SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ]. દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયમાં બીજાઓના મત. [૩૬૫ [૩૬૫ जीवस्स य सामइयं पज्जाओ तेण तं तओ भिन्नं । इच्छइ पज्जायनओ वक्खाणमिणं जहत्थं ति ॥२६५३।। जइ पज्जायनउ च्चिय संमन्नइ दोवि दब-पज्जाए। दबढिओ किमत्थं जड़ व मई दोऽवि जमभिन्ने ॥२६५४।। इच्छइ सो तेणोभयमुभयग्गाहेऽवि सइ पिहब्भूयं । मिच्छत्तमिहेगंतादेगत्तन्नत्तगाहाओ ॥२६५५॥ ઉપરનું વ્યાખ્યાન અયોગ્ય છે, કેમકે પર્યાય નય પણ દ્રવ્યને ઇચ્છે છે. પરંતુ તે દ્રવ્ય-પર્યાય બંનેને પરસ્પર અત્યંત ભિન્ન માને છે. પર્યાયો ઉત્પાદાદિ સ્વભાવવાળા છે અને જે દ્રવ્ય છે તે શાશ્વત સ્વભાવવાળું છે. પર્યાયો દ્રવ્યથી ઉત્પન્ન થાય, પણ દ્રવ્ય પર્યાયોથી ઉત્પન્ન નથી થતું, તેથી તે બન્ને પરસ્પર) ભિન્ન છે. આ કારણથી સામાયિક તે જીવનો પર્યાય છે. અને તે તેનાથી ભિન્ન છે. આ વ્યાખ્યાન બરાબર છે, અને તે પર્યાયનય માને છે. (એ પ્રમાણે) જો પર્યાયનય દ્રવ્યપર્યાય બન્નેને માને છે, તો પછી દ્રવ્યાર્થિકનય શા માટે માનવો જોઈએ? ઉત્તર - દ્રવ્ય - પર્યાય એ બન્ને અભિન્ન છે, તેથી તે માનવો જોઈએ, વળી તે ઉભય માનવા છતાં બન્ને પૃથગૃભૂત છે, અને એકાંતે એકત્વ અને અન્યત્વ ગ્રહણ કરવાથી મિથ્યાત્વ થાય છે. ૨૬૫૧ થી ૨૬૫૫. કેટલાક અબહુજ્ઞ પર્યાયનય અને દ્રવ્યનયની વ્યાખ્યા કરતાં કહે છે કે જેઓ પર્યાયનયના મતે દ્રવ્યનો સર્વથા અભાવ કહે છે, તે અયોગ્ય છે. કારણ કે પર્યાયનય પણ દ્રવ્યને ઈચ્છે છે; પરંતુ તે નય દ્રવ્ય-પર્યાય બન્નેને અત્યંત ભિન્ન માને છે. કેમકે પર્યાયો ઉત્પાદવ્યયસ્વભાવવાળા છે અને દ્રવ્ય શાશ્વત છે. વળી તે ગુણો દ્રવ્યથી આત્મસ્વરૂપ પામે છે, પણ દ્રવ્ય ગુણોથી આત્મસ્વરૂપ નથી પામતું. એ પ્રમાણે દ્રવ્ય-પર્યાય બન્ને ભિન્ન સ્વભાવવાળા હોવાથી પરસ્પર અત્યંત ભિન્ન છે, આ કારણથી શાશ્વત જીવ દ્રવ્યના પર્યાયભૂત સામાયિક પણ જીવથી અત્યંત ભિન્ન છે. એમ પર્યાયનય માને છે. ઉપર મુજબ વ્યાખ્યા કરનારાઓની માન્યતા અયોગ્ય છે. કારણ કે જો પર્યાયનય દ્રવ્ય તથા પર્યાય બન્નેને માને છે, તો પછી દ્રવ્યાર્થિકનયની કલ્પના શા માટે કરવી જોઇએ ? પર્યાયનયની માન્યતાનુસાર દ્રવ્યની પણ સિદ્ધિ થઈ જશે. દ્રવ્યાર્થિકનય દ્રવ્ય-પર્યાય બન્નેને પરસ્પર અભિન્ન માને છે, એટલે કે દ્રવ્યથી પર્યાયને અવ્યતિરિક્ત માને છે. આ તફાવત જણાવવા માટે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિક નયથી જુદો માનેલ છે, અને પર્યાયાર્થિકનય દ્રવ્ય-પર્યાય એ બન્નેને પરસ્પર ભિન્ન જ માને છે, આથી તે દ્રવ્યાર્થિકથી ભિન્ન છે. એ રીતે દ્રવ્યાર્થિકનય દ્રવ્ય-પર્યાય ઉભયને અભિન્ન માને છે અને પર્યાયન ઉભયને અત્યન્ન ભિન્ન માને છે. એ પ્રમાણે માન્યતામાં ભેદ હોવાથી બન્ને નય મિથ્યાષ્ટિ છે. કેમકે એક નય, બન્નેને અભિન્ન માને છે અને બીજો બન્નેને અત્યન્ત ભિન્ન માને છે. ૨૬૫૧ થી ૨૬૫૫. एगत्ते नणु दव्वं गुणो त्ति पज्जायवयणमित्तमियं । तम्हा तं दव्वं वा गुणो व दबठ्ठियग्गाहो ॥२६५६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy