपरिणाममेत्तस्स । कीरइ तन्नाम न सो दव्वादत्थंतभूओ || २६७१ ।। दव्वपरिणाममेत्तं पज्जाओ सो य न खरसिंगस्स । तदपज्जवं न नज्जइ जं नाणं नेयविसयंति ॥ २६७२ || જે દ્રવ્ય જે કાળે જે ભાવે પરિણામ પામે છે, તે દ્રવ્ય તે કાળે તે પર્યાયથી અભિન્ન હોવાથી પરિણતિમાત્ર વિશિષ્ટ દ્રવ્ય છે, એમ શ્રી જિનેશ્વર જાણે છે. કુંડલાદિ સુવર્ણથી ભિન્ન નથી, પણ તે દ્રવ્ય જ તે તે આકારને પ્રાપ્ત થવાથી સ્વરૂપથી અભિન્ન એવા તે તે વ્યપદેશને પામે છે, જો ગુણ વગેરે દ્રવ્યથી અન્ય હોય, તો અવશ્ય તેમને સપ્રદેશપણું પ્રાપ્ત થાય, અને રૂપાદિ પણ ભિન્ન દેશમાં જણાય. જો આવિર્ભાવ-તિરોભાવરૂપ પરિણામવાળા દ્રવ્યનો પર્યાયરૂપે ઉપચાર કરાતો હોય, તો તે પ્રમાણે માનવામાં કંઈ દોષ નથી, કેમકે તે પર્યાય દ્રવ્યથી જુદો નથી. દ્રવ્ય પરિણામમાત્ર પર્યાય છે, તેવો પર્યાય ખરશૃંગને નથી, માટે પર્યાયરહિત હોવાથી તે જણાતું નથી, કેમકે જ્ઞાન શેય વિષયવાળું હોય છે. ૨૬૬૮ થી ૨૬૭૨. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઘટ-પટ-ઈન્દ્રધનુષાદિ દ્રવ્ય, જે કાળે શ્વેત-રકતાદિ પર્યાયરૂપે પરિણામ પામે છે, તે વખતે પર્યાયથી અભિન્ન પરિણતિ માત્ર વિશિષ્ટ અવિચલિત સ્વરૂપવાળું તે દ્રવ્ય જ છે - એમ શ્રી જિનેશ્વર ભગવંત જાણે છે. પર્યાયો વસ્તુરૂપ છતાં પણ જો નથી, તો અવિશિષ્ટ સુવર્ણાદિ દ્રવ્યની અંદર કુંડલ વીંટીનૂપુર વગેરે વ્યવહાર કેવી રીતે થઈ શકે ? આવી શંકા કરવામાં આવે, તો તેના ઉત્તરમાં સમજવું કે કુંડલાદિ પર્યાય સુવર્ણથી ભિન્ન નથી, કે જે વડે કુંડલાદિ પર્યાયો સુવર્ણાદિ દ્રવ્યથી જુદા હોઈ શકે; પરંતુ તે સુવર્ણાદિ દ્રવ્ય, કુંડલ-કંકણ આદિ આકારને પામવાથી તે તે આકારરૂપે કહેવાય છે. કારણ કે એ કુંડલ-કંકણાદિ આકાર દ્રવ્યથી ભિન્ન નથી, જો ભિન્ન હોય, તો દ્રવ્યને નિરાકારપણું પ્રાપ્ત થાય. માટે ગુણ-પર્યાયો દ્રવ્યથી જુદા નથી. વળી જો રૂપાદિ ગુણો અને નવા-પુરાણાદિ પર્યાયો દ્રવ્યથી જુદા માનવામાં આવે, તો અવશ્ય તેમને સપ્રદેશપણું પ્રાપ્ત થાય. કારણ કે “ગુણ વગેરે દ્રવ્યના પ્રદેશો છે એ પ્રમાણે રૂઢ છે. તે છતાં જ્યારે ગુણ વગેરેને દ્રવ્યથી જુદા માનવામાં આવે,ત્યારે તે અવયવો પ્રદેશોને બીજું સ્થાન ન રહેવાથી ગુણો જ પોતાના પ્રદેશો થશે. પરંતુ ગુણ વગેરે તો હંમેશાં પરાધીનપણે અન્યના પ્રદેશરૂપે જ રૂઢ છે. કોઇ પણ વસ્તુ પોતે પોતાનો અવયવ થાય છે, એવું ક્યાંય જણાતું નથી, અને ઘટતું પણ નથી. વળી જો ગુણ વગેરે દ્રવ્યથી જાદા હોય તો રૂપ-રસ-ગંધ આદિ ઘટાદિ દ્રવ્યથી ભિન્ન સ્થળે જાણવા જોઇએ. જેમ ઘટથી પટ ભિન્ન સ્થળે જણાય છે, તેમ જે જેનાથી ભિન્ન હોય, તે તેનાથી ભિન્ન સ્થળે જણાવું જોઇએ રૂપાદિ તે પ્રમાણે જણાતા નથી, તેથી તે ઘટથી જુદા નથી. માટે પર્યાય કેવળ દ્રવ્યરૂપ જ છે, જીદા પર્યાય નથી. પરંતુ આવિર્ભાવતિરોભાવરૂપ પરિણામ માત્રને જો પર્યાયરૂપે ઉપચાર કરાતો હોય, તો તે પ્રમાણે માનવામાં કંઇ હરકત નથી કેમકે દ્રવ્યથી જુદો એવો કોઇ વાસ્તવિક પર્યાય જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy