SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અચલક પરીષહની માફક સુધાદિ પરીષહોનો પ્રસંગ. [૩૫૧ तह चेलं परिसुद्धं रागद्दोसरहिओ सुयविहीए । होइ जियाचेलपरीसहो मुणी सेवमाणोऽवि ॥२५९७॥ જો વસ્ત્રના પરિભોગ માત્રથી જ અચેલક પરિષહનો જય નથી કર્યો એમ કહેવાય, તો પછી આહાર-પાણીના ભોગથી પણ સુધાદિ પરિષહનો જય નથી કર્યો એમ કહેવાય. અને જો એ પ્રમાણે હોય તો જિનેશ્વરો પણ પરિષહનો જય કરનારા નથી એમ તારા કથનાનસાર સર્વથા પ્રક થશે. અથવા (એષણીય) આહાર-પાણી આદિ ગ્રહણ કરવામાં જે વિધિ છે, તે વિધિ (એષણીય) વસ્ત્રગ્રહણ કરવામાં શું નાશ પામ્યો છે ? વિશુદ્ધ આહાર-પાણી રાગ-દ્વેષરહિત ભોગવતાં છતાં જેમ સપ્રતિકાર મુનિ સુધાદિ પરિષહ જીતનાર કહેવાય છે, તેમ વિશુદ્ધ-એષણીય એવા રાગદ્વેષરહિત મનિ શ્રતવિધિથી વસ્ત્રને ગ્રહણ કરીને સેવવા છતાં પણ અચલકપરીષહનો જ કહેવાય છે. ર૫૯૪ થી ૨૫૯૭. “જેણે અચેલક પરીષહનો જય કર્યો હોય, તે મુનિ કહેવાય.” તારું આ કથન યોગ્ય છે, અને અમે તે માન્ય કરીએ છીએ, પરંતુ એ સંબંધમાં પૂછીએ છીએ કે વસ્ત્રના ભોગમાત્રથી જ અચેલક પરીષહનો જય નથી થતો, એમ માનીને તું વસ્ત્રનો સર્વથા ત્યાગ કરે છે કે અષણીયાદિ દોષથી દુષ્ટ એવા વસ્ત્રના ભોગથી વસ્ત્રનો ત્યાગ કરે છે? જો આદ્ય પક્ષાનુસાર એટલે વસ્ત્રના ભોગમાત્રથી જ મુનિ વડે અચેલક પરીષહનો જય નથી થતો, એમ માનીને તું વસ્ત્રનો ત્યાગ કરતો હો, તો તેમાં તારી મોટી ભૂલ છે. કેમકે એ પ્રમાણે તો આહાર-પાણી આદિના ભોગમાત્રથી પણ મુનિ સુધાદિ પરીષહનો જીતનાર નહિ કહેવાય, અને તદનુસાર તારા અભિપ્રાયે નિરૂપમ ધીરજ અને સંઘયણવાળા મહાન સત્ત્વના ભંડાર શ્રી જિનેશ્વર ભગવંતો પણ પરીષહ જીતનારા ન કહેવાય. કદાચ તું એમ કહીશ કે ઉગમાદિ દોષરહિત તથા વિશુદ્ધએષણીય આહાર-પાણીને રાગ-દ્વેષ રહિત ભોગવનાર મુનિ સુધાદિપરીષહનો જય કરનાર કહેવાય છે, તો પછી તદનુસાર એષણીય વસ્ત્રનો રાગ-દ્વેષરહિત ઉપભોગ કરનાર મુનિ પણ અચેલક પરીષહનો જય કરનાર કેમ ન કહેવાય ? કહેવાય જ. તાત્પર્ય એ છે કે સુધા-તૃષા-શીત-ઉષ્ણતાદિકનો, આહાર-પાણીવસ્ત્રાદિક વડે સૂત્રોક્તવિધિ પૂર્વક યતનાએ પ્રતિકાર કરનાર મુનિ પરીષહનો જય કરનાર કહેવાય છે. આ સર્વ કથનથી એ ફલિતાર્થ થાય છે કે અનેષણીયાદિ દોષયુક્ત વસ્ત્રાદિના પરિભોગથી જ અચેલક પરીષહથી પરાભવ થાય છે. પણ સૂત્રોક્ત વિધિએ તેનો ઉપભોગ કરવાથી નથી થતો. ૨૫૯૪ થી ૨૫૯૭. શિવભૂતિ :- જો સાધુ વસ્ત્રનો ઉપભોગ કરે, તો તેણે અચેલક પરીષહ સહન કર્યો છે, એમ કેવી રીતે કહી શકાય ? વસ્ત્રનો અભાવ હોય, તો જ અચેલક પરીષહ સહન કર્યો કહેવાય. આચાર્ય :- તારી એ માન્યતા અયોગ્ય છે, કેમ કે : सदसंतचेलगोऽचेलगो यजं लोग-समयसंसिद्धो। तेणाचेला मुणओ संतेहिं जिणा असंतेहिं ॥२५९८।। परिसुद्ध-जुण्ण-कुच्छिय-थोवाऽनिययन्नभोगभोगेहिं । मुणओ मुच्छारहिया संतेहिं अचेलया होंति ॥२५९९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy