________________
૨૯૮
અશ્વમિત્ર વગેરેને બોધ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ न सुहाइ पज्जयमए नासाओ सब्बहा मयस्सेव । न य दवट्ठियपक्खे निच्चत्तणओ नभरसेव ॥२४१८।। जइ जिणमयं पमाणं तो मा दबट्ठियं परिच्चयसु ।
सक्करस व होइ जओ तन्नासे सब्बनासोत्ति ॥२४१९।। દ્રવ્ય, પર્યાય એ ઉભય નયના મતને અનુસરનારાને જ સુખ-દુઃખ-બંધ-મોક્ષ વગેરે ઘટી શકે છે, બેમાંથી એકનો ત્યાગ કરતાં સર્વ વ્યવહારનો વિચ્છેદ થાય છે. કેમકે પર્યાય નયના મતે સર્વથા નાશ થતો હોવાથી મૃતની જેમ સુખ-દુઃખાદિ ન સંભવે અને દ્રવ્યાર્થિકનયના મતે આકાશની જેમ સર્વ નિત્ય હોવાથી સુખાદિ ન ઘટે; માટે ઉભય નયની અપેક્ષા માનવી જોઈએ. વળી જો પૂર્વોક્ત આલાપકના અનુસારે તને જિનમત પ્રમાણ હોય, તો દ્રવ્યાર્થિક નયનો ત્યાગ ન કર. કારણ કે દ્રવ્યનો નાશ માનવાથી બૌદ્ધોની જેમ તારે પણ સર્વથા તૃપ્તિ આદિ વ્યવહારનો નાશ પ્રાપ્ત થશે. ૨૪૧૭ થી ૨૪૧૯.
इय पण्णविओवि जओ न पवज्जइ सो कओ तओ बज्यो । विहरंतो रायगिहे नाओ तो खंडरकनेहिं ॥२४२०॥ गहिओ सीसेहिं समं एएऽहिमरत्ति जंपमाणेहिं । संजयवेसच्छण्णा, सज्जं सब्बे समाणेह ।।२४२१॥ अम्हे सावय ! जयओ कत्थुप्पण्णा कहिं च पब्बइया ? । अमुगत्थ वेंति सड्ढा ते वोच्छिण्णा तया चेव ।।२४२२।। तुब्भे तब्बेसधरा भणिए भयओ सकारणं च त्ति ।
पडिवण्णा गुरुमूलं गंतूण तओ पडिक्कन्ता ॥२४२३।। એ પ્રમાણે આચાર્ય મહારાજે સમજાવ્યા છતાં તે ન સમજ્યો, ત્યારે તેને સંઘ બહાર કર્યો, વિહાર કરતાં તે રાજગૃહ નગરે આવ્યો, ત્યાં તેને આવેલ જાણીને ખંડરક્ષક શ્રાવકોએ “આ કોઈ સાધુના વેશમાં છૂપાયેલા ધાડપાડુઓ છે તેમને જલદી અહીં લાવો.' એમ કહીને શિષ્યો સહિત અશ્વમિત્રને પકડ્યો. તેણે કહ્યું શ્રાવક ! અમે સાધુ છીએ, અમને શા માટે પકડો છો ? તેઓએ પૂછયું, તમે ક્યાં ઉત્પન્ન થયા ? ક્યાં દીક્ષા લીધી ? અશ્વમિત્રે કહ્યું અમુક વખતે અમુક આચાર્ય પાસે દીક્ષા લીધી. શ્રાવકોએ કહ્યું - તે તો તે વખતે જ નાશ પામ્યા, તમે તો કોઈ તેમનો વેશ ધારણ કરનારા (લુચ્ચાઓ) છો. તેથી તમને શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે તેઓએ કહ્યું એટલે ભયથી અને યુક્તિથી શ્રાવકોનું વચન અંગીકાર કરીને અશ્વમિત્ર વગેરે નિહ્નવ સાધુઓ પુનઃ ગુરુ પાસે ગયા અને પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા. ૨૪૨૦ થી ૨૪૨૩.
|| ઈતિ અભ્યમિત્રનામા ચતુર્થ સામુચ્છેદિક નિદ્વવનો વાદ સમાપ્ત થયો છે
હવે પાંચમા નિહ્નવ સંબંધી વક્તવ્યતા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org