SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જીવરૂપ વ્યુત્પત્તિવાળા શુદ્ધપદનો પ્રતિષેધ કરવાવાળો અજીવ છે તેથી તે તેનો પ્રતિપક્ષવાનું છે. કેમકે જ્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધપદનો નિષેધ હોય છે, ત્યાં તેનો પ્રતિપક્ષ હોય છે. જેમ અઘટ તે ઘટરૂપ પ્રતિપક્ષવાનું છે. કેમકે અઘટ એમ કહેવામાં વ્યુત્પત્તિવાળા શુદ્ધપદનો નિષેધ કર્યો છે, તેથી તેના પ્રતિપક્ષી ઘટનો સદ્ભાવ અવશ્ય હોવો જોઇએ. અને જે પ્રતિપક્ષવાનું નથી, ત્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધપદનો નિષેધ પણ નથી. જેમકે અખરવિષાણ-ડિલ્થ ઇત્યાદિ, અહીં અખરવિષાણ એટલે ખરવિષાણરૂપ સમાસવાળા અશુદ્ધપદનો નિષેધ કર્યો છે, તેથી ખર-ગધેડાનું શીંગડું તે ખરવિષાણ એવી વ્યુત્પત્તિ છતાં પણ ગધેડાનું શીંગડું એવો તેનો પ્રતિપક્ષી કોઈ પદાર્થ નથી. “અડિÖ.” એમાં ડિત્ય પદ વ્યુત્પત્તિ વિનાનું છે, એટલે સમાસ રહિત છે, તોપણ ડિત્થરૂપ કોઈ વ્યુત્પત્તિવાળો શુદ્ધ પદાર્થ તેનો પ્રતિપક્ષી હોવો જ જોઈએ-એમ નથી. આ જ પ્રમાણે “અહીં ઘટ નથી” એવો શબ્દ પ્રયોગ અન્ય ઘટના સભાવ વિના થતો નથી. કેમકે જેનો નિષેધ કરાય છે, તે પદાર્થ ઘટની જેમ અન્ય સ્થળે હોય છે જ. તે પ્રમાણે અહીં પણ “આત્મા નથી” એવો આત્માનો નિષેધ કરનાર શબ્દ કોઈપણ સ્થાને આત્માના સભાવ વિના થઈ શકે નહિ. કેમકે જે સર્વથા હોયજ નહિ, તેનો ગધેડાના શીંગડા ને પાંચભૂત સિવાય છઠ્ઠા ભૂતની પેઠે નિષેધ હોતો નથી. આટલા ઉપરથી જે તું આત્માનો નિષેધ કરે છે, તેથી એ નિષેધ જ આત્માનો સદ્દભાવ સિદ્ધ કરે છે માટે આત્મા છે એમ અંગીકાર કર. ૧૫૭૩. ગૌતમ - ગધેડાના શીંગડા જેવા અવિદ્યમાન પદાર્થનો પણ નિષેધ તો જણાય છે, તો તમે કહેલો નિષેધનો હેતુ અનેકાન્સિક દોષ યુક્ત છે ? ભગવત્ત :- તે દોષવાળો નથી, કેમકે असओ नत्थि निसेहो संजोगाइपडिसेहओ सिद्धं । संजोगाइचउक्कंपि सिद्धमत्थंतरे निययं ।।१५७४।। અવિદ્યમાન પદાર્થનો નિષેધ સંભવતો જ નથી, (કેમકે) સંયોગાદિના પ્રતિષેધથી તે સિદ્ધ થાય છે, સંયોગાદિ ચાર પણ અર્થાન્તરમાં અવશ્ય સિદ્ધ હોય છે. ૧૫૭૪. જે કોઈ પદાર્થનો નિષેધ કરાય છે, તે પદાર્થ અન્ય સ્થળે તો વિદ્યમાન હોય છે જ, પરંતુ તેના અમુક સ્થળે સંયોગ-સમવાય-સામાન્ય કે વિશેષ, એ ચારનો નિષેધ કરાય છે, સર્વથા તેનો અભાવ નથી કહેવાતો. જેમ કે “દેવદત્ત ઘરમાં નથી” આ વચનમાં ઘર અને દેવદત્ત વિદ્યમાન છે, તેના સંયોગ માત્રનો નિષેધ કરાય છે, સર્વથા એમનો અભાવ નથી કહ્યો. “ગધેડાનાં શીંગડાં નથી.” આ વાક્યમાં ગધેડો અને શીંગડાં વિદ્યમાન છે, માત્ર તે બેનો સમવાય નિષેધ્યો છે. “બીજો ચન્દ્ર નથી.” આમાં એક ચંદ્ર વિદ્યમાન છે, પણ બીજો નથી, એટલે ચંદ્રના સામાન્યનો નિષેધ ર્યો છે, સર્વથા ચન્દ્રનો અભાવ નથી કહ્યો. “ઘટ જેવડાં મોતી નથી.” અહીં મોતીઓના ઘટપ્રમાણતારૂપ વિશેષનો નિષેધ કર્યો છે, પણ સર્વથા મોતીનો અભાવ નથી કહ્યો. આ જ પ્રમાણે “આત્મા નથી.” એ વચનથી વિદ્યમાન આત્માનો કોઈ સ્થળે કોઈની સાથે સંયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy