________________
૩૫૦] તીર્થંકરના અનુકરણમાં તીર્થવિચ્છેદનો પ્રસંગ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ' હવે જો ઉપરોક્ત કારણથી સર્વથા પ્રકારે તીર્થકરોની સાથે સાધ ન હોય, પણ કિંચિત સાધર્મ હોય, તો તે અમારે માન્ય છે. જેમકે લોચ કરવાદિ માત્રથી તેમની સાથે કિંચિત્ લિંગથીવેષથી સાધર્મ છે, પણ અચલકપણાથી નથી. એષણીય આહારઅનિયત વાસ આદિ વડે ચારિત્રથી કિંચિત્ સાધર્મે છે, પણ હસ્ત ભોજીપણાથી સાધર્મ નથી; કેમકે અતિશય રહિત હોવાથી આપણે તેમ કરવું યોગ્ય નથી. આ પ્રમાણે તીર્થકરની સાથે કિંચિત્ સાધમ્ય ઉક્ત ન્યાયે અન્યથા પણ સિદ્ધ થાય છે, તો પછી તને અચેલકપણાદિનો મિથ્યા આગ્રહ શા માટે છે. ર૫૮૫ થી ર૫૯૦.
હવે “તમક્રિ = ૪ નિષ્પો ' એ કથનનો ઉત્તર આપે છે.
તીર્થકરોએ જિનકલ્પ કહેલો છે” એ કથન કોણ નથી માનતું? સર્વ કોઈ તે માને છે, પરંતુ જેવા પુરૂષોને માટે જે વિધિએ તે કહેલ છે, તે સાંભળ.
उत्तमधिइसंघयणा पुब्वविदोऽतिसइणो सया कालं । जिणकप्पियावि कप्पं कयपरिकम्मा पवज्जति ॥२५९१॥ तं जइ जिणवयणाओ पवज्जसि, पवज्ज तो स छिन्नो त्ति । अत्थित्ति कह पमाणं कह वोच्छिन्नोत्ति न पमाणं ? ॥२५९२।। मण-परमोहि-पुलाए आहारग-खवग-उवसमे कप्पे ।
संजमतिय-केवलि-सिज्मणा य जंबूम्मि वोच्छिण्णा ॥२५९३।। ઉત્તમ ધીરજ અને સંઘયણવાળા, જઘન્યથી પણ કિંચિત્ત ન્યૂન નવ પૂર્વ જાણનારા, નિરંતર અનુપમ શક્તિ આદિ અતિશયસંપન્ન જિનકલ્પિકો (પૂર્વોક્ત વિધિએ એટલે તપશ્રુત અને સત્ત્વ આદિ) પરિકર્મ કરીને જ જિનકલ્પ અંગીકાર કરે છે. (એવા પુરૂષો માટે જિનકલ્પની આજ્ઞા જિનેશ્વરોએ આપી છે. પણ તારા જેવા માટે નહિ.) માટે જો જિનવચનથી “જિનકલ્પ” તું માને છે, તો "તે જિનકલ્પ વિચ્છેદ થયો છે” એમ પણ કેમ નથી માનતો ? અને જો એ કથન ન માનતો હો, “તો જિનકલ્પ છે” એ કથન કેવી રીતે માને છે ? મન:પર્યવજ્ઞાન-પરમાવધિજ્ઞાનપુલાકલબ્ધિ-આહારકશરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ-પરિહારવિશુદ્ધિ-સૂક્ષમjપરાય ને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર, કેવલી અને મોક્ષ એ સર્વ પદાર્થો જંબૂસ્વામિ પછી વિચ્છેદ થયા છે. રપ૯૧ થી ર૫૯૩. અચેલક પરિષહનો જવાબ આપતાં કહે છે કે :
जइ चेलभोगमेत्तादजिआचेलयपरीसहो तेणं । अजियदिगिंछाइपरीसहोवि भत्ताइभोगाओ ॥२५९४॥ एवं तुह न जियपरीसहा जिणिंदावि सबहावन्नं । अहवा जो भत्ताइसु स विही चेलेवि किं नट्ठो ? ॥२५९५॥ जह भत्ताइं विसुद्धं राग-द्दोसरहिओ निसेवंतो। विजियदिगिंछाइपरीसहो मुणी सपडियारोवि ॥२५९६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org