________________
ભાષાંતર] ઐરાશિક નિવની ઉત્પત્તિ.
[૩૦૭ ગ્રહણ થઈ શકે. જેમકે - “સેના-વન” ઈત્યાદિ પરંતુ તેના એકીસાથે અનેક ઉપયોગ ન સંભવે. માટે શીતોષ્ણ રૂપ વિશેષ જ્ઞાન ભિન્ન ભિન્ન કાળે જ થાય છે અને તેથી તને જે શીતોષ્ણરૂપ ક્રિયાઢયનો એકીસાથે અનુભવ થાય છે, તે ભ્રાંતિ છે.
ઈત્યાદિ અનેક યુક્તિઓથી આચાર્યશ્રીએ ગંગને સમજાવ્યો, છતાં તે ન સમજ્યો એટલે તેને સંઘ બહાર કર્યો. તેથી તે વિહાર કરતો રાજગૃહ નગરે આવ્યો, અને એકીસાથે બે ક્રિયાનો ઉપયોગ થાય, એમ પ્રરૂપવા લાગ્યો. તે વખતે ત્યાં નજીકમાં રહેલા મણિનાગ નામના શ્રાવકે તેને ભય બતાવીને કહ્યું કે અરે ! અનાડી ! તું આવી મિથ્યા પ્રરૂપણા કેમ કરે છે ? આ જ સ્થળે ભગવંત શ્રી મહાવીરપ્રભુએ પૂર્વે એક સમયે એક જ ઉપયોગ હોય, એમ કહ્યું છે. તું શું તેમનાથી વિશેષજ્ઞ છે ? કે જેથી એવી પ્રરૂપણા કરે છે. ઈત્યાદિ કથનથી ભય બતાવીને ગંગને સમજાવ્યો એટલે તેણે પોતાનો કદાગ્રહ તજીને મિથ્યા દુષ્કૃત માગ્યું. પછી ગુરુ પાસે તે પાપનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થયો. ૨૪૪૫ થી ૨૪૫૦.
એ પ્રકારે “એક સમયે બે કિયાવેદનાના વાદી.” પાંચમા નિદ્ધવનો વાદ સમાપ્ત થયો. હવે છઠ્ઠા સૈરાશિક નિહ્નવ સંબંધી વાદ કહે છે :
पंच सया चोयाला तइआ सिद्धिं गयस्स वीरस्स । पुरिमंतरंजियाए तेरासियदिट्ठी उप्पन्ना ॥२४५१॥ पुरिमंतरंजियाए भूयगिह बलसिरि सिरिगुत्त रोहगुत्तेय । परिवायपोट्टसाले घोसणपडिसेहणा वाए ॥२४५२॥ विच्छू य सप्पे मूसग मिगी वराही य काग पोयाई । एयाहिं विज्जाहिं सो य परिवायगो कुसलो ॥२४५३।। मोरी नउलि बिराली वग्यो सिही य उलुगि उवाई।
एआओ चिज्जाओ गिण्ह परिवायमहणीओ ॥२४५४॥ પ્રભુશ્રી મહાવીરદેવ મોક્ષે પધાર્યા બાદ પાંચસો ચુમ્માલીસ વર્ષે અંતરંજીકા નામની નગરીમાં ઐરાશિક (દષ્ટિ) મત ઉત્પન્ન થયો. તે અંતરંજીકા નગરીનો રાજા બલશ્રી નામે હતો, અને તે નગરીમાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત આચાર્યના શિષ્ય રોહગુણે પોટ્ટશાલ પરિવ્રાજકની ઘોષણાનો પ્રતિષેધ કર્યો અને વાદમાં તેને જીત્યો; તે પરિવ્રાજક વૃશ્ચિક-સર્પ-મૃગ-વરાહ-મૂષકકાક અને પોતાકી વિદ્યાઓમાં કુશળ હતો; પરિવ્રાજકની એ વિદ્યાઓનો પરાભવ કરવાને મયુરીનકુલી-બિલાડી-વ્યાધી-સિંહી ઉલ્કી અને ઉલાવકી નામની વિદ્યાઓ ગુરુએ રોહગુપ્તને ગ્રહણ કરાવી. (અને તેણે પરિવ્રાજકનો પરાભવ કર્યો.) ૨૪૫૦ થી ૨૪૫૩.
જગતુ બંધુ શ્રી મહાવીરદેવ મોક્ષે પધાર્યા પછી પાંચસોને ચુમ્માલીસ વર્ષે અંતરંજીકા નગરીમાં ત્રિરાશિક નિન્દવ ઉત્પન્ન થયો એ નગરીનો રાજા બલશ્રી નામે હતો. તે નગરીમાં ભૂતગૃહ નામનું એક ચૈત્ય હતું. એ ચૈત્યમાં શ્રીગુપ્ત નામના એક આચાર્ય આવીને રહ્યા હતા. તેમને વાંદવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org