SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ઉત્સુકતીરમાં પાંચમાં નિદ્ધવની ઉત્પત્તિ [૨૯૯ (३४७) अठ्ठावीसा दो वाससया तइया सिद्धिं गयस्स वीरस्स । दोकिरियाणं दिट्ठी उल्लुगतीरे समुप्पण्णा ॥२४२४॥ (३४८) नइखेडजणवउल्लुग महगिरि धणगुत्त अज्जगंगे य । किरिया दो रायगिहे महातवोतीरमणिणागे ॥२४२५॥ શ્રીમાન મહાવીરદેવ મોક્ષે ગયા પછી બસો ને અઠ્ઠાવીસ વર્ષે ઉલુકા નદીના તીર ઉપર આવેલા ઉલ્લકાતીર નગરમાં એક સમયે બે ક્રિયાના ઉપયોગને કહેનારા નિહ્નવોની દૃષ્ટિ ઉત્પન્ન થઈ. ઉલુકાનદીના કાંઠે આવેલા નગરમાં મહાગિરિ આચાર્યના શિષ્ય ધનગુપ્તસૂરિના શિષ્ય આર્ય ગંગાચાર્યને નદી ઉતરતાં ક્રિક્રિય દષ્ટિ ઉત્પન્ન થઈ, તેને રાજગૃહ નગરમાં મણિનાગ બોધ પમાડ્યો. ૨૪૨૪ થી ૨૪રપ. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી બસો ને અઠ્યાવીસ વર્ષે બે (ક્રિયાવાદી) નિહ્નવો થયા. ઉલુકા નદીના કાંઠા ઉપર આવેલા ઉત્સુકતીર નામનું નગર હતું. આ નગર ધૂળના કિલ્લાથી વીંટાયેલું હોવાથી તે ખેડ સ્થાન પણ કહેવાતું. તે નગરમાં મહાગિરિના પ્રશિષ્ય અને ધનગુપ્તસૂરિના શિષ્ય આર્યગંગાચાર્ય આવ્યા હતા. તે આચાર્ય નદીના એક કાંઠે હતા અને તેમના ગુરુ બીજા કાંઠે હતા. એક વખત શરદ ઋતુના સમયે ગુરુને વંદન કરવાને ગંગાચાર્ય નદી ઉતરીને જવા લાગ્યા. નદી ઉતરતાં પોતાના મસ્તક પર તલ હોવાથી સૂર્યના તાપને લીધે મસ્તક બળવા લાગ્યું. અને નીચે નદીના ઠંડા જળને લીધે પગે શીતળતા લાગવા માંડી. આ વખતે મિથ્યાત્વના ઉદયથી તે વિચારવા લાગ્યા કે - સિદ્ધાંતમાં એકી સાથે બે ક્રિયાનો અનુભવ ન થાય એમ કહ્યું છે, પરંતુ હું તો અહીં એક જ સમયે ઠંડી અને ગરમી બન્નેનો અનુભવ કરું છું, માટે આગમોક્ત કથન અનુભવ વિરૂદ્ધ હોવાથી યોગ્ય લાગતું નથી. પોતાનો આ વિચાર તેણે ગુરુને જણાવ્યો. ગુરુ મહારાજે અનેક યુક્તિઓથી સમજાવવા માંડ્યો, છતાં તે ન સમજ્યો. એટલે ગુરુએ તેને સંઘ બહાર કર્યો, સંઘ બાહ્ય થયા પછી તે વિહાર કરતો રાજગૃહ નગરે આવ્યો. ત્યાં એણે મણિનાગ નામે નાગના ચૈત્ય પાસે સભા સમક્ષ એકીસાથે બે ક્રિયાના વેદનની પ્રરૂપણા કરવા માંડી, તે સાંભળીને કોપાયમાન થયેલા નાગ તેને કહેવા લાગ્યો. કે ઓ દુષ્ટ ઉપદેશક ! આવી અસત્ય પ્રરૂપણા શા માટે કરે છે? આ જ સ્થળે પૂર્વે સમવસરેલા સર્વજ્ઞ પ્રભુ વર્ધમાન સ્વામીને, એક સમયે એક જ ક્રિયાનો અનુભવ થાય, એમ ઉપદેશ આપતા મેં જાતે સાંભળેલા છે. તો શું તું તેમનાથી પણ વધારે સારો ઉપદેશક છે કે જેથી એક સમયે બે ક્રિયાના અનુભવની પ્રરૂપણા કરે છે ? આવી મિથ્યા પ્રરૂપણાનો ત્યાગ કર, નહિ તો હું તારો નાશ કરીશ. આ પ્રમાણે તેના કથનથી ભય પામેલા તેણે પોતાનો આગ્રહ તજી મિથ્યાદુષ્કત આપી ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત્ત લીધું. ૨૪રપ. હવે ઉપરોક્ત હકીકત ભાષ્યકાર મહારાજ વિસ્તારથી કહે છે. नइमुल्लुगमुत्तरओ सरए सीयजलमज्जगंगस्स । सूराभितत्तसिरसो सीओसिणवेयणोभयओ ॥२४२६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy