SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ નૈપુણિકથી ચોથા નિદ્ભવની ઉત્પત્તિ. હવે ચોથા નિહ્નવ સંબંધી વક્તવ્યતા કહે છે. (३४५) वीसा दो वाससया तड्या सिद्धिं गयरस वीरस्स । सामुच्छेइयदिठ्ठी मिहिलपुरीए समुप्पन्ना ॥ २३८९।। (३४६) मिहिलाए लच्छिघरे महगिरि कोडिन्न आसमित्ते य । नेणियणुपवाए रायगिहे खंडरक्खा य ॥। २३९० ।। ૨૯૦] ભગવાન મહાવીરદેવ મોક્ષે ગયા પછી, બસો ને વીસ વર્ષે મિથિલા નગરીમાં સામુચ્છેદિક દર્શન ઉત્પન્ન થયું; તે આ પ્રમાણે, મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહચૈત્યમાં મહાગિરિ આચાર્યના શિષ્ય કૌડિન્ય મુનિનો અશ્વમિત્ર નામે શિષ્ય હતો, તે અનુપ્રવાદ પૂર્વની નૈપુણિક નામે વસ્તુનું અધ્યયન કરતો (મિથ્યાત્વોદયથી સામુચ્છેદિક દૃષ્ટિ થયો.) તેને રાજગૃહનગરમાં ખંડરક્ષક શ્રાવકોએ બોધ પમાડયો. ૨૩૮૯ થી ૨૩૯૦. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ મિથિલાનગરીના લક્ષ્મીગૃહ ચૈત્યમાં શ્રીમાન મહાગિરિ આચાર્યના કૌડિન્ય નામના શિષ્ય આવીને રહ્યા, તેમને અશ્વમિત્ર નામનો એક શિષ્ય હતો. તે એક વખત અનુપ્રવાદ પૂર્વમાંની નૈપુણિક નામની વસ્તુનું અધ્યયન કરતો હતો, તે વખતે તેમાં છિન્નછેદનક નયની વક્તવ્યતામાં આ પ્રકારના આલાપક આવ્યા. “પ ુષ્પન્નસમયનેરા સને યોિિગ્નમંતિ પૂર્વ નાવ વેમાળિયત્તિ, પૂર્વ વીયાસમમુવિ વતનં” અહીં તેને વિચાર થયો કે, પ્રત્યુત્પન્ન સમયના સર્વ નારકીઓ નાશ પામશે. અને એ જ પ્રમાણે સર્વ વૈમાનિક દેવો પણ નાશ પામશે. જો આ પ્રમાણે ઉત્પત્તિ અનંતર સર્વ જીવો નાશ પામે, તો પછી તેઓને સુકૃત-દુષ્કૃત કર્મના ફળનો અનુભવ ક્યાંથી થાય ? ન જ થાય. આ પ્રમાણે તેણે સ્વમતિકલ્પનાએ પ્રરૂપણા કરવા માંડી, ત્યારે ગુરુએ તેને આગળ કહેવાશે તેવી અનેક યુક્તિઓથી સમજાવ્યો, છતાં તે મિથ્યાત્વના ઉદયથી ન સમજ્યો, ત્યારે તેને સંઘ બહાર કર્યો. સંઘ બહાર થયા પછી અશ્વમિત્ર સમુચ્છેદવાદની પ્રરૂપણા કરતો પોતાના પરિવાર સાથે કામ્પિલ્યપુર કે જેનું બીજું નામ રાજગૃહ નગર હતું, ત્યાં આવ્યો, તે નગરમાં ખંડરક્ષક નામના શ્રાવકો હતા, તેમણે આ નિહ્નવો આવ્યા જાણીને તેમને બોધ કરવા માટે મારવા માંડ્યા, આથી ભય પામેલા અશ્વમિત્ર વગેરે સાધુઓએ કહ્યું, અરે ! અમે જાણીએ છીએ કે તમે શ્રાવકો છો, તે છતાં અમને સાધુઓને શા માટે મારો છો ? તેના ઉત્તરમાં શ્રાવકોએ કહ્યું, તમારા સિદ્ધાન્તના અનુસારે જે સાધુઓ હતા તે તો નાશ પામ્યા, તમે તો કોઈ ચોર વગેરે હશો, માટે અમે તમને સારી રીતે માર મારીને શિક્ષા કરીશું, આથી ભય પામેલા તેઓએ પોતાનો કદાગ્રહ તજી દીધો અને બોધ પામ્યા. પછી મિથ્યાદુષ્કૃત આપીને તેઓ ગુરુ સમીપે ગયા. ૨૩૮૯-૨૩૯૦. એ નિર્યુક્તિકારે કહેલ અર્થ વધારે સ્પષ્ટ કરવા માટે હવે ભાષ્યકાર કહે છે. नेमणुप्पवाए अहिज्जओ वत्थुमासमित्तस्स । एगसमयाझ्वोच्छेयसुत्तओ नासपडिवत्ती ||२३९१॥ उपायानंतरओ सव्वं चिय सव्वहा विणासित्ति । गुरुवयणमेगनयमयमेयं मिच्छं न सव्वमयं ॥ २३९२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy