________________
[૩૧
ભાષાંતર ]
ગૌતમ ગણધરનો વાદ. કરવામાત્રથી જ તે ગુણવાન આત્મા પ્રત્યક્ષથી ગ્રહણ કરાય, એમ સિદ્ધ થયું. કેમકે જે જેનાથી અભિન્ન હોય, તેને ગ્રહણ કરવાથી તેનું ગ્રહણ થાય છે, જેમ વસ્ત્રમાં રહેલો રંગ વસ્ત્રથી અભિન્ન હોવાથી, વસ્ત્ર ગ્રહણ કરવાથી તે રંગ પણ ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ જ્ઞાનાદિ ગુણોથી અભિન્ન તે ગુણવાનું આત્મા છે, તેથી તેના ગુણો ગ્રહણ થવાથી, તે ગુણવાનું આત્મા પણ પ્રત્યક્ષપણે ગ્રહણ થાય છે, (૨) અને જો ગુણોથી ગુણી ભિન્ન છે, એમ માનતો હોય, તો ઘંટ આદિ ગુણી, તેના રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થવાથી જે ગ્રહણ થાય છે, તે ગ્રહણ ન થવું જોઇએ, કેમકે જે જેનાથી ભિન્ન હોય, તે તેનું ગ્રહણ થવાથી ગ્રહીત ન થાય, જેમ ઘટ ગ્રહણ થવાથી તેથી ભિન્ન. એવા પટનું ગ્રહણ નથી થતું, તેમ અહીં પણ ગુણીથી ભિન્ન એવા ગુણોનું ગ્રહણ થવાથી ગુણી ગ્રહણ થવો ન જોઇએ. આ પ્રમાણે ઘટાદિમાં પણ અગ્રહણતાનો દોષ અહીં પણ સમાન છતાં, કેવળ આત્માના અભાવનો જ વિચાર શાથી થાય છે ? કદિ એમ કહેવામાં આવે કે દ્રવ્ય વિના ગુણો હોતા નથી, તેથી રૂપાદિ ગુણો પ્રત્યક્ષ થએ, ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ થાય છે, તો આત્મામાં પણ એ જ પ્રમાણે છે. ૧૫૫૮-૧૫૬૦.
વળી ગુણી અને ગુણો ભિન્ન માનવાથી ગુણના પ્રત્યક્ષથી ગુણી પ્રત્યક્ષ થાઓ અથવા ન થાઓ, એ વિવાદ મૂકી દઇએ, તો પણ જ્ઞાનાદિ ગુણોથી ભિન્ન એવો ગુણી શરીર છે, એમ માનવા છતાં પણ આત્મા સિદ્ધ થાય તે જણાવવા કહે છે.
अह मन्नसि अत्थि गुणी न उ देहत्थंतरं तओ किंतु । देहे नाणाइगुणा सो च्चिय तेसिं गुणी जुत्तो ॥१५६१॥ नाणादओ न देहस्स मुत्तिमत्ताइओ घडस्सेव । तम्हा नाणाइगुणा जरस स देहाहिओ जीवो ।।१५६२।। इय तुह देसेणायं पच्चक्खो सव्वहा महं जीवो । अविहयनाणत्तणओ तुह विण्णाणं व पडिवज्जा ||१५६३।। एवं चिय परदेहेऽणुमाणओ गेण्ह जीवमत्थि त्ति ।
अणुवित्ति-निवित्तीओ विन्नाणमयं सरूचे व्व ॥१५६४।। તું એમ માનીશ કે ગુણી છે, પણ તે ગુણી શરીર સિવાય બીજો નથી, શરીરમાં જ જ્ઞાનાદિ ગુણો છે, તેથી તે જ્ઞાનાદિ ગુણવાનું ગુણી શરીર છે, એમ કહેવું તે અયોગ્ય છે. ( આ માન્યતા ઠીક નથી, કેમકે) ઘટની જેમ શરીર મૂર્તિમાનું હોવાથી તેના જ્ઞાનાદિ ગુણો નથી, માટે જ્ઞાનાદિ ગુણો જેના છે, તે શરીરથી અતિરિક્ત-ભિન્ન આત્મા છે. એ પ્રમાણે તને આત્મા દેશથી પ્રત્યક્ષ છે, અને મને અપ્રતિહત જ્ઞાનથી તારા સંશયજ્ઞાનની પેઠે સર્વથી તે આત્મા પ્રત્યક્ષ છે, માટે આત્મા છે, એમ અંગીકાર કર. ૧૨૬૧-૧૫૬૨-૧૫૬૩.
હે ગૌતમ ! તું એમ કહીશ, કે જ્ઞાનાદિ ગુણોવાળો ગુણી છે, એ સંબંધમાં મારે વિવાદ નથી, પરંતુ શરીરથી ભિન્ન હોય એવો ગુણી કોઇ આત્મા પદાર્થ નથી, કે જેમાં એ જ્ઞાનાદિ ગુણો હોય, મારું તો એમ માનવું છે, કે જેમ રૂપાદિ ગુણવાળો ગુણી ઘટ છે, તેમ જ્ઞાનાદિ ગુણવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org