SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] પર્યાયાર્થિક નયનું સ્વરૂપ. (३६६) जीवो गुणपडिवन्नो नयस्स दव्वट्ठियस्स सामइयं । [૩૬૩ સો ચેવ પજ્ઞટ્ટિયનયસ ઝીવસ સ ગુપ્તે ર૬૪રૂરથી इच्छइ जं दव्वनओ दव्वं तच्चमुवयारओ य गुणे । सामइयगुणविसिट्टो तो जीवो तस्स सामइयं ॥२६४४॥ पज्जाओ च्चिय वत्युं तच्चं दव्वंति तदुवयाराओ । पज्जवनयस्स जम्हा सामइयं तेण पज्जाओ || २६४५ ।। पज्जायनयमयमिणं पज्जायत्यंतरं कओ दव्वं । વહંમ-વવદારામાવાને અવિસાળું વૅ ? ર૬૪૬॥ जह रुवाइ विसिद्धो न घडो सव्वप्यमाणविरहाओ । तह नाणाइविसिट्टो को जीवो नामऽणक्खेओ દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયે ગુણાશ્રિત જીવદ્રવ્ય જ સામાયિક છે અને પર્યાયાર્થિક નયના મતે તે જીવનો ગુણ જ સામાયિક છે દ્રવ્યનય દ્રવ્યને જ સત્યરૂપે ઇચ્છે છે, ગુણોને તો ઉપચારથી માને છે, તેથી સામાયિક ગુણવિશિષ્ટ જીવદ્રવ્ય જ દ્રવ્યનયના મતે સામાયિક છે. પર્યાયનયના મતે પર્યાય જ સત્ય વસ્તુ છે દ્રવ્ય તો ઉપચારથી છે, તે માટે તે નયના મતે પર્યાય જ સામાયિક છે. પર્યાયનો મત એવો છે, કે ગઘેડાના શીંગડાની જેમ ઉપલબ્ધિ અને વ્યવહારના અભાવે પર્યાયથી ભિન્ન દ્રવ્ય જ નથી. જેમ રૂપાદિથી ભિન્ન ઘટ કોઇપણ પ્રમાણથી નથી, તેમ જ્ઞાનાદિથી ભિન્ન એવો જીવ પણ નથી. ૨૬૪૩ થી ૨૬૪૭. ર૬૪ ॥ દ્રવ્યાર્થિક નયના મતે ગુણાશ્રિત આત્મદ્રવ્ય જ સામાયિક છે. કારણ કે ગુણો તો ઔપચારિક છે, અને દ્રવ્યથી ભિન્ન જણાતા નથી, તેથી તે અસત્ છે. માટે ગૌણભૂત ગુણગ્રામવાળો જીવ જ મુખ્ય વૃત્તિએ સામાયિક છે, પણ પર્યાયો નથી, એમ દ્રવ્યનયનું માનવું છે. જો રૂપાદિ ગુણો ન જ હોય, તો લોકને દ્રવ્યની અંદર તેની પ્રતીતિ ક્યાંથી થાય છે ? એવી શંકા થાય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે જેમ ચિત્રની અંદર ઉંચા-નીચા ભાગની પ્રતીતિ તો થાય છે, પણ તે ભ્રાન્તિરૂપ છે, તેમ દ્રવ્યમાં પણ જે ગુણની પ્રતીતિ થાય છે, તે ભ્રાન્તિ સ્વરૂપ જ છે. પર્યાયનયના મતે સામાયિકાદિ ગુણ જ પરમાર્થથી સામાયિક છે, પણ જીવ દ્રવ્ય સામાયિક નથી, કારણ કે તે જીવનો ગુણ છે, અહીં જીવગુણ શબ્દમાં ઉત્તરપદ પ્રધાન તત્પુરૂષ સમાસ છે. જેમ તેલની ધારા તે તેલધારા, એમાં ધારાથી ભિન્ન તેલ નથી, તેવી જ રીતે જ્ઞાનાદિ ગુણથી ભિન્ન જીવ દ્રવ્ય નથી માટે આ નયના મતે ગુણપર્યાય જ સામાયિક છે, પણ દ્રવ્ય સામાયિક નથી. ઉપરોક્ત હકીકત વધારે સ્પષ્ટ કરવાને ભાષ્યકાર મહારાજ એ જ વાત કાંઇક વિસ્તારથી કહે છે. દ્રવ્યનય દ્રવ્યને જ સત્ય માને છે, ગુણોને તો ઉપચારથી માને છે, સત્યપણે નથી માનતો. તેથી ગૌણીભૂત સામાયિકાદિ ગુણવાળો જીવદ્રવ્ય જ મુખ્યપણે જ સામાયિક છે, એમ દ્રવ્યનયનું મંતવ્ય છે. Jain Education International પર્યાયનયના મતે પર્યાય જ ઉપચારરહિત સત્ય વસ્તુ છે, દ્રવ્યનો વ્યવહાર તો પૂર્વાપર પર્યાયોમાં માત્ર ઉપચારથી કરાય છે, વસ્તુતઃ દ્રવ્ય નથી. આ કારણથી આ નયના મતે મુખ્યપણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy