________________
૩૪૪] સંરક્ષણ રૌદ્રધ્યાનનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જેમાં મારણાદિ અનેક ઉપાયોથી ચોરાદ થકી પોતાના દ્રવ્યને રક્ષણ કરવાનું ચિંતવાય તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. આ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન જો વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં આવે તો અવશ્ય થાય. આ પ્રમાણે રૌદ્રધ્યાનનો હેતુ હોવાથી વસ્ત્રાદિક શસ્ત્રાદિકની જેમ દુર્ગતિના હેતુ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઇએ.
આચાર્ય - એ પ્રમાણે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન તો શરીરાદિમાં પણ સમાન છે, કારણ કે જળ-અગ્નિ-ચોર-સર્પ-હિંસપશુ-વિષ-કંટક આદિથી શરીરનું પણ સંરક્ષણ નિરંતર ચિંતવાય છે, એટલે તેનો પણ ત્યાગ કરવો જોઇએ.
શિવભૂતિ - શરીર વગેરે મોક્ષસાધનનું અંગ હોવાથી યતના વડે તેના સંરક્ષણનું ચિંતવન કરવું તે પ્રસસ્ત છે.
આચાર્ય - જો એમ હોય, તો આગમમાં કહ્યા મુજબ યતનાના પ્રકારથી વસ્ત્રાદિમાં પણ સંરક્ષણાનુબંધ કરવામાં શો દોષ છે? તે પણ પ્રશસ્ત હોવાથી તેનો ત્યાગ શા માટે કરવો જોઇએ?
શિવભૂતિ :- વસ્ત્ર વગેરે મૂચ્છાદિ દોષના હેતુ હોવાથી પરિગ્રહ જ કહેવાય અને તે લોકને ભવભ્રમણનું કારણ છે, એ સર્વ કોઇને પ્રતીત છે. જયારે એ પરિગ્રહ લોકોને ભવભ્રમણનું. કારણ છે, તો પછી વસ્ત્રાદિ પરિગ્રહવાળા સાધુને પણ તે ભવભ્રમણનું કારણ કેમ ન થાય? થાય જ, માટે તેનો ત્યાગ કરવો જોઇએ.
આચાર્ય - તારી-એ એકાંત માન્યતા યોગ્ય નથી, કેમકે આસન-શયન-પાન-ભોજન-ગમનઅવસ્થાન-મન-વચન અને કાયાની ચેષ્ટા વગેરે જેટલા પ્રકાર છે, તે બધા અપ્રશસ્ત અધ્યવસાયવાળા અસંયતને આલોકમાં ભયના હેતુ થાય છે, અને એ જ બધા પ્રકારો પ્રશસ્ત અધ્યવસાયવાળા સંયતને મોક્ષના હેતુ થાય છે. એટલે જેણે લોભાદિ કષાયનો મૂળથી જ નાશ કરેલ છે, એવા સાધુઓને વસ્ત્રાદિ ગ્રહણ કરવા છતાં પણ કોઈ દોષ નથી લાગતો. વળી વસ્ત્રાદિ મૂચ્છ વગેરેના હેતુ હોવાથી સુવર્ણાદિકની જેમ પરિગ્રહ છે, ઈત્યાદિ હેતુ અને દાંતના કથનમાત્રથી જ વસ્ત્રાદિકનું પરિગ્રહપણું તું સિદ્ધ કરે છે, તો અમે પણ એવા જ હેતુ અને ઉદાહરણથી સુવર્ણનું અપરિગ્રહપણું સિદ્ધ કરીએ છીએ. ૨૫૭૦-૨૫૭૧.
आहारो ब्व न गंथो देहत्थंति विसघायणत्थाए । कणगंपि तहा जुवई धम्मंतेवासिणी मेत्ति ॥२५७२।। तम्हा किमत्थि वत्धुं गंथोऽगंथो व सव्वहा लोए ?। गंथोऽगंथो व मओ मुच्छममुच्छाहि निच्छयओ ॥२५७३॥ वत्थाइ तेण जं जं संजमसाहणमराग-दोसरस ।
तं तमपरिहग्गहो च्चिय परिग्गहो जं तदुवघाई ॥२५७४॥ યુવતિ મારી ધર્માતેવાસિની છે, તથા સુવર્ણ વિષઘાતક છે, (વિષઘાત-રસાયન-મંગળ-ચ્છવિનય-પ્રદક્ષિણાવર્ત-ગુરુતા અને દગ્ધકુષ્ઠતા આ આઠ ગુણો સુવર્ણમાં છે.) એવી બુદ્ધિથી ગ્રહણ કરતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org