SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪] દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયમાં બીજાઓના મત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પર્યાય જ સામાયિક છે. કારણ કે પૂર્વાપર ભાવથી નિરંતર પ્રવર્તતા પર્યાયોમાં ભ્રાંતિથી જ દ્રવ્યનો ઉપચાર કરાય છે, ખરી રીતે તો પર્યાયથી ભિન્ન ખરવિષાણ જેવું કોઈ દ્રવ્ય જ નથી, અથવા પર્યાયથી ભિન્ન દ્રવ્ય જણાતું નથી અને વ્યવહારમાં ઉપયોગમાં પણ આવતું નથી, તેથી ખરવિષાણ જેવું દ્રવ્ય નથી. અથવા જેમ રૂપ-રસ-ગંધ-સ્પર્ધાદિથી ભિન્ન એવો ઘટ ગધેડાના શીંગડાંની જેમ કોઇપણ પ્રમાણથી જણાતો નથી, તેમ જ્ઞાનાદિગુણ-પર્યાયથી વ્યતિરિક્ત એવો જીવ પણ જણાતો નથી. માટે પર્યાય જ સત્ય વસ્તુ છે, અને તે પર્યાય અથવા ગુણ સામાયિક છે પણ દ્રવ્ય નથી. ૨૬૪૩ થી ૨૬૪૭. હવે પર્યાયાર્થિક નયનું કંઈક વિશેષ સ્વરૂપ કહે છે :(३६७) उप्पज्जति वियंति य परिणमंति य गुणा न दव्वाइं । दव्वप्पभवा य गुणा न गुणप्पभवाइं दव्वाइं ॥२६४८॥७९४॥ उप्पाय-विगमपरिणामओ गुणा पत्तनीलयाइ ब्व । संति न उ दबमिटुं तबिरहाओ खपुष्पं व ॥२६४९॥ ते जप्पभवा जं वा तप्पभवं होज्ज होज्ज तो दव्वं । न य तं ते चेव जओ परोप्परपच्चयप्पभवा ॥२६५०॥ ગુણો જ ઉત્પાદ-વ્યયરૂપે પરિણમે છે, પણ દ્રવ્યો નહિ; વળી દ્રવ્યોથી ગુણો ઉત્પન્ન થતા નથી, અને ગુણોથી દ્રવ્યો ઉત્પન્ન થતા નથી. પત્રના નીલત્વાદિ ગુણોની જેમ ઉત્પાદત્રયના પરિણામથી ગુણો જ વસ્તુરૂપે છે; પરંતુ ઉત્પાદ-વ્યયના પરિણામના અભાવથી આકાશપુષ્પની જેમ દ્રવ્ય (વસ્તુ) નથી. જો ગુણો દ્રવ્યથી ઉત્પન્ન થતા હોય, અથવા ગુણોથી દ્રવ્ય ઉત્પન્ન થતું હોય, તો દ્રવ્ય પારમાર્થિક વસ્તુ થાય, પરંતુ તેમ નથી, કારણ કે ગુણો જ પરસ્પર પ્રત્યયજન્ય છે. ૨૬૪૮ થી ૨૬પ૦. ઉત્પાદ-વ્યય પરિણામવાળા પત્રના-રક્તાદિ ગુણોની જેમ ગુણો જ ઉત્પાદ-વ્યયરૂપે પરિણામ પામે છે; પણ આકાશપુષ્પની જેમ તેવા પરિણામરહિત દ્રવ્ય પરિણામ નથી પામતું. કારણ કે જો દ્રવ્યથી ગુણો અથવા ગુણોથી દ્રવ્ય ઉત્પન્ન થતું હોય, તો ગુણોથી વ્યતિરિક્ત દ્રવ્ય પારમાર્થિક વસ્તુ છે, એમ માની શકાય. પરંતુ એ પ્રમાણે ગુણોના કારણભૂત અથવા કાર્યભૂત ગુણથી ભિન્ન દ્રવ્ય સત્ય વસ્તુ નથી, વસ્તુતઃ પરસ્પર ઉત્પાદવડે ઉત્પન્ન થયેલા નીલ-રકત આદિ ગુણો જ પૂર્વાપરભાવથી નિરંતર પ્રવર્તતા જણાય છે, તેથી અતિરિક્ત દ્રવ્ય કંઈ જણાતું નથી. માટે ગુણોપર્યાયો જ સત્ય વસ્તુ છે, દ્રવ્ય નથી. તેથી ગુણ જ સામાયિક છે. આ પ્રમાણે પર્યાયાર્થિકનયનું માનવું છે. ૨૬૪૮ થી ૨૬૫૦. બીજા વ્યાખ્યાતાઓના અભિપ્રાયે દ્રવ્ય અને પર્યાય નયનો ભેદ જણાવે છે : आहावक्खाणमियं इच्छइ दवमिह पज्जवनओऽवि । किंतच्चंतविभिन्ने मन्नइ सो दव्व-पज्जाए ॥२६५१॥ उप्पायाइसहावा पज्जाया जं च सासयं दव्वं । ते तप्पभवा न तयं तप्पभवं तेण ते भिन्ना ॥२६५२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy