SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦] દિગંબરની ઉત્પત્તિનાં નગરાદિ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વસ્ત્રધારી અને વસ્ત્રરહિત એમ બબ્બે પ્રકારના હોય છે. વળી ઉપધીના બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દસ, અગીયાર અને બાર પ્રકાર જિનકલ્પમાં હોય છે, એટલે કે કેટલાક જિનકલ્પિને રજોહરણ અને મુખવસ્ત્રિકા એ બે પ્રકારની ઉપધિ હોય છે, કેટલાકને એક કલ્પસહિત ત્રણ પ્રકારની ઉપધિ હોય છે, કેટલાકને બે કલ્પસહિત ચાર પ્રકારની, કેટલાકને ત્રણ કલ્પસહિત પાંચ પ્રકારની, કેટલાકને રજોહરણ, મુહપત્તિ, પાત્ર, પાત્રબંધન, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પડલાદિ રજસ્ત્રાણ, ગુચ્છક એ પાત્રનિયોગ રૂપ નવ પ્રકારની ઉપધિ હોય છે. કેટલાકને એ નવ સાથે એક કલ્પસહિત દસ પ્રકારે, બે કલ્પસહિત અગીયાર પ્રકારે અને ત્રણ કલ્પસહિત બાર પ્રકારે ઉપધિ હોય છે. એ પ્રમાણે સાંભળીને શિવભૂતિએ કહ્યું જો એમ હોય, તો હમણા ઔથિક જે વિના સ્થવિરકલ્પિપણું જ ન રહે અને ઔપગ્રહિક કારણસર લેવાય અને વપરાય આટલી બધી ઉપધિ શા માટે ગ્રહણ કરવામાં આવે છે, અને એ જિનકલ્પ કેમ નથી આદરતો ? એના ઉત્તરમાં આચાર્યશ્રીએ કહ્યું કે આર્ય શ્રીજંબૂસ્વામીના નિર્વાણ વખતમાં જ જિનકલ્પનો વિચ્છેદ થયો છે. વળી એવા સંઘયણ આદિના અભાવે હમણાં આપણા જેવાથી તે કરી શકાય તેમ નથી. તે વખતે શિવભૂતિએ અભિમાનપૂર્વક કહ્યું કે “હું જીવતાં છતાં શું જિનકલ્પ વિચ્છેદ પામશે ? હું પોતે એ જ્ઞિકલ્પ આદરીશ. પરલોકના અર્થી મુનિએ તે નિરિગ્રહ જિનકલ્પ આદરવો જોઇએ. કષાય, ભય, મૂર્છા વગેરે દોષો ઉત્પન્ન કરનાર અનર્થકારી આવા પરિગ્રહનું શું પ્રયોજન છે ? આ જ કારણોથી આગમમાં પરિગ્રહરહિત થવાને કહ્યું છે. વળી જિનેશ્વરો પણ અચલેક હતા, માટે અચલેકપણું જ સુંદર છે અને સાધુએ તે જ ધારણ કરવું જોઇએ. તેનું એ કથન સાંભળીને ગુરુશ્રીએ કહ્યું જો એ પ્રમાણે હોય, શરીરમાં પણ કષાયભય-મૂર્ચ્યા વગેરે દોષો હોય છે, તેથી વ્રત-ગ્રહણ કર્યા પછી તરત શરીર પણ તજી દેવું જોઇએ. અને શ્રુતમાં જે નિષ્પરિગ્રહણપણું કહ્યું છે, તે એ પ્રમાણે કહ્યું છે કે ધર્મોપકરણમાં પણ મૂર્છા ન કરવી, મૂર્છાનો અભાવ એ જ પરિગ્રહરહિતપણું છે, પરંતુ સર્વથા ધર્મોપકરણનો પણ ત્યાગ કરવો તેનું નામ પરિગ્રહરહિતપણું નથી. વળી જિનેશ્વરો પણ સર્વથા અચેલક (વસ્ત્રરહિત) નથી. “સવ્વેવિ લૂમેળ નિયા બિનવા પરીસં” એ વચનથી સર્વે ચોવીસે જિનવરો એક દેવદૂષ્ય (વસ્ત્ર) સહિત નીકળેલા છે. આ પ્રમાણે ગુરુએ તેમજ બીજા વૃદ્ધ સાધુઓએ અનેક યુક્તિઓથી શિવભૂતિને સમજાવ્યા છતાં તેણે તથાવિધ કષાયમોહનીયાદિ કર્મનાં ઉદયથી પોતાનો કદાગ્રહ ન તજ્યો, અને વસ્ત્રો તજી દઇ બહાર ઉદ્યાનમાં જઇને રહ્યો, તે પછી તે ઠેકાણે ઉત્તરાનામની તેની બહેન તેને વંદન કરવાને ગઇ, ત્યાં પોતાના ભાઇને વસ્રરહિત જોઇને તેણે પોતે પણ વસ્ત્ર જિ દીધા, પછી વંદન કરીને તે ભિક્ષા માટે નગરમાં ગઇ, તેને વસ્રરહિત બીભત્સરૂપ જોઇને એક ગણિકાએ વિચાર્યું કે-આ પ્રમાણે આને વસ્ત્ર વિનાની બીભત્સરૂપવાળી જોઇને લોકો અમારા પર વિરાગ પામશે, માટે હું તેને વસ્ત્ર ઓઢાડું, એમ વિચારીને ગણિકાએ તે સાધ્વીની ઇચ્છા વિના પણ વસ્ત્ર ઓઢાડ્યું. નગરમાંથી પાછા ફરીને તેણે આ સર્વ બનાવ શિવભૂતિને જણાવ્યો. શિવભૂતિએ તેને કહ્યું કે વસ્ત્ર વિના સ્ત્રી ઘણી જ ખરાબ અને અતિલજ્જા પામવા યોગ્ય થાય છે, માટે તારે વસ્રનો ત્યાગ ન કરવો, કેમકે દેવતાએ તને એ વસ્ત્ર આપ્યું છે. તે પછી કેટલાક દિવસે શિવભૂતિએ કૌડિન્ય અને કોટ્ટવીર નામના બે શિષ્યોને દીક્ષા આપી. તેમના શિષ્ય-પ્રશિષ્યની પરંપરાએ ઉત્પન્ન થયેલો આ બોટિક મત (દિગંબર સંપ્રદાય) વૃદ્ધિ પામ્યો.૨૫૫૦ થી ૨૫૫૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy