SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] એકસો ચુમ્માલીસ પ્રશ્નનાં ઉદાહરણો. [૩૨૧ उवयाराओ तिविहं भुवमभुवं नोभुवं च सो देइ । निच्छयओ भुवमभुवं तह सावयवाइं सब्बाई ॥२५०३॥ जीवमजीवं दाउं नोजीवं जाइओ पुणरजीवं । देइ चरिमम्मि जीवं न उ नोजीवं स जीवदलं ॥२५०४॥ બે નિષેધ મૂળ અર્થને જણાવે છે, તેથી કરીને “નોપૃથ્વી આપો” એમ કહેવાથી તેનો શબ્દ સર્વ નિષેધાર્થક માનીને) દેવ પૃથ્વી આપે છે. તથા (નશબ્દ દેશ નિષેધાર્થિમાં માનીને) અપૃથ્વીનો એક દેશ આપે છે. (એ પ્રમાણે) સર્વ સાવયવવાળી વસ્તુઓ (વ્યવહાર) પૃથ્વી-અપૃથ્વી અને નોપૃથ્વી એ ત્રણ પ્રકારે ઉપચારથી દેવ આપે છે. તથા (નિશ્ચયથી તો) પૃથ્વી અને અપૃથ્વી એમ બે પ્રકારે જ આપે છે. ૨૫૦ર થી ર૫૦૪. વિવેચન :- નોકાર તથા અકારરૂપ બે નિષેધથી પ્રકૃતિ અર્થનું પ્રતિપાદન થાય છે. તેથી કરીને “નોઅપૃથ્વી” આપો એમ કહેવાથી નોશબ્દને સર્વ નિષેધાર્થમાં માનીને દેવ પૃથ્વી-ઢેકું આપે છે. તથા નોશબ્દને દેશનિષેધાર્થમાં માનીને જળાદિરૂપ અપૃથ્વીનો એક દેશ આપે છે. આ પ્રમાણે યાચના કરવાથી કૃત્રિકાપણનો દેવ ઉપચારથી વસ્તુ ત્રણ પ્રકારે આપે છે. પૃથ્વીની યાચના કરતા ઉપચારથી ઢેકું આપે છે. અપૃથ્વી માગતા પાણી આદિ આપે છે અને નોપૃથ્વી માગતાં પૃથ્વીનો એક દેશ આપે છે. નોઅપૃથ્વીની યાચનાનો પ્રશ્ન પહેલા અને બીજા પ્રકારમાં અન્તભૂત થાય છે, એટલે ચોથી વસ્તુ મળતી નથી. આ પ્રમાણે ત્રણ પ્રકારે વસ્તુની યાચના વ્યવહારનયની અપેક્ષાએ ઘટે છે, કેમકે એ નય દેશ તથા દેશીનો વ્યવહાર માને છે. નિશ્ચયનય એ પ્રમાણે નથી માનતો. એ નયની અપેક્ષાએ તો પૃથ્વી અને અપૃથ્વી એ બે પ્રકારે જ વસ્તુ માગી શકાય. નોપૃથ્વીરૂપ ત્રીજો પ્રકાર તો દેશ-દેશના વ્યવહારમાં જ ઘટી શકે. તેવા વ્યવહારને નિશ્ચયનય માનતો નથી. એ જ પ્રમાણે પૃથ્વી સિવાય બીજી જળાદિ વસ્તુઓની યાચના કરતાં પણ કુત્રિકાપણનો દેવ વ્યવહારથી ત્રણ પ્રકારે જ વસ્તુ આપે છે. કારણ કે એ જળ વગેરે સર્વ વસ્તુઓ અવયવવાળી હોવાથી તેમાં દેશ-દેશીનો વ્યવહાર ઘટી શકે. પરંતુ નિશ્ચય નયના મતે એવો દેશદેશી વ્યવહાર માન્ય નથી, તેથી તેની અપેક્ષાએ અવયવવાળી વસ્તુઓનું દાન પણ બે જ પ્રકારે થઈ શકે. તાત્પર્ય એ છે કે અવયવવાળી વસ્તુનું દાન બે અથવા ત્રણ પ્રકારે થઈ શકે, પરંતુ નિરવયવ વસ્તુનું દાન તો બે જ પ્રકારે થઈ શકે. ૨૫૦૨ થી ૨૫૦૪. અવયવ રહિત વસ્તુ બે જ પ્રકારે આપી શકાય તે કહે છે : तो निग्गहिओ छलुओ गुरु वि सक्कारमुत्तमं पत्तो । धिद्धिक्कारोवहओ छलुओऽवि सभाहिं निच्छूढो ॥२५०५।। (३५०) वाए पराजिओ सो निब्बिसओ कारिओ नरिदेण । घोसावियं च नयरे जयइ जिणो वद्धमाणो त्ति ॥२५०६॥ ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy