________________
૩૨]
ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ગુણી પણ દેહ જ છે. કારણ કે જ્ઞાનાદિ ગુણો, ગૌરતા-કૃશતા-સ્થૂલતા આદિની જેમ શરીરમાં જ જણાય છે, માટે તે જ્ઞાનાદિ તે શરીરના જ ગુણો છે.
તારી એ માન્યતા અયોગ્ય છે, કેમકે ઘટની જેમ શરીર મૂર્તિમાનું અને ચક્ષુગ્રાહ્ય હોવાથી અમૂર્ત એવા જ્ઞાનાદિ ગુણો તે શરીર સંબંધી નથી હોતા અને દ્રવ્ય વિના ગુણો નથી રહેતા, તેથી જે જ્ઞાનાદિ ગુણોના જેવો અમૂર્ત અને અચાક્ષુષ છે, તે જ શરીરથી અતિરિક્ત એવો ગુણી આત્મા જાણવો.
જ્ઞાનાદિ ગુણો શરીરના નથી, એ કથન પ્રત્યક્ષવિરુદ્ધ જણાય છે, કેમકે એ ગુણો શરીરના પ્રત્યક્ષ જણાય છે. તે કહેવું પણ અયુક્ત છે. આવું વચન અનુમાનથી બાધિત છે. કારણ કે ઈન્દ્રિયોથી અતિરિક્ત જ્ઞાતા-જાણનાર, ઇન્દ્રિયોનો ઉપરમ થયા છતાં પણ ઇન્દ્રિયો વડે જાણેલા પદાર્થનું સ્મરણ કરે છે. “જે જેનો ઉપરમ થતાં પણ તેથી જાણેલ અર્થનું સ્મરણ કરે છે, તે તેનાથી ભિન્ન હોય છે, જેમાં પાંચ બારીઓથી જાણેલ અર્થનું બારીઓ બંધ કર્યા છતાં પણ તેનાથી ભિન્ન એવો દેવદત્ત સ્મરણ કરે છે, તેમ અહીં પણ જાણવું.” આ સંબંધી વધુ વિસ્તાર આગળ વાયુભૂતિના પ્રશ્નમાં કરીશું એટલે અહીં વધુ નથી કહેતા.
એ રીતે સ્વશરીરમાં તને પણ દેશથી આત્મા પ્રત્યક્ષ છે, છઘસ્થને સર્વ વસ્તુ દેશથીજ જણાય છે. સર્વ પદાર્થ સ્વ અને પરપર્યાયથી અનન્તપર્યાયવાળા છે. અને છપસ્થ પ્રત્યક્ષપણે સાક્ષાત્ તે વસ્તુના અમુક ભાગને જ જાણી શકે છે. વળી પ્રત્યક્ષથી દીપક આદિના પ્રકાશવડે ઘટાદિ પદાર્થ દેશથી પ્રકાશિત છતાં પણ વ્યવહારથી પ્રત્યક્ષ કહેવાય છે. સર્વ પ્રકારે તો કેવળીને જ સર્વ વસ્તુ પ્રત્યક્ષ છે, એટલે મને અપ્રતિહત જ્ઞાન હોવાથી આત્મા સર્વ પ્રકારે પ્રત્યક્ષ છે, જેમ તારૂં સંશયજ્ઞાન અતીન્દ્રિય છતાં પણ મને પ્રત્યક્ષ જણાય છે, તેમ આત્મા પણ જણાય છે, માટે આત્મા છે-એમ અંગીકાર કર.
એ પ્રમાણે જેમ સ્વશરીરમાં આત્મા છે, તેમ પરશરીરમાં પણ આત્મા છે, એમ અનુમાનથી માન. જેમ પોતાનું શરીર આત્માવાળું હોવાથી તેને ઇનિષ્ટમાં પ્રવૃત્તિ નિવૃત્તિ દેખાય છે, તેમ પરશરીરની અંદર પણ ઇષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાય છે, માટે તે આત્માવાળું છે. જે આત્મા વિનાનું છે, તેને ઘટની પેઠે ઈનિષ્ટમાં પ્રવૃત્તિ નિવૃત્તિ નથી. આ અનુમાનથી પરશરીરમાં પણ આત્મા છે, એમ માન. ૧૫૬૧ થી ૧૫૬૪. અનુમાનપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે એમ જણાવે છે.
जं च न लिंगेहिं समं मन्नसि लिंगी जओ पुरा गहिओ । संगं ससेण व समं ण लिंगओ तोऽणुमेओ सो ॥१५६५॥ सोऽणेगंतो जम्हा लिंगेहिं समं न दिट्ठपुब्बोऽवि । गहलिंगदरिसणाओ गहोऽणुमेओ सरीरम्मि ।।१५६६।। देहस्सऽत्थि-विहाया पइनिययागारओ घडस्सेव । अखाणं च करणओ दंडाईणं कुलालो व्व ॥१५६७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org