________________
ભાષાંતર). નૈપુસિકથી ચોથા નિધવની ઉત્પત્તિ.
[૨૯૧ न हि सबहा विणासो अद्धापज्जायमेत्तनासम्मि ।
सपरपज्जायाणंतधम्मणो वत्थुणो जुत्तो ॥२३९३॥ અનુપ્રવાદ પૂર્વમાંની નૈપુણિક વસ્તુનું અધ્યયન કરતા અશ્વમિત્રને એકસમયાદિ વ્યવચ્છેદ સૂત્રથી “ઉત્પત્તિ અનંતર સર્વ વસ્તુ સર્વ પ્રકારે નાશ પામે છે.” એ પ્રમાણે વિનશ્વરરૂપ બોધ થયો. અહીં શ્રી ગુરુ કહે છે કે એ વચન એકનયાનુંસાર છે, પણ સર્વનયાત્મક નથી, માટે તે મિથ્યાત્વ છે; કારણ કે અદ્ધા (એટલે કાળ) પર્યાય માત્રનો નાશ થાય તો પણ સ્વ-પર પર્યાયથી અનંત ધર્માત્મક વસ્તુનો સર્વથા નાશ થાય નહિ. ૨૩૯૧-૨૩૯૨-૨૩૯૩.
અનુપ્રવાદ પૂર્વમાંની નૈપુણિક વસ્તુનું અધ્યયન કરતા અશ્વમિત્રને પૂર્વોક્ત સૂત્રથી “ઉત્પત્તિ અનંતર સર્વ વસ્તુ સર્વ પ્રકારે નાશ પામે છે” એ પ્રમાણે સર્વ નાશનો બોધ થયો. આથી ગુરુએ તેને કહ્યું કે, વસ્તુઓનું પ્રતિસમય વિનાશીપણું જે કહ્યું છે, તે ક્ષણક્ષયવાદી એક ઋજુસૂત્રના અભિપ્રાયનું વચન છે, પણ એ વચન સર્વનયાત્મક નથી, માટે તે મિથ્યાત્વ છે; કારણ કે અદ્ધાપર્યાય માત્રનો નાશ થવાથી વસ્તુનો સર્વથા નાશ માનવો યોગ્ય નથી. દરેક વસ્તુ સ્વપર પર્યાયોથી અનંત ધર્માત્મક છે. આથી જે સમયમાં તે નારકાદિ પ્રથમ સમય નારકાદિરૂપે નાશ પામે છે, તે જ સમયે દ્વિતીય સમય નારકાદિરૂપે ઉત્પન્ન થાય છે, અને જીવદ્રવ્યપણે અવસ્થિત રહે છે. આમ કેવળ અદ્ધા (કાલ) પર્યાય માત્રનો જ નાશ થાય છે, એથી સર્વ વસ્તુનો નાશ સર્વથા ક્યાંથી થાય? ન જ થાય કારણ કે વસ્તુ અનંત પર્યાયાત્મક હોવાથી તેમના એક પર્યાયનો નાશ થવાથી વસ્તુનો સર્વથા નાશ ન જ થાય. ૨૩૯૧ થી ૨૩૯૩. પૂર્વોક્ત સૂત્રની શંકાનું બીજા સૂત્રથી સમાધાન કહે છે.
अह सुत्ताउत्ति मई सुत्ते नणु सासयंपि निद्दिटुं । वत्थु दबट्ठाए असासयं पज्जयट्टाए ॥२३९४॥ एत्थवि न सम्बनासो समयाइविसेसणं जओऽभिहियं । इहरा न सम्बनासे समयाइविसेसणं जुत्तं ।।२३९५।। को पढमसमयनारगनासे बितिसमयनारगो नाम ?।
न सुरो धडो अभावो व होइ जइ सबहा नासो ? ॥२३९६॥ જો પૂર્વોક્ત સૂત્રપ્રમાણથી સર્વથા વસ્તુવિચ્છેદ તું કહેતો હોય, તો અન્યત્ર સૂત્રમાં દ્રવ્યાર્થપણે વસ્તુને શાશ્વત પણ કહેલ છે. અને પર્યાયાર્થપણે અશાશ્વત પણ કહેલ છે. વળી એ સૂત્રમાં પણ સર્વથા નાશ કહ્યો નથી, કારણ કે સમયાદિ વિશેષણ વડે તે કહેલ છે. એમ ન જ હોય તો સમયાદિ વિશેષણ ત્યાં ઘટે નહિ; કેમકે પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકી સર્વથા નાશ પામ્યા હોય તો તે બીજા-ત્રીજાદિ સમયે ઉત્પન્ન થયા એમ કેમ કહી શકાય ? વળી સર્વથા નાશ થતો હોય, તો દેવ, ઘટ, અભાવ એવો વ્યવહાર ન થાય. ૨૩૯૪ થી ૨૩૯૬.
અમિત્ર ! પૂર્વોકત આલાપરૂપ સૂત્રથી પ્રતિસમય સર્વથા વસ્તુનો વિચ્છેદ માનીને સૂત્રની પ્રમાણતા માનતો હો, તો અન્યત્ર સૂત્રમાં દ્રવ્યાર્થપણે વસ્તુને શાશ્વત પણ કહેલ છે અને પર્યાયાર્થપણે અશાશ્વત પણ કહેલ છે. જેમ કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org