________________
ભાષાંતર ]
જીવાદિ સર્વ મહાવ્રતનાં વિષય છે.
[૩૬૧
હવે એક મહાવ્રતાત્મક ચારિત્ર સામાયિકમાં સર્વ દ્રવ્યોનો ઉપયોગ બતાવે છે :(૨૬પ) પમ્ સવનીવા વિષ્ણુ રિમે ય સત્ત્વાર્ફ
सेसा महव्वया खलु तदेक्कदेसेण दव्वाणं ।। २६३७।।७९१।। जं सव्वजीवपालणविसयं पाणाइवायवेरमणं । મિચ્છા-મુચ્છોવરમા સવવવ્વસુ વિત્તિા ।।૨૬૨૮।।
रूवेसु सहगएसु बंभवयं गहण - धारणिज्जेसु । तइयं, छठ्ठवयं पुण भोयणविणिवित्तिवावारं ।। २६३९।।
एवं चारित्तमियं सव्वदव्वविसयं तह सुयंपि । देसे देसोवरई सम्मत्तं सव्वभावेसु || २६४०॥
Jain Education International
किं तंति पत्थु किं य विसयचिंताएं, भण्णइ तओवि । सामाइयंगभावं जाइ जओ तेण तग्गहणं || २६४१ ||
दव्वं गुणत्ति भइयं सामइयं सव्वनयमयाधारं । तं दव्वपज्जवलियनयमयमंगीकरेऊणं ।। २६४२॥
સર્વ જીવો પહેલા મહાવ્રતમાં વિષયપણે છે બીજામાં અને છેલ્લામાં સર્વ દ્રવ્યો, અને શેષ વ્રતોમાં દ્રવ્યોનો એક દેશ જ વિષયપણે છે. કારણ કે સર્વ જીવોનું પાલન કરવા માટે પ્રાણાતિપાત વિરમણ છે, મૃષાવાદ અને મૂર્છાનો ઉપરમ સર્વ દ્રવ્યોના સંબંધમાં છે, સચેતન સ્ત્રી કે સ્ત્રીનું સબ, આભરણ વિનાની સ્ત્રી અથવા આભરણવાળી સ્ત્રીનાં સંબંધમાં બ્રહ્મચર્યવ્રત છે, ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય વસ્તુના સંબંધમાં ત્રીજું વ્રત છે, તથા છઠ્ઠું વ્રત રાત્રિભોજનના વ્યાપારની નિવૃત્તિ માટે છે. એ પ્રમાણે ચારિત્ર-સામાયિક સર્વ દ્રવ્ય વિષયી છે, શ્રુત સામાયિક પણ તેવું જ છે, દેશવિરતિ-ચારિત્ર સર્વ દ્રવ્યમાંથી એક દેશના વિષયવાળું અને સમ્યક્ત્વ-સામાયિક સર્વ દ્રવ્યના વિષયવાળું છે. સામાયિક શું છે ? એ જાણવાનું અહીં પ્રસ્તુત છે, તેમાં તેના વિષયનો વિચાર કરવાનું પ્રયોજન શું છે ? ઉત્તર- એ વિષય પણ સામાયિકના હેતુભાવને પામે છે, તેથી તેના વિષયનું અહીં ગ્રહણ કર્યું છે. સામાયિક સર્વ નયમતનો આધાર છે, તેથી દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયનો મત અંગીકાર કરીને સામાયિક દ્રવ્ય છે કે ગુણ છે ? તેનો વિચાર કરાય છે. ૨૬૩૭ થી ૨૬૪૨.
વિવેચન :- પહેલા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતમાં વિષય દ્વારા વિચાર કરતાં સૂક્ષ્મ-બાદરના ભેદે સર્વ ત્રસ-સ્થાવર જીવો આવે છે, કેમકે તે મહાવ્રતમાં તે સર્વજીવોનું સર્વ પ્રકારે રક્ષણ કરવાનું કહ્યું છે. બીજા મૃષાવાદ વિરમણ મહાવ્રતમાં અને છેલ્લા પરિગ્રહ વિરમણ મહાવ્રતમાં સર્વ દ્રવ્યો વિષયપણે છે. “આ લોક પંચાસ્તિકાયાત્મક નથી” આ પ્રમાણેના મૃષાવાદમાં સર્વ દ્રવ્યો વિષયભૂત છે, તેની નિવૃત્તિરૂપ બીજુ મહાવ્રત છે. મૂńદ્વારા વિચાર કરતાં પરિગ્રહ સર્વ દ્રવ્ય વિષયી છે, અને એ છેલ્લું મહાવ્રત પરિગ્રહની નિવૃત્તિરૂપ હોવાથી તે વ્રતના પણ સર્વ દ્રવ્યો વિષયભૂત છે. એ સિવાયના શેષવ્રતો દ્રવ્યના એક દેશનો વિષય કરનારા છે, તેમાં ત્રીજું મહાવ્રત ગ્રહણ કરવા
૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org