________________
૩૦૬] સામાન્ય વિશેષજ્ઞાન સંબંધી શંકા અને સમાધાન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
સમયે ન થાય. વળી સામાન્યજ્ઞાન ગ્રહણ કર્યા બાદ ઇહા થયા પછી તેના ભેદનો નિશ્ચય થાય, વળી આગળના વિશેષની અપેક્ષાએ અવગ્રહ ગણાય. એમ સામાન્ય વિશેષની અપેક્ષાએ છેક છેલ્લા ભેદ સુધી સમજવું એ પ્રમાણે ગુરુએ સમજાવ્યા છતાં જ્યારે તે ન સમજ્યો એટલે તેને સંઘ બ્હાર કર્યો. તે પછી તે વિહાર કરતો રાજગૃહ નગરમાં આવીને એક જ સમયે બે ક્રિયાના ઉપયોગની પ્રરૂપણા કરવા માંડ્યો, તે સાંભળીને ત્યાં રહેલા મણિનાગ શ્રાવકે ભય અને યુક્તિથી તેને સમજાવ્યું, એટલે તે બોધ પામ્યો. તેના કથનને અંગીકાર કરીને પુનઃ ગુરુ પાસે ગયો અને પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થયો. ૨૪૪૫ થી ૨૪૪૯.
ગંગ :- સામાન્યથી વેદના થાય છે' એમ સામાન્યમાત્રગ્રાહી જ્ઞાન, તે સામાન્ય જ્ઞાન અને “શીતવેદના અથવા ઉષ્ણવેદના' એમ ભેદગ્રાહીજ્ઞાન તે વિશેષજ્ઞાન કહેવાય એ બંને જ્ઞાન અતિવિલક્ષણ હોવાથી, ભલે એકીસાથે ન થાય પરંતુ શીતોષ્ણાદિ ઘણાં વિશેષજ્ઞાન એક સમયે થાય, તો શો વિરોધ છે ? કારણ કે વિશેષજ્ઞાન રૂપે તો તે બધાં સમાન હોવાથી તેમાં કંઇ વિલક્ષણતા નથી.
આચાર્ય શીત-ઉષ્ણ આદિ વિશેષણયુક્ત વિષયોમાં પરસ્પર ભેદ હોવાથી ભિન્નતા છે, તેથી તાહક જ્ઞાનો એકીસાથે નથી થતાં. કારણ કે અનેક વિષયના આધારવાળું સામાન્ય જ્ઞાન થયા સિવાય વિશેષજ્ઞાન ન થાય, એથી પણ ઘણાં વિશેષ જ્ઞાન એકીસાથે ન થાય. મતલબ કે “વેદના થાય છે” એમ-પ્રથમ સામાન્ય ગ્રહણ કરીને ઇહામાં પ્રવેશ કર્યા પછી “પગમાં શીતવેદના થાય છે” એમ વિશેષપણે વેદનાનો નિશ્ચય થાય છે. એ જ પ્રમાણે મસ્તકે પણ પ્રથમ સામાન્યથી “વેદના થાય છે” એમ અવગ્રહરૂપ સામાન્ય ગ્રહણ કર્યા પછી ઇહામાં પ્રવેશ કરીને “ઉષ્ણવેદના થાય છે” એમ વિશેષપણે વેદનાનો નિશ્ચય થાય છે.
:
વળી ઘટરૂપ વિશેષજ્ઞાન થયા પછી તરત જ પટાશ્રય સામાન્યરૂપ ગ્રહણ કર્યા વિના પટરૂપ વિશેષજ્ઞાન પણ નથી થતું, કેમકે પ્રથમ અવગ્રહ, તે પછી ઇહા અને તે પછી અપાય એવા અનુક્રમે જ ઘટાદિ વિશેષજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. વસ્તુસ્વરૂપ આમ હોવાથી વિશેષજ્ઞાન પછી પણ તરત જ વિશેષજ્ઞાન નથી થતું, તો પછી એકીસાથે તેવા ઘણા જ્ઞાન તો ક્યાંથી જ થાય ?
એ પ્રમાણે સામાન્ય જ્ઞાનનું ગ્રહણ થયા સિવાય વિશેષજ્ઞાન નથી થતું, તેથી સામાન્ય જ્ઞાનનું ગ્રહણ થયા બાદ ઈહા થયા પછી ઘટત્વાદિ સામાન્યાશ્રિત ઘટ વિશેષરૂપ “આ ઘડો વગેરે વસ્તુ જ છે,” એવો નિશ્ચય થાય છે. તે પછી ઉત્તર ભેદની અપેક્ષાએ એ ઘટાદિ વિશેષજ્ઞાન સામાન્ય થાય છે, તે ઘટરૂપ સામાન્યનું ગ્રહણ કર્યા પછી ઈહા કરીને આ ઘટ ધાતુનો છે, પણ માટીનો નથી એવો વિશેષ નિશ્ચય થાય છે. એ ધાતુનો ઘટ પણ તેના ઉત્તર ભેદની અપેક્ષાએ સામાન્ય છે. તેવા સામાન્યને ગ્રહણ કર્યા પછી ઈહા થયા બાદ આ તાંબાનો ઘટ છે, ચાંદીનો નથી, એવો વિશેષ નિશ્ચય થાય છે. આ પ્રમાણે સામાન્યવિશેષની અપેક્ષાએ છેક અંતિમભેદ પર્યંત સમજવું
જે ભેદ પછી પુનઃ ઈહાની પ્રવૃત્તિ ન થાય. વસ્તુસ્થિતિ આમ હોવાથી કદીપણ ઘણાં વિશેષજ્ઞાનોની પ્રવૃત્તિ એકીસાથે ન થાય. પણ સામાન્યરૂપે ઘણાં વિશેષોનું પૂર્વે કહ્યા મુજબ એકીસાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org