SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦] એકસો ચુમ્માલીસ પ્રશ્નોનાં ઉદાહરણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પૃથ્વીનો એક દેશ સમજાય, પરંતુ ઢેફાનો એક દેશ તો પૃથ્વીના દેશનો પણ દેશ છે, એટલે તેને “નોપૃથ્વી” કેમ કહેવાય ? એવી શંકા કરવામાં આવે, તો તેના ઉત્તરમાં એમ સમજવું કે તેમાં દેશનો ઉપચાર કર્યો છે, કારણ કે ઢેફામાં પૂર્વોક્ત યુક્તિથી સંપૂર્ણ પૃથ્વીદ્રવ્યનો આરોપ કર્યો છે. તેથી ઢેફારૂપ પૃથ્વી દ્રવ્યની અપેક્ષાએ ઢેફાના દેશને-વિભાગને પણ પૃથ્વીના દેશનો આરોપ કરેલો છે; અન્યથા ખરી રીતે તો ઢેફાનો વિભાગ પણ ઢેફાની જેમ જાતિ આદિ સમાન લક્ષણવાળો હોવાથી પૃથ્વી જ છે. ઢેફાનો દેશ તે ટેકાનો ખંડ માત્ર જ છે; તેથી જાતિ આદિ લક્ષણ સમાન છતાં પણ તે પૃથ્વી ન કહેવાય એમ શંકા કરવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે એ ન્યાયે તો પૂર્વે ઢેફાને પૃથ્વીપણે કહેલ છે, તે ઢેકું પણ પૃથ્વીનો દેશ હોવાથી પૃથ્વી નહિ કહેવાય. ૨૪૯૫ થી ૨૪૯૭. ઢેફાનો વિભાગ પણ પૃથ્વી છે. એ બાબત દષ્ટાંતથી સિદ્ધ કરે છે : देही भुवं तो भणिए सव्वाणेया न यावि सा सव्वा । सक्का सक्के वि याणेउं किमुयावसेसेणं ? ॥२४९८॥ जह घडमाणय भणिए न हि सव्वाणयणसंभवो किंतु । देसाइविसिटुं चिय तमत्थवसओ समप्पेइ ॥२४९९॥ पुढवि त्ति तहा भणिए तदेगदेसेऽवि पगरणवसाओ। लेझुम्मि जायइ मई जहा तहा लेढुंदेसेऽवि ॥२५००। लेठ्ठदव्वावेक्खाए तह वि तद्देसभावओ तम्मि । उवयारो नोपुढवि पुढवि च्चिय जाइलखणओ ॥२५०१॥ (જો ઢેફાને પૃથ્વી ન કહેવાય.) તો “પૃથ્વી આપો” એમ કહેવાથી તેણે સર્વ-સંપૂર્ણ પૃથ્વી આપવી જોઇએ અને તે તો ઈન્દ્રથી પણ લાવી શકાય નહિ, તો પછી બીજા સામાન્ય દેવથી તો ક્યાંથી લવાય ? ન જ લવાય. માટે જેમ “ઘડો લાવો” એમ કહેવાથી સામાન્યપણે સર્વ ઘટ લાવવાનો સંભવ નથી. (કેમકે સર્વનું પ્રયોજન નથી, પરંતુ તે અર્થવશાત્ દેશ-કાળાદિ વિશિષ્ટ કોઇ અમુક જ ઘટ લાવીને આપે છે, તેવી જ રીતે “પૃથ્વી આપો” એમ કહેવાથી (સર્વ પૃથ્વી આપવી અશક્ય, તથા તેનું પ્રયોજન પણ નથી એટલે) પ્રયોજનવશાત્ પૃથ્વીના એક દેશરૂપ ઢેફામાં પૃથ્વીપણાની બુદ્ધિ થાય છે. તેમ ઢેફાના દેશમાં પણ “નોપૃથ્વી આપો” એમ કહેવાથી પૃથ્વીપણાની બુદ્ધિ થાય છે. (આ પ્રમાણે ઢેફાનો એક દેશ પૃથ્વી જ છે.) તો પણ ઢેફારૂપ દ્રવ્યની અપેક્ષાએ દેશભાવથી ઢેફાના એક દેશમાં (પૂર્વોક્તન્યાયે) પૃથ્વીત્વ જાતિને લક્ષણથી નોપૃથ્વીપણાનો ઉપચાર કરાય છે. (તેથી ઢેફાનો એક દેશ “નોપૃથ્વી છે.”) ૨૪૯૮ થી ર૫૦૧. ઉભય નિષેધપક્ષની અપેક્ષાએ યાચવાનું ઉદાહરણ તથા પ્રસ્તુત અર્થમાં સર્વ યાચનારૂપ પ્રશ્નોનું અવતરણ કરે છે - पडिसेहदुगं पगई गमेइ जं तेण नोअपुढवित्ति । भणिए पुढवि त्ति गई देसनिसेहेऽवि तद्देसो ॥२५०२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy