SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર સમભિરૂઢનય મતવાલાને ઉત્તર. [૩૧૫ छिन्नगिहकोलियाऽवि हु जीवो तल्लक्खणेहिं सयलो ब ।। अह देसोत्ति न जीवो अजीवदेसोत्ति नोऽजीवो ॥२४७५॥ પુચ્છાદિ અવયવ છેદાયા છતાં પણ તેમાં જીવનાં ફુરણાદિ લક્ષણ છે તેથી તે જીવ છે, નોજીવ નથી. તે છતાં તું આગ્રહથી તે અવયવોને નોજીવ કહેતો હોય તો એ જ પ્રમાણે અજીવના દેશને પણ નોઅજીવ તારે માનવો જોઇએ. અને એથી તારા અભિપ્રાયે ત્રણ રાશિ નહિ, પણ જીવ, અજીવ, નો જીવ અને નોઅજીવ એવા ચાર રાશિ થશે. જો અજીવઢંધથી છુટો પડેલો દેશ, અજીવની સમાન જાતિ અને લિંગવાળો છે, તેથી તે અજીવ જ છે, (નોઅજીવ નથી, એમ કહેતો હો) તો જીવના દેશને પણ જીવ કેમ નથી માનતો? કારણ કે ગરોલીના છૂંદાયેલા પુચ્છાદિ અવયવરૂપ દેશમાં પણ લક્ષણો જીવના જેવા જ છે. એ અવયવ એક દેશ હોવાથી જીવ નથી, એમ કહેતો હો, તો ઘટાદિ અજીવનો એક દેશ પણ અજીવ નહિ કહેવાય. ૨૪૭૨ થી ૨૪૭૫. વિવેચન :- આચાર્ય - રોહગુણ ! ગરોલી આદિના પુચ્છાદિ અવયવ છેદાયા છતાં પણ તે જીવ જ છે નો જીવ નથી; કારણ કે સંપૂર્ણ ગરોલી વગેરે જીવને ફુરણાદિ લક્ષણો વડે જીવ કહેવાય છે, તે ફુરણાદિ લક્ષણો છેદાયેલ અવયવમાં પણ હોય છે, તેથી તેને પણ જીવ જ કહેવો જોઇએ. નો જીવ કહેવો એ સર્વથા અયોગ્ય છે. રોહગુપ્ત - ભલે એવા લક્ષણો જણાતા હોય, પણ તે અવયવને તો નો જીવ કહેવો એ જ ઉચિત લાગે છે. આચાર્ય :- જો તને એવો આગ્રહ હોય, તો પછી એ જ ન્યાયથી ઘટાદિ અજીવના એક દેશને પણ તારે નોઅજીવ માનવો જોઈએ. અને જો એમ માનીશ તો તું જે ત્રણ રાશિ કહે છે તે ન રહેતા, જીવ, અજીવ, નોજીવ, અને નોઅજીવ એવા ચાર રાશિ થશે. રોહગુપ્ત - સંપૂર્ણ પ્રદેશાત્મક હોય તેને જ જીવ કહેવાય છે, અને આ ગરોલી આદિનાં છુંદાયેલ અવયવ તો એક દેશ હોવાથી તેને જીવ ન કહેવાય, પણ નોજીવ જ કહેવાય. આચાર્ય :- એ ન્યાયે તો ઘટાદિ અજીવના એક દેશને પણ અજીવ ન કહેવો જોઇએ, કેમકે સંપૂર્ણ અજીવ પ્રદેશાત્મક હોય, તેને જ અજીવ કહેવાય તદનુસારે અજીવનો એક દેશ નોઅજવા કહેવાય, પણ અજીવ ન કહેવાય. અને એમ થવાથી પુનઃ ઉપર કહેલ ચાર રાશિ જ થાય, પણ ત્રણ રાશિ ન થાય. ૨૪૭૨ થી ૨૪૭૫. હવે “સમભિરુઢનય જીવ પ્રદેશને નોજીવ માને છે” એ પ્રશ્નનો ખુલાસો કરે છે : नोजीवंति न जीवादण्णं देसमिह समभिरूढोऽवि । इच्छइ बेइ समासं जेण समाणाहिगरणं सो ॥२४७६॥ जीवे य से पएसे जीवपएसे स एव नोजीवो। इच्छइ न य जीवदलं तुमं व गिहकोलियापुच्छं ॥२४७७॥ न य रासिभेयमिच्छइ तुमं व नोजीवमिच्छमाणोऽवि । अन्नोऽवि नओ नेच्छइ जीवाजीवाहियं किंपि ॥२४७८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy