SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨] રોહગુપ્તનો પરાભવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જીવ માગવાથી જીવ આપે છે. અજીવ માગવાથી અજીવ આપે છે. નોજીવ માગવાથી પુનઃ અજીવ આપે છે, અને નોઅજીવ માગવાથી જીવ આપે છે; પરંતુ જીવના વિભાગ રૂપ નોજીવ નથી આપતો. (આ પ્રમાણે બે જ રાશિ હોવાથી) રોહગુપ્ત પરાભવ પામ્યો, અને ગુરૂ ઉત્તમ સત્કારને પામ્યા. આથી ગુરુએ ધિક્કાર પામેલા રોહગુપ્તને સભામાંથી બહાર કાઢ્યો. અને રાજાએ તેનો દેશનિકાલ કર્યો, તથા નગરમાં ઘોષણા કરાવી કે - શ્રી વર્ધમાન જિનેશ્વર સદા જય પામે છે. ૨૫૦૫ થી ૨૫૦૬. વિવેચન :- પૂર્વે કહ્યા મુજબ સાવયવી વસ્તુનું દાન વ્યવહારથી અને નિશ્ચયથી ત્રણ પ્રકારે અને બે પ્રકારે થઈ શકે; પરંતુ નિરવયવી વસ્તુનું દાન તો બંને અપેક્ષાથી બે જ પ્રકારે થઈ શકે છે. ‘“જીવ આપો” એમ યાચના કરી એટલે દેવે શુક-સારીકાદિ જીવ આપ્યા. “અજીવ આપો' એમ યાચના કરી એટલે દેવે માટી અથવા પત્થરનો ટુકડો આપ્યો. “નોજીવ આપો” એમ યાચના કરી એટલે દેવે નોશબ્દને સર્વ નિષેધાર્થમાં માનીને પુનઃ પત્થરના ટુકડા રૂપ અજીવ આપ્યો. “નોઅજીવ આપો’” એમ યાચના કરી, એટલે બે નિષેધ મૂળ અર્થને જણાવતા હોવાથી દેવે શુકસારિકાદિ જીવ આપ્યો, આ પ્રમાણે ચાર વિકલ્પથી યાચના કરતાં જીવ અને અજીવ એવા બે જ પદાર્થની પ્રાપ્તિ થઈ, પણ તે સિવાય ગધેડાના શીંગડા જેવા અસત્ ત્રીજા નોજીવની પ્રાપ્તિ ન થઈ. આથી રાજા અને સર્વ સભાસદોને ખાતરી થઈ કે જીવ અને અજીવ એવા બે જ રાશિ છે, પણ રોહગુપ્ત કહે છે તેવો ત્રીજો નોજીવ રાશિ નામનો પદાર્થ નથી. આ પ્રમાણે સર્વને દૃઢ પ્રતીતિ થઈ એટલે રોહગુપ્ત પરાભાવ પામ્યો, તેથી ગુરૂએ તિરસ્કાર કરીને તેને સભામાંથી બહાર કાઢ્યો, અને ગુરુને અતિશય સન્માન પ્રાપ્ત થયું. રોહગુપ્ત વાદમાં પરાભવ પામ્યો, એટલે રાજાએ તેને નિર્વિષય કર્યો અને નગરમાં એવી ઘોષણા કરાવી કે શ્રી વર્ધમાનજિન જયવંતા વર્તે છે. (પછી ઉદ્વેગ પામેલા ગુરૂએ પરાજય પામેલા રોહગુપ્તના મસ્તક પર બળખાવાળું રાખથી ભરેલું ચપ્પણીયું ફોડ્યું.) ૨૫૦૫-૨૫૦૬. રોહગુપ્તનો પરાભવ અને તેનું બીજું નામ ષડૂલુક કહેવાનું કારણ : तेणाभिनिवेसाओ समविगप्पियपयत्थमादाय । वइसेसियं पणीयं फाईकयमण्णमण्णेहिं ॥२५०७ ॥ नामेण रोहगुत्तो गुत्तेण लप्पए स चोलूओ । दव्याइछप्पयत्थोवएसणाओ छलूउत्ति || २५०८ | આથી અભિનિવેશિત થયેલા રોહગુપ્તે પોતાની બુદ્ધિથી કલ્પેલા (દ્રવ્ય-ગુણ-કર્મ આદિ) છ પદાર્થો પ્રતિપાદન કરનારું વૈશેષિક દર્શન રચ્યું, તે દર્શનને તેના બીજા શિષ્યોએ વિસ્તૃત કરીને આટલા કાળ પર્યંત પ્રસિદ્ધ રાખ્યું. આ રોહગુપ્ત નિહ્નવ ઉલૂકગોત્રનો હતો; તે દ્રવ્ય-ગુણ-કર્મસામાન્ય-વિશેષ અને સમવાય એ છ પદાર્થની પ્રરૂપણા કરતો હતો, તેથી એનું બીજું નામ ષડુલક પણ કહેવાતું. ૨૫૦૭ થી ૨૫૦૮. અહીં રોહગુપ્ત નામના છઠ્ઠા નિહ્નવનો વાદ સમાપ્ત થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy