________________
૩૪૬]
વસ્ત્રાદિથી થતો સંયમોપકાર.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
વિના જ ઠંડીથી રક્ષણ થાય. વળી જો પાસે વસ્ત્ર હોય, તો હિમવર્ષાથી શીતયુક્ત આખી રાત્રિમાં જાગરણ કરતાં મુનિઓને વિદનરહિત સ્વાધ્યાય-ધ્યાન થઈ શકે. તેમજ મહારાત્રિમાં ઊડીને પડતી સચિત્તપૃથ્વી, મહિકા, વૃષ્ટિ, ઝાકળ, અને કોઈક રાતે આકાશમાંથી પડતી સચિત્તરજ તથા પ્રદીપ તેજ વગેરેના જીવોનું પણ વસ્ત્રથી રક્ષણ થાય, વળી મૃત વ્યક્તિને ઢાંકવા અથવા તેને બહાર લઈ જવાને માટે પણ શ્વેત-ઉજ્જવલ વસ્ત્ર હોવું જોઈએ. અને રોગીજનોને પણ એવું વસ્ત્ર પ્રાણોપકારી છે, એમ પરમગુરૂ શ્રી વિરપ્રભુએ કહ્યું છે. આ જ પ્રમાણે મુહપત્તિ-રજોહરણાદિ ઉપકરણો પણ સિદ્ધાન્તાનુસારે સંયમોપકારી છે, તે યથાયોગ્ય જ્યાં ઘટે ત્યાં સમજી લેવા.
કલ્પભાષ્યાદિમાં કહ્યું છે કે - તૃણગ્રહણ કરીને અગ્નિસેવનનું નિવારણ કરવાને, ધર્મધ્યાનાર્થે અને રોગી તથા મરણ પામેલાના ઉપકાર માટે વસ્ત્ર રાખવું જોઈએ, તે વસ્ત્ર આત્મ-પ્રમાણ લાંબુ અને અઢી હાથ પહોળું હોવું જોઈએ. તેમાં બે વસ્ત્ર સુતરનાં તથા મુખ બાંધવા મુખવસ્ત્રિકા રાખવી. વસતિ (ઉપાશ્રય)નું પ્રમાર્જન કરવા, કોઈ સ્થાનમાં કંઈ લેતા-મૂકતા, તથા રાત્રિમાં પાથરેલું વસ્ત્ર સંકોચાઈ જતાં પ્રથમ પ્રમાર્જન કરવા તથા ચિન્હ જણાવવાને માટે રજોહરણ રાખવું. અનાવૃત-વિકૃત પુરૂષ-ચિન્હ (અથવા સ્ત્રીચિન્હ) ને લજ્જાથી આચ્છાદાન કરવાને તથા સ્ત્રી-દર્શનથી લિંગોદયનું રક્ષણ કરવાને માટે ચોલપટ્ટક રાખવો જોઈએ. આ પ્રમાણે વસ્ત્રો સંયમમાં ઉપકારી બને છે.
હવે પાત્ર અને માત્રક પણ સંયમમાં જે રીતે ઉપકારી છે તેને તું સાંભળ, જો મુનિ પાસે પાત્ર હોય, તો ગોરસ તથા દ્રાક્ષાદિપાનકગત પ્રાણીના પ્રાણની રક્ષા થાય; પાત્રના અભાવે એ ગોરસાદિ અનાભોગાદિ કારણથી હાથમાં જ ગ્રહણ કર્યા હોય, તો તગત જીવોના પ્રાણની હાની જ થાય, પરંતુ જો પાત્રમાં લીધેલ હોય, તો તેનું પરિસ્થાપન થાય, તેમ કરવાથી જીવોની રક્ષા થાય. વળી પાત્રના અભાવે હાથમાં જ ગ્રહણ કરેલા ગોરસાદિ ઢળીને ભૂમિ ઉપર પડવાથી કુંથુઆકીટિકાદિ જીવો ત્યાં ભેગાં થવાથી તેમના પ્રાણનો ઘાત થાય; પણ જો પાત્ર હોય તો તેમ ન થાય; તથા ભાજન ધોવા વગેરેથી થતા પશ્ચાત્કર્માદિ દોષો પણ ન થાય. વળી પાત્રવડે રોગીદુર્બળ-વૃદ્ધાદિ મુનિ ઉપર ઉપકાર કરી શકાય; જેમ કે ગૃહસ્થ પાસેથી પથ્ય વસ્તુ લાવીને શૈક્ષોને આપવાથી તેઓ ઉપર ઉપકાર થાય, પરંતુ જો પાત્ર ન હોય તો તેમ થઈ શકે નહિ. વળી પાત્રવડે આહાર-પાણી લાવીને બીજા સાધુઓને આપતાં તે પાત્ર દાનધર્મનું સાધન બને છે. પાત્રના અભાવે આહાર-પાણી લાવીને કોઈને પણ આપી શકાય નહિ, વળી પાત્ર હોય તો લબ્ધિવાળાને તથા લબ્ધિ વિનાનાને, શક્તિવંતને તથા શક્તિ રહિતને, વસતિમાં રહેલાને તથા પ્રાહુણાને, એમ સર્વ સાધુઓને પરસ્પર સુગમતા થાય. એટલે જો પાત્ર હોય તો લબ્ધિવંત સાધુ તેમાં આહાર-પાણી લાવીને બીજા લબ્ધિ વિનાના મુનિને આપે, એ જ પ્રમાણે શક્તિમાન અશક્તને, વસતિ (ઉપાશ્રય)માં રહેલ મુનિ પ્રાણુણાને (મહેમાન સાધુને) આપી શકે. પરંતુ જો પાત્ર ન હોય તો એમાંનું કંઈ પણ ન બની શકે. આ જ પ્રમાણે માત્રક પણ સંયમોપકારી છે, એમ જાણવું. ૨૫૭૫ થી રપ૭૯.
મળિયમપરિદત્ત તથા “ગમતા ૪ દિન ’ એ કથનનો આચાર્યશ્રી ઉત્તર આપતા ફરમાવે છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org