SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨] અચલક પરીષહની માફક સુધાદિ પરીષહોનો પ્રસંગ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ जह जलमवगाहंतो बहुचेलोऽवि सिरवट्ठियकडिल्लो । भण्णइ नरो अचेलो तह मुणओ संतचेलावि ॥२६००॥ तह थोव-जुन्न-कुच्छियचेलेहि वि भन्नए अचेलोत्ति । जह तूर सालिय ! लहुंदेमोपोत्तिं नग्गिया मोत्ति ॥२६०१।। વસ્ત્રના સદ્ભાવે અને વસ્ત્રના અભાવે અચેલકપણું લોકમાં અને આગમમાં પ્રસિદ્ધ છે; તેથી વસ્ત્રના અભાવે મુનિઓ અને વસ્ત્રના અભાવે જિનેશ્વરો અચેલક કહેવાય છે. પરિશુદ્ધ, જીર્ણ અને અસાર એવા વસ્ત્રને અનિયતપણે મૂચ્છરહિત ભોગવવાથી મુનિઓ વસ્ત્રો છતાં પણ અચેલક છે. જેમ કટીવસ્ત્રને મસ્તકે વીંટીને જળમાં પેસનાર પુરૂષ, ઘણાં વસ્ત્રવાળો છતાં પણ વસ્ત્ર રહિત કહેવાય છે, તેમ મુનિઓ પણ વસ્ત્ર હોવા છતાં અચેલક (વસ્ત્ર રહિત) કહેવાય છે. જેમકે - અરે ! વણકર ! ત્વરા કર, મને જલ્દીથી સાડલો આપ, હું નગ્ન છું. ર૫૯૮ થી ૨૬૦૧. - વિવેચન :- મુખ્યવૃત્તિથી અને ઉપચારથી એમ બે પ્રકારે અચેલકપણું છે. તેમાં મુખ્યઅચલકપણું આ સમયમાં સંયમોપકારી નથી, એ કારણથી વસ્ત્રો છતાં પણ સામાન્ય સાધુઓ ઉપચારથી અચેલક કહેવાય છે. અને જિનેશ્વરો વસ્ત્રના અભાવે મુખ્યવૃત્તિએ અચેલક કહેવાય છે. શુદ્ધ-એષણીય, ઘણાં દિવસના જીર્ણ, નિઃસાર, અલ્પ સંખ્યોપેત અને કોઈક વખતે જ ગૃહસ્થથી જુદી રીતે ઉપયોગમાં લેવાતા, એવા વસ્ત્રોને મૂચ્છરહિત ભોગવતા મુનિઓ ઉપચારથી અચેલક કહેવાય છે. અથવા જેમ કોઈ પુરૂષ કટીવસથી મસ્તક વીંટીને જળમાં પેઠેલો હોય, લોકમાં તે પુરુષ વસ્ત્ર રહિત કહેવાય છે; તેમ મુનિ પણ ઢીંચણથી ઉપરના ભાગમાં ચોલપટ્ટક ધારણ કરે છે, કચ્છ બાંધતા નથી. અને મસ્તક ઉપર પણ કોઈ વસ્ત્રાદિ ધારણ કરતા નથી, એ પ્રમાણે લોકપ્રસિદ્ધ રીતિથી અન્યથા પ્રકારે વસ્ત્રનો ઉપભોગ કરતા હોવાથી, વસ્ત્રો છતાં પણ તે અચેલક કહેવાય છે. ઉપચારથી લોકપ્રસિદ્ધ અચલકપણું એક બીજા દૃષ્ટાન્તથી સમજીએ. જેમ કોઈ સ્ત્રી જીર્ણ અને ઘણાં છિદ્રવાળું વસ્ત્ર પહેરીને વસ્ત્ર વણનારને કહે, કે અરે વણકર ! જલ્દીથી મારું વસ્ત્ર તૈયાર કરી આપ, કેમકે હું તે વિના નગ્ન છું, અહીં સ્ત્રી વસ્ત્રયુક્ત હોવા છતાં ઘણા જીર્ણ વસ્ત્રને લીધે નગ્નતા શબ્દનો પ્રયોગ થાય છે. એ જ પ્રમાણે મુનિઓ પણ પૂર્વોક્ત વસ્ત્રભોગથી અચેલક કહેવાય છે. ર૫૯૮ થી ૨૬૦૧. હવે “નં તfé સાદું વર્ચે ઘરે” એ કથનનો ઉત્તર આપીને ઉપસંહાર કરે છે. विहियं सुए च्चिय जओ धरेज्ज तिहिं कारणेहिं वत्थंति । तेणं चिय तदवस्सं निरतिसएणं धरेयव्वं ॥२६०२।। जिणकप्पाजोग्गाणं ही-कुच्छ-परीसहा जओऽवस्सं । ही लज्जत्ति व सो संजमो तदत्थं विसेसेणं ॥२६०३॥ जइ जिणमयं पमाणं तुह तो मा मुयसु वत्थ-पत्ताई। पुवुत्तदोसजालं लम्भिसि मा समिइधायं च ॥२६०४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy