SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) જીવનો ખંડશઃ નાશ માનવામાં દોષો. ૩િ૧૩ अह खंधो इव संघायभेयधम्मा स तो वि सब्वेसि । अवरोप्परसंकरओ सुहाइगुणसंकरो पत्तो ॥२४६९॥ अह अविमुक्कोऽवि तओ नोजीवो तो पइप्पएसं ते । जीवम्मि असंखेज्जा नो जीवा नत्थि जीवो ते ॥२४७०॥ एवमजीवावि पइप्पएसभेएण नोअजीवत्ति । नत्थि अजीवा केई कयरे ते तिन्नि रासित्ति ? ॥२४७१॥ જો જીવના પ્રદેશનો નાશ માનવામાં આવે, તો સર્વથા તેનો નાશ પ્રાપ્ત થાય અને એ પ્રમાણે જીવનો નાશ માનવાથી જિનમતનો ત્યાગ થાય છે, એથી મોક્ષનો અભાવ, દીક્ષાની નિષ્ફળતા વગેરે દોષો પ્રાપ્ત થશે. તથા સ્કંધની જેમ જીવને સંઘાતભેદ ધર્મવાળો માનવામાં આવે, તો પણ સર્વ જીવોને પરસ્પર સાંકર્યથી સુખાદિ ગુણની સાંકર્યતા પ્રાપ્ત થશે અને જો અવિચ્છિન્ન જીવના દેશને પણ નોજીવ કહેવામાં આવે. તો દરેક પ્રદેશે નોજીવ થવાથી જીવમાં અસંખ્યાતા નો થશે અને જીવનો સર્વથા અભાવ પ્રાપ્ત થશે એજ પ્રમાણે દરેક પ્રદેશના ભેદે સર્વ અજીવો નોઅજીવો થશે અને અજીવનો સર્વથા અભાવ થશે, જીવ તથા અજીવનો સર્વથા અભાવ થશે, એટલે તું જે ત્રણ રાશિ કહે છે, તે ક્યાંથી થશે ? ૨૪૬૮ થી ૨૪૭૧. રોહગુપ્ત ! વળી જો શસ્ત્રના છેદાદિવડે જીવપ્રદેશનો નાશ માનવામાં આવે, તો અનુક્રમે કોઈ વખત જીવનો પણ સર્વથા નાશ થાય; કારણ કે જેનો એક અંશ નાશ પામે છે, તે ઘટાદિની જેમ અનુક્રમે સર્વથા નાશ પામે છે, એ પ્રમાણે માનવાથી જીવનો સર્વથા નાશ માનવો પડે, તેથી એ માન્યતા સર્વથા અયોગ્ય છે કેમકે વિદ્યમાન જીવનો સર્વથા વિનાશ અને અવિદ્યમાન જીવનો સર્વથા ઉત્પાદ એવી માન્યતાનો જિનમતમાં સર્વત્ર નિષેધ છે. આ સંબંધમાં કહ્યું છે “નવા જ भंते ! किं वढंति, हायंति, अवट्ठिया ? गोयमा ! नो वढंति, नो हायंति, अवट्ठिया." એટલે હે ભગવંત ! જીવો વધે છે, ઘટે છે કે જેટલા છે તેટલા જ અવસ્થિત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવંત ફરમાવે છે કે - હે ગૌતમ ! જીવો વધતા નથી, અને ઘટતા પણ નથી, પરંતુ જેટલા છે, તેટલા જ અવસ્થિત રહે છે. આ પ્રમાણે જિનેશ્વરનું કથન છે, તેથી જો જીવનો સર્વથા નાશ માનવામાં આવે, તો જિનમતનો ત્યાગ કર્યો ગણાય. વળી જીવનો સર્વથા નાશ માનવાથી મોક્ષનો જ અભાવ થાય. કેમકે મોક્ષ પામનાર જીવનો જ અભાવ હોય, તો પછી મોક્ષ કોનો થાય ? તેમજ મોક્ષના અભાવે દીક્ષા વગેરે સર્વ કષ્ટાનુષ્ઠાન નિરર્થક થાય અને અનુક્રમે સર્વ જીવોનો વિનાશ થવાથી આખા સંસારની શૂન્યતા થાય, તથા જીતનો સર્વથા નાશ થએથી કરેલા શુભાશુભ કર્મો પણ ફળ આપ્યા સિવાય નાશ પામવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થાય; માટે જીવનો ખંડશઃ નાશ માનવો એ સર્વથા અયોગ્ય છે. રોહગુપ્ત - ગરોલી વગેરેના શરીરથી જાદા પડેલા પુચ્છાદિખંડનો વિભાગનો પ્રત્યક્ષથી નાશ જણાય છે, તો પછી તમે તેનો નિષેધ કેમ કરો છો ? આચાર્ય - જે છુટો પડેલો વિભાગ નાશ પામતો જણાય છે, તે વિભાગ તો ઔદારિક શરીરનો છે, પણ જીવનો નથી, કેમકે જીવ તો અમૂર્ત હોવાથી કોઈ પણ રીતે તેનો વિભાગ થઇ શકે નહિ. ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy