SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪] પરસ્પર નિદ્વવના દોષો. (३५९) मोत्तूणेत्तो एक्कं सेसाणं जावज्जीविया दिट्ठी । एक्के क्करस य एत्तो दो दो दोसा मुणेयव्वा ।। २६११।।७८५ ।। એ પ્રમાણે એ સાત નિહ્નવો (ચ શબ્દથી આઠમો બોટિક નિહ્નવ) આ અવસર્પિણી કાળમાં શ્રી વીર જિનેશ્વરના તીર્થમાં ઉત્પન્ન થયા, એ સિવાય બીજા નિહ્નવો નથી. એક ગોષ્ઠામાહિલ સિવાય બીજા જમાલી વગેરે નિહ્નવો યાવજ્જૈવિક દષ્ટિવાળા થયા અને એ દરેકને બેબે દોષો જાણવા. ૨૬૧૦ થી ૨૬૧૧. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિવેચન :- ભગવાન શ્રી મહાવીરદેવના તીર્થમાં જમાલી વગેરે સાત નિર્ભવો થયા છે, એમ નિર્યુકતિકાર કહે છે અને એ નિહ્નવોના નામ જણાવનારી ગાથામાંના ચ શબ્દથી ભાષ્યકાર તથા વૃત્તિકાર બોટિક (દિગંબર) નિહ્નવ સહિત આઠ નિહ્નવો આ અવસર્પિણીમાં થયા છે એમ કહે છે, એ સિવાય બીજા નિહ્નવોની સત્તા નથી માની. સર્વ નિહ્નવોમાં ગોષ્ઠામાહિલ સિવાય જમાલી વગેરે બધા નિહ્નવો યાવજ્જીવપર્યંતનું પરિમાણ યુક્ત પ્રત્યાખ્યાન અંગીકાર કરતા અને તેમજ માનતા, પણ ગોષ્ઠામાહિલ તેમ માનતો નહિ, તે તો અપરિમાણ પ્રત્યાખ્યાન માનતો. આ વાત જો કે મૂળ ગ્રંથ ઉપરથી સમજી શકાય એમ છે, તે છતાં પુનઃ કહેવાનું પ્રયોજન એ છે કે પ્રત્યાખ્યાન અવશ્ય કરવા યોગ્ય હોવાથી બહુ ઉપયોગી છે, તેથી કોઈ ગોષ્ઠામાહિલની જેમ ન માને, એટલા માટે ફરી જણાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિહ્નવો પણ જીવનપર્યંત પ્રત્યાખ્યાન પરિમાણ-યુક્ત કરનારા હતા, માટે કોઈ પણ પ્રત્યાખ્યાન પરિમાણ રહિત ન કરવું. વળી આ સર્વ નિહવો એક બીજાને પરસ્પર બબ્બે દોષો આપે છે. એક તો પોતાનો દોષવાળો મત અંગીકાર કરે છે. અને બીજો પરનો મત અંગીકાર નથી કરતો. આ પ્રમાણે દરેક નિર્લવને બબ્બે દોષ લાગે છે, તેને ભાષ્યકાર મહારાજ પોતે જ વિસ્તારથી કહે છે. ૨૬૧૦ થી ૨૬૧૧. Jain Education International मोत्तूण गोट्टमाहिलमन्नेसिं जावज्जीवसंवरणं । कम्मं च बद्धपुट्ठे खीरोदवदअत्तणा समयं || २६१२।। मोत्तुं जमालिमन्ने बेंति कडं कज्जमाणमेवं तु । एक्केक्को एक्केक्कं नेच्छइ अबद्धिओ दोन्नि || २६१३|| अवरोप्परं समेया दो दोसे देतिं एक्कमेक्कस्स । परमयसंपडिवत्तिं विप्पडिवत्तिं च समयम्मि || २६१४ || अबद्धियरस दोसे दिति तओ सोऽवि तिन्नि अन्नरस । तिप्पभि तु समेया दोसे तिप्पभिइए दिंति ।।२६१५|| ગોષ્ઠામાહિલ સિવાયના બીજા નિહ્નવો યાવજ્જીવ પર્યંતનું સપરિમાણ પ્રત્યાખ્યાન, અને ક્ષીર-નીરની જેમ આત્મા સાથે કર્મ બદ્ધ-સ્પષ્ટ છે એમ માને છે અને જમાલિ સિવાયના બીજા નિહ્નવો “કરાતું હોય તે કર્યું” એમ માનતા. એ પ્રમાણે એકેક નિર્ભવ એકેક પદાર્થ નથી માનતા, અને અગ્નિક (ગોષ્ઠામાહિલ) બે પદાર્થ નથી માનતો. (આમ હોવાથી) તેઓ એકઠા થયા હોય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy