SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮] એકસો ચુમ્માલીસ પ્રશ્નોનાં ઉદાહરણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એવા કુત્રિકાપણમાં વાદી-પ્રતિવાદી-રાજા અને સભ્યો ગયા, ત્યાં જઇને એકસો ચુમ્માલીસ ઉદાહરણોના પ્રશ્નોથી જુદી જુદી વસ્તુઓ માગી, તેમાં જીવ અને અજીવથી વ્યતિરિક્ત નો જીવ માગતા તે ન મળ્યો, તેથી રોહગુપ્ત પરાજય પામ્યો. હવે ઉપરોક્ત એકસો ચુમ્માલીસ પ્રશ્નના ઉદાહરણો કહે છે : મૂ-ત્ર-જ્ઞાન-નિન-નહ-નિ-ફિસ-ડડયા મ ય રત્રી भण्णंति नवेयाइं सत्तरस गुणा इमे अण्णे ॥२४९०॥ વ-રસ જંઘ-છાસ સંધ્યા પરિમામદ-પુત્ત ૨ संजोग-विभाग-परा-ऽपरत्तबुद्धी सुहं दुक्खं ॥२४९१।। इच्छा दोस-पयत्ता एत्तो कम्मं तयं च पंचविहं । उक्नेवण-वक्नेवण-पसारणाऽऽकुंचणं गमणं ॥२४९२॥ सत्ता सामण्णंपिय सामण्णविसेसया विसेसो य । समवाओ य पयत्था छ, गच्छत्तीसप्पभेया य ॥२४९३॥ पगईए अगारेण य नोगारोभयनिसेहओ सब्वे । गुणिआ चोयालसयं पुच्छाणं पुच्छिओ देवो ।।२४९४॥ પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ-આકાશ-કાળ-દિશા-આત્મા અને મન એ નવ દ્રવ્યો કહેવાય છે : એ સિવાય બીજા સત્તર ગુણો છે, તે આ પ્રમાણે રૂપ-ગંધ-સ્પર્શ-સંખ્યા-પરિમાણ-પૃથકત્વ-સંયોગવિભાગ-પરત્વ-અપરત્વ-બુદ્ધિ-સુખ-દુઃખ-ઇચ્છા-દ્વેષ અને પ્રયત્ન. તથા કર્મ પાંચ પ્રકારે છે, ઉલ્લેપણ-અપક્ષેપણ પ્રસારણ-આકુંચન અને ગમન સામાન્ય-સત્તા, સામાન્ય-વિશેષ અને વિશેષ એ ત્રિવિધ સામાન્ય વિશેષ, અને સમવાય એ છ (મૂળ) પદાર્થના ઉત્તરભેદ છત્રીસ, એ સર્વને પ્રકૃતિથી, અકારથી, નોકારથી અને ઉભય નિષેધથી ગુણતાં એકસો ચુમ્માલીસ પ્રશ્ન થાય, એ પ્રશ્નોથી (કુત્રિકાપણના) દેવને પૂછ્યું. ૨૪૯૦ થી ૨૪૯૪. વિવેચન :- પત્થર-માટી વગેરે પૃથ્વી, વરસાદ વગેરેનું પાણી તે અપુ અગ્નિ-વિદ્યુત વગેરે તેજ, વાયુ આકાશ તે સર્વનો આધાર, સમયાદિસ્વરૂપ કાળ, પૂર્વાદિ દિશા, આત્મા અને મન, એ નવ દ્રવ્યો. શ્વેત-રક્તાદિ વર્ણ તે રૂપ, મધુરાદિ રસ, સુરભિ આદિ ગંધ, કોમળાદિ સ્પર્શ, બે ત્રણ વગેરે સંખ્યા, ગોળ, ચોરસ વગેરે પરિમાણ, જુદા પાડવામાં હેતુભૂત તે પૃથકત્વ, એકઠા કરવામાં હેતુ તે સંયોગ, ચીરવું વગેરે વિભાગ, પરત્વ-અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન, એ સત્તર ગુણ ઉલ્લેષણ એટલે ઊંચે ફેંકવું, અવક્ષેપણ એટલે નીચે ફેકવું, આકુંચન એટલે સંકોચવું, પ્રસારણ એટલે ફેલાવવું, ગમન એટલે ગતિમાન થવું, એ પાંચ કર્મ સત્તા-સામાન્ય, સામાન્ય-વિશેષ અને વિશેષ એ ત્રણ પ્રકારનું સામાન્ય; તેમાં દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણમાં સબુદ્ધિનો હેતુ તે સત્તા. દ્રવ્યત્વ-ગુણત્વ વગેરે સામાન્ય અને પૃથિવીત્વ-લત્વ વગેરે કૃષ્ણત્વ વગેરે અવાનાર સામાન્ય તે સામાન્ય વિશેષ. આ ત્રિવિધ સામાન્યનો અર્થ બીજા આચાર્યો આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy