________________
૩૪૮] સાધુ અને જિનેશ્વરની અચલકતાનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ સંયમોપકારી નથી, તો પણ “તીર્થમાં સર્વ સાધુઓ દીર્ઘકાળ સુધી વસ્ત્રવાહ જ થશેએમ જણાવવાને સર્વ જીનેશ્વરો એક વસ્ત્ર લઈને દીક્ષા માટે નીકળે છે. કોઈ વખત કોઈ સ્થળે તે વસ્ત્ર પડી જાય, તો તેઓ વસ્ત્રરહિત થાય છે, પરંતુ સર્વકાળ વસ્ત્ર રહિત નથી હોતા. માટે “જિનેશ્વરી વસ્રરહિત છે” એમ તું જે એકાંતે કહે છે, તેમાં કેવળ તારી અજ્ઞાનતા જ પ્રગટ કરે છે.
વળી તીર્થકર અને જિનકલ્પિકના દષ્ટાંતથી તું અચેલકપણું અંગીકાર કરે છે, તેમાં પણ તારી અજ્ઞાનતા જ છે, કેમકે જિનેશ્વરો પણ ઉપર કહ્યા મુજબ એકાંતે વસ્ત્રરહિત નથી, અને જિનકલ્પિક, સ્વયંબુદ્ધ વગેરે મહામુનિઓ તો સર્વકાળ પર્યત એકાન્ત ઉપધિવાળા જ હોય છે. એ સંબંધમાં પૂર્વે તેઓનાં ઉપકરણનું પ્રમાણ પુરૂષની અપેક્ષાએ અનેક પ્રકારે કહ્યું છે, પણ સર્વથા ઉપકરણનો અભાવ નથી કહ્યો. તેથી તે જેના ઉદાહરણથી સર્વ ઉપકરણનો ત્યાગ કર્યો છે, તેઓને પણ સર્વથા ઉપકરણનો અભાવ નથી, કેવળ તારો પોતાનો જ આ કોઈ ભિન્ન માર્ગ છે. રપ૮૦ થી ૨૫૮૪. હવે “જમવેત્તા કિરિા ” એ કંથનને પ્રકારાન્તરે સમજાવે છે :
अरहंता जमचेला तेणाचेलत्तणं जइ मयं ते । तो तब्बयणाउ चिय निरतिसओ होहि माऽचेलो ॥२५८५॥ रोगी जहोवएसं करेइ वेज्जस्स होअरोगो य । म य वेसं चरियं वा करेइ न य पउणइ करतो ॥२५८६॥ तह जिणवेज्जाएसं कुणमाणोऽवेइ कम्मरोगाओ । न उ तन्नेवत्थधरो तेसिमाएसमकरंतो ॥२५८७॥ न परोवएसवसया न य छउमत्था परोवएसपि । देंति न य सीसवग्गं दिक्छेति जहा जिणा सज्वे ॥२५८८॥ तह सेसेहिवि सव्वं कज्जं जड़ तेहिं सव्वसाहम्मं । પર્વ ૨ ૩ તિત્ય જ નત્તિ જો હો ?lીર૬૮el जह न जिणिंदेहिं समं सेसाइसएहि सब्बसाहम्मं ।
तह लिंगेणाभिमयं चरिएणवि किंचि साहम्मं ॥२५९०॥ જે કારણથી અરિહંતો અચેલક છે, તે કારણથી તને અચલકપણું માન્ય હોય, તો તેમના વચનથી તું અતિશય રહિત અચેલક ન થા. (કારણ કે) જેમ રોગી વૈદ્યના ઉપદેશાનુસારે ઔષધનું સેવન કરે છે, તેથી રોગ રહિત થાય છે; પરંતુ વૈદ્યનો વેશ કે આચરણ નથી કરતો, જેમ તે તેને નિરોગી નથી કરતો, તેવી રીતે જિનરૂપ વૈદ્યની આજ્ઞાનુસાર ધર્મ કરનાર કર્મરોગથી રહિત થાય છે, પરંતુ તેમનો વેશ ધરનાર અને તેમના આદેશાનુસાર નહિ કરનાર કર્મ રોગથી રહિત નથી થતો. વળી જો તું સર્વથા તીર્થકરના સાધુવેશમાં ચારિત્રાનુષ્ઠાનનું કરનાર હો, તો જેમ સર્વ જિનેશ્વરો પરોપદેશાધીન નથી હોતા, અને બીજાને છંઘસ્થ-અવસ્થામાં ઉપદેશ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org