________________
[૩૬૯
ભાષાંતર]. સામાયિકના શ્રુત સામાયિકાદિ ભેદો. (૩૬૮) = = = = મારે રિમ પ૩-વીસસી ઘં ..
तं तह जाणाइ जिणो अपज्जवे जाणणा नत्थि ॥२६६७॥७९५।। બીજા દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે દ્રવ્ય જ (સત્ય વસ્તુ) છે. સામાન્ય અવસ્થાનના અભાવે ખરશંગ જેવા ગુણ તેનાથી જુદા નથી. જુદા જુદા વેશ ધારણ કરનાર નટની જેમ નિત્ય અને બહુ રૂપવાળું કેવળ દ્રવ્ય જ આવિર્ભાવ-તિરોભાવ માત્ર પરિણામવાળું છે. (કારણ કે) જે જે પ્રયોગવિગ્નસા દ્રવ્ય જે જે ભાવે પરિણામ પામે છે, તે તે દ્રવ્યને તે તે રૂપે પરિણામ પામતું શ્રી જિનેશ્વર જાણે છે, કેમકે પર્યાયરહિત વસ્તુમાં પરિજ્ઞા નથી. ૨૬૬૫ થી ૨૬૬૭.
બીજા દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સુવર્ણ-રજતાદિ સર્વ દ્રવ્ય જ છે, શ્વેતરક્તાદિ ગુણો ખરશંગની જેમ સામાન્યરૂપે અવસ્થિત ન હોવાથી દ્રવ્યથી જુદા નથી. કુંડલાદિરૂપે આવિર્ભાવ અને મુદ્રિકાદિરૂપે તિરોભાવ પામવાના સ્વભાવવાળું સુવર્ણાદિ કેવળ દ્રવ્ય જ છે. ઉદાહરણ તરીકે જેમ કોઈ નટ રામ-રાવણાદિના અનેક વેષ ધારણ કરવા છતાં પણ સર્વ અવસ્થાઓમાં પોતાના મૂળરૂપ દેવદત્તાદિ સ્વભાવને તજી દેતો નથી; તેમ દ્રવ્ય પણ નિત્ય-અવિચલિત સ્વભાવવાળું હોવાથી કંકણ-બાજુબંધ-કુંડળ-મુદ્રિકા વગેરે અનેક પ્રકારના પરિણામને પામવા છતાં પણ પોતાના સુવર્ણ-રૂપતાદિ દ્રવ્ય સ્વભાવને તજી દેતું નથી. માટે તેથી વ્યતિરિક્ત ગુણો કોઈ છે જ નહિ.
નિર્યુક્તિકાર પણ આ જ હકીકત બીજી રીતે કહે છે. ચેતનવાળાનો વ્યાપાર અથવા પ્રયત્ન તે પ્રયોગ કહેવાય, અને સ્વભાવ તે વિન્નસા કહેવાય. આ પ્રયોગવિગ્નસા વડે ઉત્પન્ન થયેલું દ્રવ્ય તે પ્રયોગ-વિસસાદ્રવ્ય કહેવાય છે. તેમાં ઘટ-પટાદિ દ્રવ્ય પ્રયોગ-નિષ્પન્ન છે, અને ઈન્દ્રધનુષાદિ વિસ્રસાદ્રવ્ય જે જે શ્વેત-રક્ત-શ્યામ-પીત આદિ પર્યાયરૂપે પરિણામ પામે, તે તે દ્રવ્ય, તે તે રૂપે પરિણામ પામતું કેવળ દ્રવ્ય જ છે પણ ભિન્ન એવા કોઈ પર્યાયો નથી, તેની વિદ્યમાનતા તો માત્ર ઉભેલાથી જ છે એમ કરુણાનિધિ શ્રીમાનું જિનેશ્વરદેવ ફરમાવે છે. ઉદાહરણ તરીકે જેમ સપદિ દ્રવ્ય ઉત્પણ-વિફણ-કુંડલિતા આકારવાળું થવા છતાં તે ઉત્કૃણાદિ આકારરૂપ પર્યાય સર્પરૂપ પર્યાયથી વ્યતિરિક્ત નથી જણાતા, પણ તેથી સર્વ અવસ્થામાં માત્ર સપરિરૂપ દ્રવ્ય જ જણાય છે. માટે પર્યાયો તેથી ભિન્ન નથી. શિષ્ય - જો પર્યાયો ન હોય, તો એમ કેમ કહી શકાય કે “જે જે ભાવે પરિણામ પામે છે ?”
આચાર્યઃ- પર્યાયરહિત વસ્તુમાં કેવળી વગેરેની પરિજ્ઞા નથી. એ વાત જણાવવા માટે એમ કહેવાય છે. બાકી પર્યાયોની વિદ્યમાનતા તો માત્ર ઉભેલાથી જ છે, વાસ્તવિક રીતે દ્રવ્યથી વ્યતિરિક્ત કોઈ પણ પર્યાય નથી. કેવળ દ્રવ્ય જ પરમાર્થથી વિદ્યમાન છે. ૨૬૬૫ થી ૨૬૬૭. હવે એ જ વાત વધારે સ્પષ્ટ કરવાને ભાષ્યકાર મહારાજ કહે છે.
जं जाहे जं भावं परिणमइ तयं तया तओणन्नं । परिणइमेत्तविसिष्टुं दव्वं चिय जाणइ जिणिंदो ॥२६६८।। न सुवण्णादन्नं कुंडलाइ तं चेय तं तमागारं । पत्तं तब्वएसं लभइ सरूवादभिन्नं ति ॥२६६९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org