________________
ભાષાંતર]. દિગંબરની ઉત્પત્તિનાં નગરાદિ
[૩૩૯. વિવેચન : - મહાવીર પ્રભુના નિર્વાણ પછી છસો ને નવ વર્ષે, બોટિક(દિગમ્બર)નિત્કવો થયા, તેની ઉત્પત્તિનો ઇતિહાસ આ પ્રમાણે છે. એક વખત રથવીરપુરનગરની બહારના દીપક નામના ઉદ્યાનમાં આર્યકૃષ્ણ નામના આચાર્ય આવ્યા. તે વખતે તે નગરમાં શિવભૂતિ નામનો રાજસેવક રહેતો હતો તેનું બીજું નામ સહસ્રમલ હતું. તે રાજાની મહેરબાનીથી અનેક ભોગ-વિલાસભોગવતો નગરમાં ફરતો. અને બે પ્રહર રાત્રિ વિત્યા પછી ઘેર આવતો. તેના હંમેશના આવા આચરણથી દુઃખી થયેલી તેની સ્ત્રીએ એક દિવસ પોતાની સ્નેહાળ સાસુને કહ્યું કે તમારા પુત્ર કદી પણ રાત્રિએ વેળાસર આવતા નથી, તેથી હું હંમેશા ઉજાગરાથી અને ભૂખથી પીડા પામું છું. આ સાંભળી સાસુએ સ્નેહપૂર્વક કહ્યું-બેટી ! હંમેશાં જો એ જ પ્રમાણે થાય છે, તો તે વાત તે મને આજ સુધી કેમ ન કહી? પણ ચિંતા ન કર. આજે તું સૂઈ જા, તારા બદલે હું જાગીશ અને એ અવિનીત છોકરાને શિક્ષા આપીશ. સાસુના કહેવાથી વહુ તે દિવસે સૂઇ ગઈ અને સાસુ જાગતી બેઠી.
રાત્રિના બે પ્રહર વીત્યા એટલે શિવભૂતિએ આવીને દ્વાર ઉઘાડવાનું કહ્યું, તે વખતે કુદ્ધ થયેલી માતાએ રોષપૂર્વક કહ્યું. અરે ! ઉન્માર્ગગામી ! ઉદ્ધત પુત્ર ! આટલી બધી રાત્રિ વિત્યા પછી નગરમાં રખડીને આવ્યો છે, તો જ્યાં અત્યારે દ્વાર ખુલ્લાં હોય ત્યાં જા, તારી પાછળ અમે તને લેવા આવીશું નહિ, તેમ તારા વિના મરી જઈશું પણ નહિ. માતાના આવા ક્રોધ અને અહંકારવાળા વચનો સાંભળીને શિવભૂતિને ઘણું માઠું લાગ્યું, તેથી તે રિસાઇને ત્યાંથી પાછો ફરીને નગરમાં ફરવા લાગ્યો, ફરતાં ફરતાં તે વખતે સાધુનો ઉપાશ્રય ખુલ્લો જોયો, તે અવસરે ઉપાશ્રયમાં સાધુઓ કાલગ્રહણ કરતા હતા, તેમની પાસે જઈને શિવભૂતિએ વંદના કરીને વ્રત માટે યાચના કરી. સાધુઓએ તેની સર્વ હકીકત સાંભળ્યા પછી તેને રાજવલ્લભ તેમ જ માતા વગેરે સગાઓએ મુક્ત નથી કર્યો, એમ જાણીને દીક્ષા ન આપી, આથી સહસ્રમલ શિવભૂતિએ કફ નાખવાના ચપ્પણિઆમાંથી રાખ લઇને સ્વયં-પોતાની મેળે જ લોચ કર્યો, તેથી મુનિઓએ સાધુવેશ આપ્યો, અને બીજે દિવસે તેઓ અન્યત્ર વિહાર કરી ગયા. તે પછી કાલાન્તરે પુનઃ તે જ નગરમાં આવ્યાં, તેમને સર્વને આવ્યા જાણીને તે નગરના રાજાએ અપૂર્વ સ્નેહથી શિવભૂતિમુનિને બહુમુલ્યવાળું કંબલરત્ન આપ્યું. આથી આચાર્ય મહારાજે શિવભૂતિને કહ્યું, મુનિ ! આવું બહુમુલ્યવાળું વસ્ત્ર સાધુને કલ્પ નહિ, તેમજ માગદિમાં પણ આથી અનેક અનર્થ થવા સંભવ છે માટે તમારે તે રાખવું ન જોઈએ. શિવભૂતિએ તે કંબલ ઉપરની મૂર્છાને લીધે ગુરુને કહ્યાં સિવાય તેને ગોપવી રાખી દરરોજ ગોચરીથી આવીને તેને સંભાળતો, પણ કદી તેનો વાપરવામાં ઉપયોગ કરતો નહિ. તેનો આવો વ્યવસાય જોઈને ગુરુએ જાણ્યું કે આને આ કંબલરત્ન ઉપર ઘણી મૂચ્છ છે, તેથી તેનો નાશ કરવો જોઈએ. એમ વિચારીને ગુરુશ્રીએ એક દિવસ તે મુનિ બહાર ગયા એટલે તે કંબલરત્નના નાના નાના ટુકડા કરીને દરેક સાધુને પગ સાફ કરવાને આપી દીધા. આ બનાવ શિવભૂતિએ જાણ્યો, એટલે તે અત્યંત ક્રોધી ચિત્તવાળો થઈને મૌન રહ્યો. એક દિવસ આચાર્ય મહારાજ જિનકલ્પિનું વર્ણન કરતા હતા તેમાં તેમણે એમ કહ્યું કે- “જિનકલ્પિ બે પ્રકારનાં હોય છે, એક હસ્તરૂપ પાત્રવાળા અને બીજા પાત્રધારણ કરનારા, પુનઃ તે દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org