________________
ભાષાંતર] રાજસભામાં રોહગુણની સાથે ગુરુનો વાદ. [૩૧૭
तं कुत्तियावणसुरो नोजीवं देइ जइ न सो नत्थि । अह भणइ नत्थि तो नत्थि किंव हेउप्पबंधेणं ।।२४८७॥ तं मग्गिज्जउ मुल्लेण सबवत्थूणि किंत्थ कालेण ।
इय होउत्ति पवण्णे नरिंद-पइवाइ-परिसाहिं ॥२४८८॥ (३४९) सिरिगुत्तेणं छलुगो छम्मास विकड्डिऊण वाए जिओ ।
आहरण कुत्तिआवण चोयालसएण पुच्छाणं ॥२४८९॥ मू. भा. १३९ એ પ્રમાણે અનેક યુક્તિઓથી ગુરૂએ કહ્યા છતાં, રોહગુણે તેમનું કથન અંગીકાર ન કર્યું, તેથી ગુરૂએ વિચાર્યું કે આ સમ્યગુ માર્ગથી પતન પામ્યો છે, તે ઘણા લોકોને માર્ગપતિત ન કરે, તે માટે રાજસભામાં ઘણા લોકોની સમક્ષ (વાદ કરીને) તેનો નિગ્રહ કરું. કેમકે એથી “આ પરાજય પામ્યો છે” એમ ઘણા લોકો જાણે, તો તેનું વચન કોઈ માન્ય ન કરે. એમ વિચારીને તે બલશ્રી રાજાની આગળ ન્યાયોપનીત માર્ગનું સ્થાપન કરતા શિષ્ય અને ગુરૂને વાદ કરતાં છ માસ વ્યતીત થયા તો પણ બેમાંથી એકેય પરાજય ન પામ્યા ત્યારે રાજાએ કહ્યું હે ભગવન્! મારાં રાજકાર્યોમાં વિદન પડે છે, તેથી હવે હું આ વાદ સાંભળવાને સમર્થ નથી. આથી ગુરૂએ કહ્યું, તમને શ્રવણ કરાવવાને માટે જ અત્યારસુધી વાદ કર્યો, પણ જો હવે તે સાંભળવાને તમે સમર્થ નથી, તો આવતી કાલે જ તેનો પરાભવ કરીશ. તે પછી બીજે દિવસે ગુરૂએ કહ્યું, રાજનું! ત્રિભુવનમાં જે કોઈ વિદ્યમાન વસ્તુ છે, તે સર્વ કુત્રિકાપણમાં હોય છે, એ વાત સર્વને પ્રતીત છે, તેથી કુત્રિકાપણમાં નોજીવની યાચના કરતાં તેનો અધિષ્ઠાયક દેવ નો જીવને આપે તો તે નથી એમ નહિ, પણ તે નથી એમ કહે તો તે નોજીવ નવી' એમ સિદ્ધ થાય; તો પછી આવા હેતુ ઉદાહરણથી કાળક્ષેપ કરવાનું શું પ્રયોજન છે? માટે ત્યાં જઈને મૂલ્યવડે સર્વ વસ્તુઓ માંગો, અહીં નિરર્થક કાળવ્યય શા માટે કરવો? અસ્તુ એમ થાઓ. એ કથન રાજાએ પ્રતિવાદીએ અને સભ્યોએ કબૂલ કર્યું. તે પછી કુત્રિકાપણમાં એક સો ચુમ્માલીસ પ્રશ્નોના ઉદાહરણોથી શ્રીગુપ્ત આચાર્યે રોહગુપ્ત સાથે છ માસ પર્યન્ત વિવાદ કરીને તેને વાદમાં જીત્યો. ૨૪૮૧ થી ૨૪૮૯
કુત્રિકાપણની વ્યાખ્યા આ પ્રમાણે છે. કુ એટલે પૃથ્વી, ત્રિક એટલે ત્રણ, અને આપણ એટલે હાટ-દુકાન. અર્થાત્ સ્વર્ગ-મૃત્યુ અને પાતાળગત સર્વ વિદ્યમાન વસ્તુઓ જ્યાં વેચાતી મળે, તેને કુત્રિકાપણ કહેવાય અથવા કુત્રિજાપણ એવું બીજું નામ પણ એનું છે, ત્યાં એવો અર્થ થાય છે કે ત્રિભુવનના ધાતુ જીવ અને મૂળ એ ત્રણથી ઉત્પન્ન થયેલ વસ્તુ જ્યાં વેચાતી મળે, તે કુત્રિજાપણ કહેવાય આવા કુત્રિકાપણ અથવા કુત્રિજાપણ ઉજ્જયિની-ભરૂચ વગેરે કેટલાક પ્રતિનિયત નગરોમાં જ હતા, એમ આગમમાં કહ્યું છે. એ કુત્રિકાપણમાં કોઈક વણિકને મંત્રારાધનથી વશ થયેલા વ્યત્તરદેવ ત્રિભુવનગત સર્વ વસ્તુઓ લાવીને પૂરી પાડતો, તેથી ગ્રાહકને જે કઈ જોઇએ તે સર્વ ત્યાંથી મળતું અને તે વેચેલ વસ્તુનું મૂલ્ય તે વણિક લેતો. બીજા આચાર્યો એમ કહે છે કે એવા કુત્રિકાપણ વણિક વિના કેવળ દેવાધિષ્ઠિત-દેવોની માલીકીની હોય છે અને તેથી તેમાંથી વેચેલી વસ્તુનું મૂલ્ય પણ એ દેવો જ ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org