SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સાધુ અને જિનેશ્વરની અચલકતાનું સ્વરૂપ. [૩૪૭ अपरिग्गहया सुत्तेति जा य मुच्छा परिग्गहोऽभिमओ । सबदब्बेसु न सा कायब्वा सुत्तसभावो ॥२५८०॥ निरुवयधिइसंघयणा चउनाणाइसयसत्तसंपण्णा । अच्छिद्दनपाणिपत्ता जिणा जियपरीसहा सब्बे ॥२५८१॥ तम्हा जहुत्तदोसे पावंति न वत्थ-पत्तरहियावी । તસાહિતિ તેરિ તો તરાહvi વંતિ ર૮રી तहवि गहिएगवत्था सवत्थतित्थोवएसणत्थंति । अभिनिखमंति सब्बे तम्मि चुएऽचेलया होति ॥२५८३॥ जिणकप्पियादओ पुण सोवहओ सव्वकालमेगंतो। उवगरणमाणमेसिं पुरिसावेक्खाए बहुभेयं ॥२५८४॥ સૂત્રમાં જે અપરિગ્રહતા કહી છે. તેમાં મૂછને જ પરિગ્રહ માનેલ છે, તે મૂછ સર્વ દ્રવ્યોમાં ન કરવી, એવો સૂત્રનો પરમાર્થ છે. જિનેશ્વરો અનુપમ ધીરજ-સંઘયણના સ્વામી, ચાર જ્ઞાનના નિધાન અને અતિશય પરાક્રમી છે. તેમજ છિદ્રરહિત હસ્તરૂપ પાત્રવાળા અને સર્વપરિષહને જીતનારા હોવાથી, વસ્ત્ર-પાત્ર રહિત હોવા છતાં પણ સંયમવિરાધનાદિ યથોક્ત દોષ તેઓશ્રીને પ્રાપ્ત નથી થતા. તેથી તેમને વસ્ત્રાદિ સંયમોપકારી થતા ન હોવાથી તેઓ તેનું ગ્રહણ કરતા નથી, તે છતાં “ધર્મતીર્થમાં સાધુઓ ઘણા કાળ સુધી વસ્ત્રયુક્ત થશે” એમ જણાવવાને સર્વ જિનેશ્વરી એક વસ્ત્ર ગ્રહણ કરીને નીકળે છે; તે વસ્ત્ર પડી જાય, તો અચેલક (વસ્ત્રરહિત) થાય છે. વળી જિનકલ્પિક વગેરે પણ સદાકાળ એકાંતે ઉપધિવાળા જ હોય છે, તેમના ઉપકરણનું પ્રમાણ પુરૂષની અપેક્ષાએ ઘણા પ્રકારે કહ્યું છે. ૨૫૮૦ થી ૨૫૮૪. વિવેચન - “વાડ રહિ૩ વેરમ” ઈત્યાદિ વચનથી સૂત્રમાં કહેલી જે અપરિગ્રહતા તું કહે છે, તે મૂચ્છનો ત્યાગ કરવાથી જ પ્રાપ્ત થાય છે, એટલે કે મૂચ્છ સિવાય અન્ય કોઈ પરિગ્રહ નથી; જેવી મૂચ્છ વસ્ત્રમાં થાય છે, તેવી મૂચ્છ અન્ય સર્વ શરીરઆહારાદિ દ્રવ્યોમાં થાય છે; એ મૂચ્છ સર્વથા ન કરવી, એવો ઉપરોક્ત સૂત્રનો પરમાર્થ છે, પરંતુ “વસ્ત્રનો સર્વથા ત્યાગ કરવો તેને જ અપરિગ્રહતા' કહેવાય એવો સુત્રનો અર્થ નથી. વળી શ્રી જિનેશ્વરોને તું અચેલક (સર્વથા વસ્ત્રરહિત) કહે છે, તે પણ એકાંત સત્ય નથી, કેમકે શ્રી જિનેશ્વરો છઘસ્થ અવસ્થામાં પણ અનુપમ ધીરજ, અનુપમ સંઘયણ અને ચાર જ્ઞાનયુક્ત હોય છે, તેમ જ અતિશય બલવાન છિદ્રરહિત હસ્તરૂપ પાત્રવાળા અને સર્વ પરિષહોને જીતેલ હોવાથી વસ્ત્ર-પાત્રના અભાવે પૂર્વે કહેલા સંયમ-વિરાધનાદિ દોષો તેમને પ્રાપ્ત નથી થતા, એથી વસ્ત્રાદિક તેમને સંયમના સાધક પણ નથી થતા, આ કારણથી આત્મગત સંયમને અનુપકારી એવા વસ્ત્રાદિ નિરર્થક હોવાથી તીર્થકરો તેને ગ્રહણ કરતા નથી, અહીં કદાચ તું એમ કહીશ, કે જો તે વસ્ત્રાદિ નથી ગ્રહણ કરતા તો “સવિ દૂબ નિયા” સર્વ તીર્થકરો એક વસ્ત્રથી નીકળ્યા છે, એમ શાથી કહ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે એમ કહીએ છીએ કે વસ્ત્ર તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy