SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭] સમયયાદિ કાળની સૂથમતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ लग्गोऽयमसग्गाहो जुगवं उभयकिरिओवओगोत्ति । जं दोवि समयमेव य सीओसिणवेयणाओ मे ॥२४२७॥ तरतमजोगेणायं गुरुणाऽभिहिओ तुमं न लक्खेसि । समयाइसुहुमयाओ मणोऽतिचलसुहुमयाओ य ॥२४२८।। શરદ ઋતુમાં શીતળ જળવાળી ઉલુકા નદી ઉતરતા આર્ય ગંગાચાર્યને સૂર્યના તાપ વડે મસ્તક તપવાથી ઠંડી અને ગરમી બન્નેનો અનુભવ થયો, તેથી તેઓને “એક સમયે બે ક્રિયાનો ઉપયોગ હોય છે.” એવો અસગ્રહ લાગ્યો. કેમકે ઠંડી અને ગરમી બન્નેનો અનુભવ મને એકી સાથે થાય છે, એમ તેમને લાગ્યું. આથી શ્રીગુરુએ કહ્યું કે જે બે ક્રિયાનો અનુભવ તું એકી સાથે કહે છે, તે અનુભવ વસ્તુતઃ અનુક્રમે જ થાય છે, પરંતુ સમયાદિ કાળ સૂક્ષ્મ છે અને મન અતિચંચળ તથા સૂક્ષ્મ હોવાથી તેને તે અનુભવ અનુક્રમે જણાતો નથી. ૨૪૨૬ થી ૨૪૨૮. सुहमासुचरं चित्तं इंदियदेसेण जेण जं कालं । संबज्झइ तं तम्मत्तन्नाणहेउत्ति नो तेण ॥२४२९॥ उवलभए किरियाओ जुगवं दो दरभिण्णदेसाओ। पाय-सिरोगयसीउण्हवेयणाणुभवरुवाओ ॥२४३०॥ उवओगमओ जीवो उवउज्जइ जेण जम्मि जं कालं । सो तम्मओवओगो होइ जहिंदोवओगम्मि ॥२४३१।। सो तदवओगमेत्तोवउत्तसत्ति त्ति तस्सम चेव ।। अत्यंतरोवओगं जाउ कहं केण वंसेण ? ॥२४३२॥ समयाइसुहुमयाओ मन्नसि जुगवं च भिन्नकालंपि । उप्पलदलसयवेहं व जइ व तदलायचक्कति ॥२४३३॥ સૂમ અને શીધ્ર સંચરણશીલ મન, જે વખતે જે ઈન્દ્રિયદેશ સાથે સંબંધ પામે છે, તે વખતે તે મન તે ઈન્દ્રિયજન્યજ્ઞાનનો જ હેતુ થાય છે તેથી અતિ ભિન્ન દેશમાં પગે અને મસ્તકે થતી શીતોષ્ણ વેદનાનુભવરૂપ બે ક્રિયાઓ એકીસાથે કોઈને પણ અનુભવાતી નથી. વળી ઉપયોગમય આત્મા, જે ઈન્દ્રિય વડે જે વિષયમાં જે વખતે યોજાય છે, તે વખતે તે આત્મા તેના ઉપયોગવાળો જ થાય છે. જેમ ઈન્દ્રોપયોગમાં યોજાયેલ વ્યક્તિ ઈન્દ્રોપયોગમય હોય છે, તેમ અમુક અર્થના ઉપયોગમાં જ ઉપયુક્ત હોવાથી તે આત્મા તે વખતે ક્યા અંશવડે કેવી રીતે અર્થાતર ઉપયોગ પામે ? ન જ પામે. તથા કમળપત્રનો વેધ અને ઉંબાડિયાનું ભ્રમણ જેમ ભિન્ન ભિન્ન કાળે થાય છે, તો પણ તે ક્રિયા એકીસાથે થતી જણાય છે. તેમ બે ક્રિયાના અનુભવ પણ ભિન્ન ભિન્ન કાળે થાય છે, પરંતુ સમયાદિ ઘણા સૂક્ષ્મ હોવાથી તે એકીસાથે થાય છે, એમ તું માને છે. ૨૪ર૯ થી ૨૪૩૩. અતીન્દ્રિય સૂમ પુદ્ગલસ્કંધથી બનેલું મન શીધ્ર સંચરણશીલ હોવાથી, જે વખતે જે સ્પર્શનાદિ ઈન્દ્રિયની સાથે સંબંધ પામે છે, તે વખતે તે મન તે સ્પર્શનાદિ ઈન્દ્રિયજન્ય શીતોષ્ણાદિ સ્પર્શ વિષયક જ્ઞાનનો હેતુ થાય છે, પણ જે વખતે મન જે ઈન્દ્રિય સાથે સંબંધ પામેલું નથી, તે વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy