SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] એક જ સમયે અન્ય ઉપયોગનો અભાવ. [૩૦૧ તે ઈન્દ્રિયજન્ય જ્ઞાનનો હેતુ થતો નથી. એ જ કારણથી પગ અને મસ્તક સંબંધી ભિન્ન દેશમાં અનુભવાતી શીતોષ્ણ-વેદનારૂપ બે ક્રિયા એકીસાથે કોઈને પણ અનુભવાતી નથી. વળી ઉપયોગ સ્વરૂપ આત્મા જે વખતે સ્પર્શ આદિ દ્રવ્ય ઈન્દ્રિય વડે જે શીતોષ્ણાદિ વિષયમાં યોજાય છે, તે વખતે તે આત્મા, તે વિષયના ઉપયોગમય જ થાય છે, પણ અન્ય ઉપયોગવાળો થતો નથી. જેમ કોઈ વ્યક્તિ ઈન્દ્રિયના ઉપયોગમાં વર્તતી હોય, તો તે વ્યક્તિ તે વખતે તન્મય જ હોય છે, પણ અન્ય ઉપયોગમય હોતો નથી, તેમ અહીં પણ સમજવું. આથી કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા એક પળે એક જ અર્થનો ઉપયોગવાળો હોઈ શકે, તે જ વખતે અન્ય અર્થમાં ઉપયોગવાળો ન હોય, જો અન્ય અર્થમાં ઉપયોગવાળો થાય, તો સાંકર્ય વગેરે દોષો પ્રાપ્ત થાય. ઉપયોગમય આત્મા જે સમયે અમુક અર્થમાં ઉપયોગશક્તિવાળો હોય છે, તે વખતે તે પોતાના સર્વ પ્રદેશો વડે તે અર્થમાં ઉપયોગવાન હોવાથી અન્ય અર્થમાં ઉપયોગવાળો કેવી રીતે થઈ શકે ? કારણ કે તે વખતે આત્માના કોઈપણ પ્રદેશ તે ઉપયોગ વિનાના હોતા નથી. એટલે અન્ય અર્થમાં તે ઉપયુક્ત થઈ શકે નહિ. એકીસાથે બે ક્રિયાનો ઉપયોગ ન હોય, તો મને એકી સાથે બે ક્રિયાનો અનુભવ કેમ થાય છે ? આ પ્રમાણે તું જો કહેતો હો, તો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે જેમ કમળના સેંકડો પત્રને ઉપર નીચે ગોઠવીને અતિ તીક્ષ્ણ સોય વડે બળવાન પુરુષ તેનો છેદ કરે છે, તે વખતે તે સર્વ પત્રનો છેદ એકીસાથે થયો, એમ છેદ કરનાર પુરુષને જણાય છે, વસ્તુતઃ ઉપરના પત્રનો ભેદ થયા વિના નીચેના પત્રનો ભેદ થતો નથી, એટલે દરેક પત્રનો ભેદ જુદા જુદા કાળે થાય છે, પણ તે ભેદ સમયાદિ કાળ અતિ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી ને તેથી વેધ કરનાર પુરુષ એકી સાથે સર્વનો વેધ થયેલો માને છે. અથવા જેમ દિશાઓમાં ભમાવાતું ઉંબાડિયું દા જુદા સમયે જુદી જુદી દિશાઓમાં ભ્રમણ કરે છે, પરંતુ તે ભેદ ઉપર કહ્યા મુજબ સમયાદિ કાળ સૂક્ષ્મ હોવાથી જાણી શકાતો નથી, એટલે તે ઉંબાડિયું નિરંતર ભમતું જણાય છે. તેવી જ રીતે શીતોષ્ણ-વેદનાનુભવરૂપ ક્રિયા જુદા જુદા સમયે અનુભવાય છે, પરંતુ સમય વગેરે કાળ અતિ સૂક્ષ્મ હોવાથી જણાતો નથી, તેથી ભિન્ન ભિન્નકાળે થયેલી ભિન્ન ભિન્ન ક્રિયા એક જ વખત થઈ એમ તને જણાય છે પણ તે સત્ય નથી. સઘળી ઈન્દ્રિયો સાથે મન એકીવખતે સંબંધ નથી પામતું તે વાત જણાવતા કહે છે કે - चित्तंपि नेंदियाई समेइ सममह य खिप्पचारित्ति । समयं व सुक्कसक्कुलिदसणे सव्वोवलद्धित्ति ।। २४३४ ॥ सव्विंदिओवलंभे जड़ संचारो मणस्स दुल्लक्खो । एगिंदिओवओगंतरंमि किह होउ सुल्लक्खो ? ।।२४३५॥ સર્વ ઈન્દ્રિયો સાથે મન એકી સાથે સંબંધ નથી પામતું, છતાં પણ શીઘ્ર સંચારી હોવાથી સર્વત્ર સાથે જ સંબંધિત થાય છે. સૂકી તલસાંકળી ખાતા જેમ સર્વ ઈન્દ્રિયના જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે, એ તેમ ન હોવા છતાં લાગે છે. જુદી જુદી ઈન્દ્રિયની જ્ઞાનોપલબ્ધિમાં જો મનનો સંચાર ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy