SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨] પર્યાયાર્થિક નયનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ યોગ્ય અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યમાં અદત્તાદાનની વિરતિરૂપ છે. ચોથુ મહાવ્રત રૂપ અથવા રૂપના સહચારી સ્ત્રી સંબંધી અબ્રહ્મચર્યની વિરતિરૂપ છે અને છઠું વ્રત રાત્રિ ભોજનની વિરતિ સ્વરૂપ છે. આ પ્રમાણે આ ત્રણ મહાવ્રતો દ્રવ્યના એક દેશના વિષયરૂપ છે. નિર્યુક્તિકારે ઉપરોક્ત કહેલી વાતને વધારે સ્પષ્ટ કરવાને ભાષ્યકાર મહારાજ તેનું સ્પષ્ટીકરણ કરે છે. ત્ર-સ્થાવર-સૂક્ષ્મ-બાદર વગેરે સર્વ જીવોનું પાલન કરવારૂપ પહેલું પ્રાણાતિપાત વિરમણ નામનું મહાવ્રત છે, તેથી પહેલા વ્રતમાં સર્વ જીવોને વિષયપણે ગ્રહણ કરેલા છે. મિથ્યા-અમૃતમૃષા-ઇત્યાદિ અસત્યના પર્યાયો છે અને મૂચ્છ-ગૃદ્ધિ વગેરે પરિગ્રહના પર્યાયો છે, તથા ઉપરમનિયમ-વિરમણ વગેરે વિરતિના પર્યાયો છે. તેથી મિથ્યાઉપરમ એટલે મૃષાવાદવિરમણ, અને મૂચ્છનોઉપરમ એટલે પરિગ્રહવિરમણ આ બન્ને મહાવ્રતના વિષય સર્વ દ્રવ્યો છે. કારણ શૂન્યવાદમાં સર્વ દ્રવ્યનો અપલાપ કરવાવડે અથવા વિપરીત પ્રરૂપણા કરવાવડે સર્વ દ્રવ્યો મૃષાવાદનો વિષય થાય છે, અને બીજુ મહાવ્રત તો તેની નિવૃત્તિરૂપ છે, તેથી સર્વ દ્રવ્યો બીજા મહાવ્રતના વિષયરૂપ છે, હું “ત્રિભુવનનો સ્વામી છું, વિશ્વમાં વિદ્યમાન સર્વ કંઈ મારું છે' આવા પ્રકારની મૂર્છાથી નિવૃત્ત થવારૂપ પાંચમું મહાવ્રત છે, તેથી સર્વ દ્રવ્યો તેના પણ વિષય છે. તિર્યંચ-મનુષ્ય અને દેવની સ્ત્રી તથા નપુંસકાદિ રૂપવાળા મૂર્તિ પદાર્થો તેમ જ સ્તન-નયન-જઘન આદિ રૂપના સહગત અથવા સચેતનાચેતન કે સાભરણ-અનાભરણસ્ત્રીરૂપ પદાર્થોના ભોગની નિવૃતિ રૂપ ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત છે, તેથી આ વ્રતના વિષયરૂપ અને રૂપના સહગત મૂર્ત પદાર્થો જ છે, પણ સર્વ દ્રવ્યો (વિષય) નથી. ગ્રહણ-ધારણ કરવા યોગ્ય સુવર્ણ આદિ મુર્તિ પદાર્થોના અપહરણની નિવૃત્તિરૂપ ત્રીજું મહાવ્રત છે, તેથી ગ્રહણ-ધારણ કરવા યોગ્ય પદાર્થો જ આ વ્રતના વિષયભૂત છે, પણ બીજા નથી. રાત્રિ ભોજનથી નિવૃત્તિ થવા રૂપ છઠ્ઠ રાત્રિ ભોજનવિરમણવ્રત છે, તેથી તે પણ સર્વ દ્રવ્ય વિષયી નથી. આથી ત્રીજું ચોથું ને છઠ્ઠ આ ત્રણેય વ્રતના વિષય સર્વ દ્રવ્યનો એક દેશ જ છે. એ પ્રમાણે સામાન્યથી ચારિત્ર-સામાયિક સર્વ દ્રવ્યના વિષયવાળું છે, અને જુદા જુદા વ્રત વિભાગથી વિશેષપણે તેમનો ઉપર કહ્યા મુજબ વિષય છે. “સર્વશ્વેશ્વરાયેષુ શ્રત” એટલે સર્વ દ્રવ્યના કેટલાક પર્યાયો શ્રુતજ્ઞાનનો વિષય છે - આ વચનથી શ્રત સામાયિક સર્વ દ્રવ્યના વિષયવાળું છે. અને દેશવિરતિ સામાયિક સર્વ દ્રવ્યના એક દેશના વિષયવાળું છે, કેમકે તે સામાયિક જ દેશ સ્વરૂપવાળું છે. પરંતુ સમ્યકત્વ સામાયિક તો સર્વ વસ્તુસમૂહના યથાવસ્થિત શ્રદ્ધાનરૂપ હોવાથી સર્વ દ્રવ્યના વિષયવાળું છે. આથી એ સિદ્ધ થયું કે જુદા જુદાં ત્રણે સામાયિક અને ત્રણે સમુદિત સામાયિક સર્વ દ્રવ્યના વિષયવાળા છે. શિષ્ય :- અહીં “સામાયિક શું છે” એ જાણવાનું પ્રસ્તુત છે, તેમાં તેના વિષયનો વિચાર કરવાનું શું પ્રયોજન છે ? આચાર્ય - એ વિષય સામાયિકનાં અંગભૂત છે, તેથી તેના વિષયનું અહીં કથન કર્યું છે. એટલે અપ્રસ્તુત કંઈ નથી. અહીં સામાયિક સર્વ નયોના વિચારનો વિષય છે, તેથી દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક નયનો મત અંગીકાર કરીને સામાયિક દ્રવ્ય છે કે ગુણ છે? તેનો વિચાર કરીએ છીએ. ૨૬૩૭ થી ૨૬૪૨. હવે દ્રવ્યાર્થિક તથા પર્યાયર્થિક નયના મતે સામાયિકનો વિચાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy