SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨] નીસર્ગ આદિ સમ્યક્ત્વના ભેદો. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તથા દ્વિવિધ ત્રિવિધાદિ વડે અણુવ્રતાદિ સંબંધી દેશવિરતિ ચારિત્ર બહુ ભેદે છે અને પૃથક્ પૃથક્ એ સમ્યક્ત્વાદિ પર્યાયથી અનન્ત ભેદવાળા છે તથા ચતુર્વિશતિસ્તવાદિ સર્વ અધ્યયનોના અનુયોગમાં પણ ઉદ્દેશાદિથી આરંભીને નિરૂક્તિ પર્યન્ત જે કહી તે જ નિર્યુક્તિ જાણવાની છે. ૨૬૭૫ થી ૨૬૭૮. નિસર્ગથી અને અધિગમથી એમ બે પ્રકારે સમ્યક્ત્વ થાય છે, તેમાં નારકી વગેરેને જે સ્વભાવથી જ કોઇના ઉપદેશ વિના સમ્યક્ત્વ થાય છે, તે નિસર્ગ સમ્યક્ત્વ; અને તીર્થંકરાદિકની સમીપે ધર્મશ્રવણથી સ્કંદકમુનિ વિગેરેની જેમ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ થાય તે અધિગમ સમ્યક્ત્વ; આ બન્ને પ્રકારના સમ્યના ઉત્તરભેદ વિચારતાં દશ ભેદ થાય છે, તેમાં ઔપમિક-સાસ્વાદનક્ષાયોપમિક-વેદક અને ક્ષાયિક-એ પાંચ પ્રકારે નિસર્ગ સમ્યક્ત્વ, અને એવા જ બીજા પાંચ પ્રકારે અધિગમ સમ્યક્ત્વ છે. બંને મળીને દશ પ્રકાર. તથા કારક-રોચક-ને દીપક, અથવા ક્ષાયિકક્ષાયોપશમિક-ને ઔપશમિકના ભેદે ત્રણ પ્રકારે પણ સમ્યક્ત્વ થાય છે. અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શનમોહનીયની ત્રણ, એ સાત પ્રકૃતિનો સર્વથા નાશ થવાથી જે તત્ત્વશ્રદ્ધાન થાય, તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય. એ સાત પ્રકૃતિમાંથી જે ઉદય પામેલી હોય તેનો ક્ષય, અને અનુદિત પ્રકૃતિનો ઉપશમ થવાથી સમ્યક્ત્વ મોહનીયના રસોદયવંતને જે તત્ત્વશ્રદ્ધાન થાય, તે ક્ષાયોપશમ સમ્યક્ત્વ છે. અને એ સાતે પ્રકૃતિ સત્તામાં છતાં સર્વથા ઉપશાંત હોય, તેથી જે તત્ત્વશ્રદ્ધાન ઉત્પન્ન થાય, તે ઔપમિક સમ્યક્ત્વ છે. જે સમ્યક્ત્વ થવાથી જીવ સંદ્નુષ્ઠાનની શ્રદ્ધા કરે અને તે પ્રમાણે સારી રીતે આચરે. મતલબ કે તે સદનુષ્ઠાન કરાવે માટે તે કારક સમ્યક્ત્વ કહેવાય છે, આ સમ્યક્ત્વ સાધુ વગેરેને હોય છે જે સમ્યક્ત્વથી શ્રેણિકાદિકની જેમ સદનુષ્ઠાનમાં રૂચિ થાય, પણ તે પ્રમાણે આચરણ ન થાય, તે રોચક-સમ્યક્ત્વ કહેવાય. અંગારમકાચાર્યની તેમ સ્વયં તત્ત્વશ્રદ્ધાનરહિત મિથ્યાર્દષ્ટિ હોય છતાં બીજાને ધર્મોપદેશાદિ વડે તત્ત્વશ્રદ્ધાન ઉત્પન્ન કરે, તેને દીપક સમ્યક્ત્વ કહેવાય છે. સૂત્ર-અર્થ-અને સૂત્રાર્થ, એમ ત્રણ પ્રકારે શ્રુત સામાયિક છે. અથવા અક્ષરશ્રુત અનેક્ષર શ્રુતાદિના ભેદે બહુ પ્રકારે પણ શ્રુતસામાયિક છે. આ અક્ષરશ્રુતાદિનો વિચાર આગળ શ્રુતજ્ઞાનના અધિકારમાં બહુ વિસ્તારથી કહેલો છે. તેથી તે સંબંધી અહીં કંઈપણ નથી કહેતા. ક્ષાયિક-ક્ષાયોપશમિક અને ઔપમિક એમ ત્રણ પ્રકારે ચારિત્રસામાયિક છે. અથવા સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્ર એમ પાંચ પ્રકારે પણ ચારિત્ર સામાયિક છે. તથા દ્વિવિધ-ત્રિવિધાદિ ભંગજાળ વડે પ્રતિપાદિત અણુવ્રતાદિ સંબંધી દેશવિરતિ સામાયિકચારિત્ર અનેક પ્રકારે છે. ઉપરોક્ત સર્વ સામાયિકના જુદા જુદા ભેદો વિચારતાં, બધા સમુદિત ભેદો પર્યાયની અપેક્ષાએ અનંત છે, કેમકે સંયમ શ્રેણિમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો છે, તે દરેક અધ્યવસાય સ્થાનો અનંતા પર્યાયવાળા છે. એ પ્રમાણે શેષ ચતુર્વિંશતિસ્તવાદિ અધ્યયનોમાં અને ચ શબ્દથી બીજા શસ્ર પરિજ્ઞાદિ અધ્યયનોમાં પણ અનુયોગ કરતાં (વ્યાખ્યાન કરતાં) આ જ પ્રમાણે પ્રથમ ઉપદેશાદિકથી આરંભીને નિરૂક્તિ પર્યંતનાં દ્વારો રૂપ ઉપોદ્ઘાત નિર્યુક્તિ જાણવી. ૨૬૭૫ થી ૨૬૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy