SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] વસ્ત્રાદિને છોડવામાં અયોગ્યતા. [૩૪૩ મૂર્છા શા માટે માને છે ? વળી (શરીરથી અત્યંત નિઃસાર, ક્ષણમાત્રમાં અગ્નિ-ચોરાદિકથી ઉપદ્રવવાલા સુલભ, કેટલાક કાળ પછી અવશ્ય નાશ પામનાર) સ્થૂલ વસ્ત્રાદિકમાં તું મૂર્છા કરે છે, તો પછી શરીરમાં વિશેષે કરીને અવશ્ય મૂર્છા કરીશ, કેમકે શરીર વસ્ત્રાદિની જેમ વેચાતું મળતું નથી, પ્રાપ્ત થવું દુર્લભ છે, ઘણા દિવસ રહેવાવાળું છે અને વસ્ત્રાદિ કરતાં વધારે કાર્ય સાધક છે. (શરીરાદિ માત્રમાં જે મૂર્છા છે; તે અલ્પ છે અને વસ્ત્રાદિ પરિગ્રહની મૂર્છા ઘણી છે, તેથી શરીરાદિ માત્રની મૂર્છા હોવા છતાં પણ નગ્ન સાધુઓ મોક્ષ પામશે, અને તમારા જેવા વસ્ત્રવાળા મોક્ષ નહીં પામે, એમ કહેવામાં આવે તો) વસ્ત્રાદિ પરિગ્રહ વિનાના, અને શરીરઆહારાદિ માત્રમાં જ મૂર્છાવાળા તિર્યંચ-ભીલ વગેરે અનેકવાર નરકગામી થાય છે. દારિદ્રથી પરાભૂત થયેલા અને તથાપ્રકારનો પરિગ્રહ ન હોવા છતાં પણ પરધનમાં મૂર્છા-કષાયાદિ દોષવડે અનિગૃહીત આત્માવાળા મનુષ્યો અનંત કર્મ ઉપાર્જે છે અને બીજા મહામુનિઓ કોઇએ ઉપસર્ગ કરવાની બુદ્ધિથી શરીરે મહામૂલ્યવાળાં વસ્ત્રઆભરણ માળા-વિલેપનાદિ ધારણ કરાવ્યા છતાં, તે નિઃસંગ મુનિઓ કેવળજ્ઞાન યુક્ત મોક્ષ પ્રાપ્ત કરે છે. વળી જે ભયનો હેતુ હોય તે પરિગ્રહ કહેવાય, તો જ્ઞાન-દર્શન-ચારિત્રવાળાને તેના ઉપઘાત કરનારથી ભય છે, અને શરીરને હિંસ પશુઓથી ભય છે, (તેથી તે પણ ભયહેતુ હોવાથી પરિગ્રહ કહેવા જોઇએ.) ભયહેતુ હોવા છતાં પણ તેને મોક્ષસાધનની બુદ્ધિએ ગ્રહણ કરવાથી પરિગ્રહપણું નથી. (એમ કહેવામાં આવે તો.) દોષ રહિત વસ્ત્રાદિને પણ મોક્ષ સાધનની બુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે, તો શાથી પરિગ્રહ કહેવાય ? ૨૫૬૨ થી ૨૫૬૯. વસ્ત્ર વગેરે રૌદ્રધ્યાનનો હેતુ હોવાથી ત્યાગ કરવાં જોઇએ, એમ કહે એનો ઉત્તર જણાવે છે કે : साक्खणाणुबंधो रोज्झाणंति ते मई होज्जा । तुल्लमियं देहाइस पत्थमिह तं तहेहावि ।। २५७०।। जे जत्तिया पगारा लोए भयहेअवो अविरयाणं । ते चैव य विरयाणं पसत्थभावाण मोक्खाय || २५७१ ।। (વસ્ત્રાદિ) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનનો હેતુ છે. (માટે તે તજી દેવા યોગ્ય છે.) એમ તારી માન્યતા હોય, તો શરીરાદિમાં પણ એ સમાન છે. (યતનાથી શરીરાદિનું સંરક્ષણ મોક્ષનો હેતુ હોવાથી) પ્રશસ્ત છે. તો તેવી રીતે વસ્ત્રાદિ પણ પ્રશસ્ત છે. વસ્તુતઃ આ લોકમાં અસંયતને જે આસન-શયનાદિ જેટલા પ્રકારના ભયના હેતુ છે, તે બધા પ્રશસ્તભાવવાળા સંયતને મોક્ષ માટે છે. ૨૫૦૦-૨૫૦૧. Jain Education International શિવભૂતિ :- હિંસાનુબંધી રૌદ્રધ્યાન, મૃષાનુબંધી રૌદ્રધ્યાન, સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન અને સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન એમ ચાર પ્રકારે રૌદ્રધ્યાન આગમમાં કહ્યાં છે, તેમાં પ્રથમ પ્રાણિવધાદિરૂપ હિંસાનું જેમાં નિરંતર ચિંતવન થાય તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન, જેમાં નિરંતર અસત્યનું ચિંતવન થાય તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન, જેમાં નિરંતર-ચોરીનું ચિંતવન થાય તે સ્વેયાનુબંધી રૌદ્રધ્યાન અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy