SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬] દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની માન્યતા जई भिन्नोभयगाही पज्जायनओ तदेगपक्खम्मि | अविरुद्धं चेव तयं किमओ दव्वत्थियनएण ? ।। २६५७॥ तम्हा किं सामइयं हवेज्ज दव्वं गुणो त्ति चिंतेयं । दव्वठ्ठियस्स दव्वं गुणो तयं पज्जवनयस्स ॥२६५८।। વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ इहरा जीवाणन्नं दव्वनयस्सेयरस्स भिन्नं ति । उभयनओभयगाहे घडेज्ज नेक्केक्कगाहम्मि ।। २६५९ ।। દ્રવ્ય-પર્યાયની એકતામાં “દ્રવ્ય-ગુણ” એ માત્ર પર્યાય વચન થાય, અને તેથી તે સામાયિક દ્રવ્ય અથવા ગુણરૂપ છે, એમ દ્રવ્યાર્થિક નયની માન્યતા થાય. તથા જો (અત્યન્ત) ભિન્ન દ્રવ્યપર્યાય ઉભયગ્રાહી પર્યાયનય છે, તો તેના એક પક્ષમાં તે સામાયિક અવિરૂદ્ધ દ્રવ્યરૂપ જ છે. તો પછી દ્રવ્યાર્થિકનય માનવા વડે શું ? અને તેથી સામાયિક દ્રવ્યરૂપ છે, કે ગુણરૂપ છે, એવી ચિન્તા કરવાનું શું પ્રયોજન છે ? દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે સામાયિક દ્રવ્યરૂપ છે અને પર્યાયાર્થિકનયના અભિપ્રાયે ગુણરૂપ છે. અન્યથા દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે સામાયિક જીવથી અભિન્ન અને પર્યાયાર્થિક નયના અભિપ્રાયે ભિન્ન એમ ઉભય નયની ઉભય માન્યતામાં સર્વ ઘટે છે, પણ એકેકની માન્યતામાં નથી ઘટતું. ૨૬૫૬ થી ૨૬૫૯. Jain Education International દ્રવ્ય પર્યાયની એકતામાં દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણ' એ બન્ને શબ્દ ઇન્દ્ર અને પુરન્દરાદિ શબ્દોની જેમ એકાર્થવાચી થવાથી પર્યાયવચનરૂપ જ થાય, અને તેથી સામાયિક દ્રવ્યરૂપ અથવા ગુણરૂપ છે, એમ દ્રવ્યનયની માન્યતા ગણાય, પણ સામાયિક દ્રવ્યરૂપ જ છે, એવી માન્યતા ન થાય; પરન્તુ એમ નથી કેમકે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સામાયિક દ્રવ્યરૂપે જ પ્રસિદ્ધ છે, તથા દ્રવ્ય પર્યાયને પરસ્પર અત્યંત ભિન્નરૂપે ગ્રહણ કરનાર પર્યાયનય છે, એમ જો માનવામાં આવે, તો તેના એક પક્ષમાં (દ્રવ્ય પક્ષમાં) સામાયિક દ્રવ્યરૂપ જ છે એમ કંઇપણ વિરોધ સિવાય માની શકાય એમ છે, આ રીતે પર્યાયનયથી ચાલી શકે એમ હોવાથી દ્રવ્યનયનો ઉપન્યાસ કરવાનું પ્રયોજન કાંઇ જ નથી. આ સ્થળે સામાયિક દ્રવ્યરૂપ છે કે ગુણરૂપ ? એવો વિચાર કરવાનું પ્રસ્તુત છે, તેમાં દ્રવ્યાર્થિકના અભિપ્રાયે સામાયિક દ્રવ્યરૂપ છે અને પર્યાયાર્થિકનયના અભિપ્રાયે ગુણરૂપ છે, અન્યથા તો દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે સામાયિક જીવથી અભિન્ન છે, અને પર્યાયાર્થિકનયના અભિપ્રાયે જીવથી ભિન્ન છે, એ પ્રમાણે એકેક નયની માન્યતા માનવાથી પૂર્વે ૨૬૫૪મી ગાથામાં કહેલી યુક્તિઓ વડે કંઇ પણ ઘટતું નથી, પરંતુ હમણાં ઉપર કહ્યા મુજબ જો દ્રવ્યનય સામાયિકને દ્રવ્યરૂપ અને પર્યાયનય પર્યાયરૂપ અથવા ગુણરૂપ માને છે, એમ સમુદિત ઉભયનયની ઉભય પ્રકારની માન્યતા છે, એમ કહેવામાં આવે તો કંઇ દોષ નથી, પરંતુ એકેક નયની ઉભય પ્રકારની માન્યતામાં તો પૂર્વે કહેલા દોષ આવે છે. ૨૬૫૬ થી ૨૬૫૯. હવે “સો ચેવ પજ્ઞટ્ટિયસ્સ નયસ' (૨૬૪૩) ઇત્યાદિ ઉત્તરાર્ધનું વ્યાખ્યાન ભાષ્યકાર મહારાજ કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy