________________
ભાષાંતર]. એકસો ચુમ્માલીસ પ્રશ્નોનાં ઉદાહરણો.
[૩૧૯ પ્રમાણે કરે છે. કોઈ પણ વિકલ્પરહિત તે મહાસામાન્ય, દ્રવ્યાદિ ત્રણમાં બુદ્ધિનો હેતુ તે સત્તા, દ્રવ્યત્વ-ગુણત્વ વગેરે સામાન્ય-વિશેષ, આથી વિપરીતપણે પણ બીજાઓ આ ત્રણનો અર્થ કરે છે, કોઈ પણ વિકલ્પ રહિત તે સત્તા, દ્રવ્યાદિ ત્રણમાં બુદ્ધિનો હેતુ તે સામાન્ય, અને દ્રવ્યત્વાદિ રૂપ તે સામાન્ય-વિશેષ, વિશેષ એટલે અન્ય અને ગુણ-ગુણીનો સંબંધ તે સમવાય.
એ પ્રમાણે નવ દ્રવ્યો, સત્તર ગુણો, પાંચ કર્મ, ત્રણ સામાન્ય, સમવાય અને વિશેષ એ છત્રીસ ભેદ મૂળ છ પદાર્થના થાય. એ છત્રીસને પ્રકૃતિથી એટલે મૂળશબ્દથી, અકારથી, નોકારથી અને અકાર-નોકાર-ઉભયથી, એમ ચાર પ્રકારે ગુણતાં એકસો ચુમ્માલીસ ભેદ થાય, એ સર્વ ભેદોથી કુત્રિકાપણના દેવ પાસે તે તે વસ્તુઓ માંગીને પ્રશ્ન કરવા. તેથી જો તે વસ્તુ ત્રિભુવનમાં હશે, તો તે વસ્તુ દેવ આપશે, અને નહિ હોય, તો ના પાડશે. એથી તે વસ્તુની વિદ્યમાનતા કે અવિદ્યમાનતા માટે વિવાદ કરીને કાળક્ષેપ કરવાની જરૂર નહિ રહે. ૨૪૯૦ થી ૨૪૯૪.
એ પ્રશ્નો કેવી રીતે કર્યા ? તેનાં ઉદાહરણ બતાવે છે, તેમાં પ્રથમ પ્રકૃતિ, અકાર અને નોકાર યુક્ત પ્રશ્નનાં ઉદાહરણ આપે છે.
पुढवित्ति देइ लेटुं देसोवि समाणजाइ-लिंगोत्ति । पुढवित्ति सोपुढवीं देही त्ति य देइ तोयाइं ॥२४९५।। देसपडिसेहपने नोपुढवीं देइ लेठ्ठदेसं सो। लेठुद्दब्बावेक्खो कीरइ देसोवयारो से ।।२४९६।। इहरा पुढवि च्चिय सो लेठ्ठु ब्व समाणजाइलखणओ ।
लेढुदलंति व देसो जड़ तो लेटुवि भूदेसो ॥२४९७॥ પૃથ્વી આપો એમ (પ્રકૃતિથી-મૂળ શબ્દની યાચના કરતાં, દેવ ઢેડું આપે છે, કેમકે તેનો તે દેશ પણ સમાન જાતિ-લિંગવાળો હોવાથી પૃથ્વી જ છે. તથા અપૃથ્વી આપશે, એમ યાચના કરતાં દેવ (પૃથ્વી સિવાય) જળાદિ આપે છે. દેશપ્રતિષેધ પક્ષમાં નોપૃથ્વી માગતાં તે ઢેફાનો એક દેશ આપે છે, કેમકે ઢેફારૂપ દ્રવ્યની અપેક્ષાએ તે વિભાગમાં દેશનો ઉપચાર કરાય છે; અન્યથા પરમાર્થથી તો તે ઢેફાનો વિભાગ ઢેફાની જેમ સમાનજાતિ-લિંગવાળો હોવાથી પૃથ્વી જ છે. ઢેફાનો વિભાગ દેશ હોવાથી પૃથ્વી ન કહેવાય, એમ જો કહેવામાં આવે તો ઢેકું પણ પૃથ્વીનો દેશ હોવાથી પૃથ્વી ન કહેવાય. ૨૪૯૫ થી ૨૪૯૭.
વિવેચન - સઘળાએ કુત્રિકાપણમાં જઇને પ્રકૃતિથી એટલે કેવળ મૂળ શબ્દથી “પૃથ્વી” આપો એમ યાચના કરીને પ્રશ્ન કર્યો, એટલે તેના અધિષ્ઠાયક દેવે ઢેકું આપ્યું, પૃથ્વીત્વ અને સ્ત્રીલિંગ, એ ઉભય જાતિ અને લિંગથી ઢેકું પૃથ્વીની સમાન હોવાથી ઢેકું પણ પૃથ્વી જ કહેવાય. પછી “અપૃથ્વી આપો” એમ યાચના કરી એટલે દેવે જળ વગેરે આપ્યું. કેમકે અપૃથ્વી એટલે જે પૃથ્વી નહિ તે. એથી કરીને પૃથ્વી સિવાયના સર્વ પદાર્થ અપૃથ્વી જ કહેવાય.
તે પછી “નોપૃથ્વી' માગી એટલે દેવે નોશબ્દનો અર્થ દેશનિષેધાર્થમાં સમજીને પૂર્વે સમસ્ત પૃથ્વીપણે ઉપચાર કરેલ જે ઢેકું તેનો એક દેશ આપ્યો. દેશનિષેધાર્થમાં “નોપૃથ્વી” કહેવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org