SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] વસ્ત્રાદિની કષાય હેતુતામાં શિવભૂતિનો પૂર્વપક્ષ અને ઉત્તર. [૩૪૧ હવે ભાષ્યકાર મહારાજ શિવભૂતિને જે પ્રકારે વિપ્રતિપત્તિ થઇ, તે સવિસ્તર જણાવે છે : उवहिविभागं सोउं सिवभूई अज्जकण्हगुरुमूले । जिणकप्पियाइयाणं भणइ गुरुं कीस नेयाणिं ? ॥२५५३।। जिणकप्पोऽणुचरिज्जइ वोच्छिन्नोत्ति भणिए पुणो भणइ । तदसत्तस्सोचिछज्जउ वोच्छिज्जइ किं समत्थस्स ? ॥२५५४॥ पुब्बमणापुच्छच्छिण्णकंबलकसायकलुसिओ चेव । सो बेइ परिग्गहओ कसाय-मुच्छा-भयाईया ।।२५५५॥ दोसा जओ सुबहुया सुए य भणियमपरिग्महत्तंति । जमचेला य जिणिंदा तदभिहिओ जं च जिणकप्पो ।।२५५६।। जं च जियाचेलपरीसहो मुणी जं च तीहिं ठाणेहिं । वत्थं धरेज्ज नेगंतओ तओऽचेलया सेया ॥२५५७।। गुरुणाऽभिहिओ जइ जं कसायहेऊ परिग्गहो सो ते । तो सो देहो च्चिय ते कसायउप्पत्तिहेउत्ति ॥२५५८॥ अत्थि व किं किंचि जए जस्स च तरस व कसायबीयं जं । वत्थु न होज्ज एवं धम्मोऽवि तुमे न घेतब्बो ॥२५५९।। जेण कसायनिमित्तं जिणोऽवि गोसाल-संगमाईणं । धम्मो धम्मपराउवि ग पडिणीयाणं जिणमयं च ॥२५६०।। अह ते न मोक्खसाहणमईए गंथो कसायहेऊवि । वत्थाइ मोक्खसाहणमईएं सुद्धं कहं गंथो ? ॥२५६१।। આર્યકૃષ્ણસૂરી પાસે જિનકલ્પિક વગેરેના ઉપધિનો વિભાગ સાંભળીને શિવભૂતિએ ગુરુને કહ્યું કે કોઈ હમણાં શા માટે જિનકલ્પ આચરતું નથી ? તથાવિધ સંઘયણના અભાવે જંબુસ્વામિના નિર્વાણના વખતમાં તેનો વિચ્છેદ થયો છે, એમ ગુરુએ કહ્યું, એટલે શિવભૂતિએ કહ્યું કે અશક્તને માટે તેનો ભલે વિચ્છેદ થાઓ, પણ સમર્થને તેનો વિચ્છેદ શા માટે થાય ? (આ પ્રમાણે પૂર્વે રત્નકંબલ માટે પુછાયેલ, તે પછી) તેને પૂછયા સિવાય કંબલના ટુકડા કરી નાખવાથી કષાયથી કલુષિત થયેલ એવા તેણે પુનઃ કહ્યું કે-પરિગ્રહથી કષાય, મૂચ્છ, ભય વગેરે ઘણા દોષો પ્રાપ્ત થાય છે, અને શ્રુતમાં પણ અપરિગ્રહપણું (ધારણ કરવાને) કહ્યું છે, કેમકે જિનેશ્વર અચલક છે, અને તેમણે જ જિનકલ્પ કહેલો છે. વળી જેણે અચેલકપરિષહ જીત્યો હોય, તે જ મુનિ છે, અને તેમને (લજ્જા-જુગુપ્સા અને શીતોષ્ણાદિ પરિષદના હેતુથી) ત્રણ સ્થાનકે વસ્ત્ર ધારણ કરવાનું કહ્યું છે, પણ એકાન્ત (વસ્ત્ર ધારણ કરવા જ જોઈએ એમ) નથી કહ્યું. માટે અચેલકપણું જ કલ્યાણકારી છે, (આથી) ગુરૂએ કહ્યું, જો એ પ્રમાણે જે કોઈ કષાયનો હેતુ હોય, તો પરિગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy