SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) શિવભૂતિના બહેનની નગ્નતા અને વસ્ત્ર પ્રાપ્તિ [૩૫૩ अणुपालेउमसत्तोऽसत्तो न समत्तमेसणासमिइं । वत्थरहिओ न समिओ निक्नेवादाणवोसग्गा ॥२६०५॥ શ્રુતમાં કહ્યું છે કે ત્રણ કારણોએ વસ્ત્ર ધારણ કરવું, તેથી નિરતિશયી અને જિનકલ્પને અયોગ્ય એવા મુનિઓએ (પૂર્વે કહેલ કારણે જ) લજ્જા, કુત્સા અને પરીષહને લીધે અવશ્ય વસ્ત્રો ધારણ કરવાં, (કુત્સા અને પરીષહ માટે કદાચ વસ્ત્ર ન ધરે,) પણ લજ્જા એટલે સંયમને અર્થે તો વસ્ત્ર વિશેષે કરીને ધરવા જોઈએ, (અન્યથા અગ્નિ સળગાવવાદિ વડે મહાન અસંયમ પ્રાપ્ત થાય) વળી જો તને જિનમત પ્રમાણ હોય, તો વસ્ત્ર-પાત્રાદિકનો તું ત્યાગ ન કર કેમકે એથી પૂર્વોક્ત દોષનો સમૂહ પ્રાપ્ત થશે અને સમિતિનો ઘાત થશે. પાત્ર વિના સંપૂર્ણ એષણા સમિતિ પાળવાને તું સમર્થ નહિ થાય, અને વસ્ત્ર વિના નિક્ષેપાદાન તથા ઉત્સર્ગસમિતિ તેમજ ભાષાસમિતિવાળો નહીં થાય. (આ પ્રમાણે સર્વથા ત્રણ સમિતિ રહિત થશે.) ર૬૦૨ થી ૨૬૦૫. પૂર્વોક્ત રીતે સમજાવ્યા છતાં શિવભૂતિ સમજ્યો નહિ, અને વસ્ત્ર તજીને ઉપાશ્રયની બહાર નીકળી ગયો. इय पण्णविऽओवि बहु सो मिच्छुत्तोदयाकुलियभावो । जिणमयमसद्दहंतो छड्डियवत्थो समुज्जाओ ॥२६०६॥ तस्स भगिणी समुज्झियवत्था तह चेव तदणुरागेणं । संपत्थिया नियत्था तो गणियाए पुणो मुयइ ॥२६०७।। तीए पुणोऽवि बद्धोरसेगवत्था पुणो विछुडिंती। अच्छउ ते तेणं चिय समणुण्णाया धरेसी य ।।२६०८।। कोडिन्न-कोट्टवीरे पव्वावेसी य दोण्णि सो सीसे । तत्तो परंपराफासओऽवसेसा समुष्पन्ना ॥२६०९।। આચાર્યશ્રીએ એમ બહુ પ્રકારે સમજાવ્યા છતાં તે શિવભૂતિ મિથ્યાત્વના ઉદયથી વ્યાકુળ પરિણામવાળો થઈ, જિનમતને નહિ સહતો, વસ્ત્ર તજીને ઉપાશ્રયની બહાર નીકળ્યો; તેની ભગિની પણ તેના અનુરાગથી તે જ પ્રમાણે વસ્ત્ર તજીને ચાલી નીકળી આથી ગણિકાએ તેને વસ્ત્ર પહેરાવ્યું, પુનઃ તેણે તે તજી દીધું, ફરી ગણિકાએ હૃદયપર એક વસ્ત્ર પહેરાવ્યું, તેને તે તજતી હતી, (પણ શિવભૂતિએ કહ્યું, ભલે તારે એક વસ્ત્ર હો.) એમ તેની આજ્ઞાથી તેણે એક વસ્ત્ર ધારણ કર્યું, પછી કૌડીન્ય અને કોટ્ટવર નામના બે શિષ્યોને શિવભૂતિએ દીક્ષા આપી, તેમની પરંપરાએ શેષ બોટીકાદષ્ટીઓ (દિગંબરો) પ્રવર્યાં. ૨૬૦૬ થી ૨૬૦૯. અહીં આઠમા નિતવનો વાદ સમાપ્ત થયો. હવે સર્વ નિહ્નવો પરસ્પર એક બીજાને બબ્બે દોષો આપે છે, તે સંબંધી વ્યક્તવ્યતા કહે છે. (३५८) एवं एए भणिया ओसप्पिणिए उ निण्हगा सत्त । वीरवरस्स पवयणे सेसाणं पवयणे नत्थि ॥२६१०।७८४॥ ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy