SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬] રાજસભામાં રોહગુપ્તની સાથે ગુરુનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ इच्छउ व समभिरूढो देसं नोजीवमेगनइयं त् । मिच्छत्तं सम्मत्तं सवनयमयोवरोहेणं ॥२४७९।। तं जइ सबनयमयं जिणमयमिच्छसि पवज्ज दो रासी । पयविप्पडिवत्तीएऽवि मिच्छत्तं किं नु रासीसु ? ॥२४८०॥ (“વીવે છે પણે ય પાસે નોની” આ અનુયોગદ્વારોક્ત આલાવાથી) સમભિરૂઢનય પણ જીવથી ભિન્ન જીવદેશને નોજીવ માને છે, એમ નહિ પરંતુ (પૂર્વોક્ત આ આલાવાથી) તે સમાનાધિકરણ સમાસ કહે છે. એટલે શ્યામ કમળની જેમ જીવપ્રદેશપદ વિશેષણ અને વિશેષ્યના અભેદે છે. અને તે જીવથી જુદો નહીં તે જ જીવપ્રદેશ તે નો જીવ. એમ માને છે, પણ તું કહે છે તેમ છુટા પડેલા ગરોલીના પુંછડાની જેમ જીવથી ભિન્ન જીવપ્રદેશને નો જીવ નથી ઇચ્છતો; વળી તે નોજીવ માનવા છતાં પણ તારી જેમ બે સિવાય ત્રીજી રાશિ નથી ઇચ્છતો, એ સિવાય બીજા નૈગમાદિ નો પણ જીવ અને અજીવ સિવાય બીજું કંઇ અધિક નથી માનતા. અથવા અસ્તુ, સમભિરૂઢનય જીવના દેશને નો જીવ તરીકે ભલે માને, પરંતુ તે માન્યતા એક જ નયની હોવાથી મિથ્યાત્વ છે, પણ જે સર્વનયાત્મક વચન હોય તે જ સમ્યકત્વ છે. તેથી જો તું તે સર્વનયાત્મક જિનમતને ઈચ્છતો હો, તો જીવ અને અજીવ એવા બે રાશિ અંગીકાર કર, કેમ કે (જિનમતવિરૂદ્ધ) એક પદની પણ વિપ્રતિપત્તિ કરવી તે મિથ્યાત્વ છે, તો પછી રાશિમાં વિપ્રતિપત્તિ હોય તો એમાં મિથ્યાત્વ થાય, એમાં શું નવાઈ ? કહેલું છે કે સૂત્રના એક પદનો એક અક્ષર પણ ન રૂચતો હોય અને શેષ આખું પદ રૂચતું હોય તો તે પણ મિથ્યાત્વ જાણવું. ૨૪૭૬ થી ૨૪૮૦. ઇત્યાદિ યુક્તિઓ વડે સમજાવ્યા છતાં રોહગુપ્ત ન સમજ્યો, એટલે ગુરૂએ તેનો પરાભવ કરવાને રાજસભામાં વાર શરૂ કર્યો. અને તેને જીત્યો એ વાત જણાવે છે. एवंपि भण्णमाणो न पवज्जइ सो जओ तओ गुरुणा । चिंतिंयमयं पणट्ठो नासिहई मा बहुं लोगं ॥२४८१।। तो णं रायसभाए निग्गिण्हामि बहुलोगपच्चक्खं । बहुजणनाओऽवसिओ होही अग्गेज्झपक्खोत्ति ॥२४८२॥ तो बलसिरिनिवपुरओ वायं नाओवणीयमग्गाणं । कुणमाणाणमईया सीसाऽऽयरियाण छम्मासा ॥२४८३॥ एक्कोऽवि नावसिज्जइ जाहे तो भणइ नरवई नाहं । सत्तो सोउं सीयंति रज्जकज्जाणि मे भगवं ? ॥२४८४।। गुरुणाऽभिहिओ भवओ सुणावणथमियमेत्तियं भणियं । जइ सि न सत्तो सोऊं तो निग्गिण्हामि णं कल्लं ॥२४८५।। बीयदिणे बेइ गुरू नरिंद ! जं मेइणी ए सन्भूयं । तं कुत्तियावणे सबमत्थिं सबप्पतीयमियं ॥२४८६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy