________________
૩૪]. ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તેમ શરીર પણ ભોગ્ય હોવાથી તેનો કોઈ ભોક્તા છે. જેનો કોઈ ભોક્તા નથી, તે ગધેડાના શીંગડાની જેમ ભોગ્ય પણ નથી. અહી શરીરાદિ ભોગ્ય છે, માટે તેનો ભોક્તા આત્મા છે. તથા શરીર વિગેરે સંઘાતરૂપ-મૂર્તિમાનું ઈન્દ્રિયવાળું અને ચક્ષુગ્રાહ્ય હોવાથી, જેમ સંઘાતરૂપાદિવાળા ઘર વિગેરેનો સ્વામી છે, તેમ તેવા શરીરનો પણ સ્વામી છે. જે સ્વામિ વિનાનું છે, તે આકાશપુષ્પની જેમ સંઘાતાદિ સ્વરૂપ પણ હોતું નથી, શરીર વિગેરે સંઘાતાદિ વરૂપ છે, માટે તેનો સ્વામી પણ છે. અને તે આત્મા છે. ૧૫૬૫ થી ૧૫૬૯.
શરીરનો કોઈ કર્તા છે.” ઈત્યાદિ કથનથી શરીરાદિના કર્તા વિગેરે સિદ્ધ થાય છે, પણ પ્રસ્તુત આત્માની સિદ્ધિ નથી થતી, એમ તું કહેતો હોય, તો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે,
जो कत्ताइ स जीवो सज्झविरुद्धोत्ति ते मई होज्जा ।
मुत्ताइपसंगाओ तं न संसारिणो दोसो ॥१५७०॥ જે કર્તા વિગેરે છે, તે જીવ છે, મૂર્તવાદિના પ્રસંગથી આ અનુમાનો સાધ્ય વિરુદ્ધનાં સાધક થશે, એમ તારી બુદ્ધિ થાય, તો તેમાં સંસારી જીવને સાધવામાં એ મૂત્વાદિ દોષ નથી આવતા. ૧૫૭૦.
હમણાં ઉપર શરીર-ઇન્દ્રિય વિગેરેનો કર્તા-અધિષ્ઠાતા-આદાતા-ભોક્તા અને અર્થ પણ કહેલ છે, તે સર્વ જીવ છે, તે સિવાય અન્ય ઈશ્વર વિગેરે તેનો કર્તા વિગેરે માનવામાં આવે, તો તે યુક્તિ રહિત છે, “એ હેતુઓ જે સ્વરૂપવાળો અમૂર્ત આત્મા સાધ્ય કરવો છે, તેની વિરૂદ્ધતા સાધનારા હોવાથી વિરૂદ્ધ હેતુઓ છે; કેમકે ઘટાદિ પદાર્થના કર્તા કુંભારાદિ મૂર્તિમાન-સંઘાતરૂપઅને અનિત્યતાદિ સ્વભાવવાળા છે, એટલે જીવ પણ એવો જ સિદ્ધ થશે, આથી સાધ્ય વિરૂદ્ધ સાધનાર આ હેતુઓ છે. એમ તારી માન્યતા હોય તો તે અયોગ્ય છે, કેમકે સંસારી જીવને સિદ્ધ કરતાં આ દોષ નહિ આવે, કેમકે તે આત્મા આઠ કર્મપુગલના સમૂહ યુક્ત અને સશરીરી હોવાથી કથંચિત્ મૂતાદિ ધર્મવાનું છે જ.” ૧૫૭૦. બીજા અનુમાનથી આત્માની સિદ્ધિ કરે છે.
अत्थि च्चिय ते जीवो संसयओ सोम्म ! थाणुपुरिसो ब्व । जं संदिद्धं गोयम ! तं तत्थऽन्नत्थ वऽत्थि धुवं ।।१५७१।। एवं नाम विसाणं खरस्स पत्तं न तं खरे चेव ।
अन्नत्थ तदत्थि च्चिय एवं विवरीयगाहेऽवि ॥१५७२।। હે સૌમ્ય ! ગૌતમ ! સ્થાણુ અને પુરુષના સંશયની જેમ તને સંશય હોવાથી આત્મા છે. કેમકે જે સંબંધી સંશય હોય, તે ત્યાં અથવા અન્યત્ર અવશ્ય હોય છે, તું કહીશ કે “જો એમ હોય, તો ગધેડાનાં શીંગડા પણ હોવાં જોઇએ ?' ના એમ નહિં, પરંતુ ગધેડામાં શીંગડાં ન હોય, પણ અન્યત્ર તો તે હોય જ. એ જ પ્રમાણે વિપરીત-ગ્રહણમાં પણ સમજવું. ૧૫૭૧-૧૫૭૨.
હે ગૌતમ ! તને જીવ સંબંધી સંશય થયો છે, માટે અવશ્ય જીવ છે. કેમકે જે જે સંબંધી સંશય થાય, તે તે વસ્તુ અવશ્ય હોય છે જ. જેમ સ્થાણુ અને પુરુષમાં ઊંચાઇ-પહોળાઈ વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org